________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન આમે થોડા સમય બાદ એ સંસ્થાને સ્પેનથી જુદાં પડ્યાં જ હેત કેમ કે આખા દક્ષિણ અમેરિકામાં સ્વાતંત્ર્યની ભાવના જાગ્રત થઈ હતી. સાઈમન બેલીવર દક્ષિણ અમેરિકાના સ્વાતંત્ર્યને સમર્થ પુરસ્કર્તા અને વીર યોદ્ધો હતો અને તેને મુક્તિદાતા (લિબરેટર) તરીકે ઓળખવામાં આવતું હતું. દક્ષિણ અમેરિકાના બેલીવિયાના પ્રજાસત્તાકનું નામ તેના નામ ઉપરથી પડ્યું છે. આમ નેપોલિયનનું પતન થયું ત્યારે સ્પેનિશ અમેરિકાને સ્પેન સાથે સંબંધ તૂટી ગયો હતો અને તે સ્વાતંત્ર્ય માટે લડી રહ્યું હતું. નેપોલિયન દૂર થવાથી એ લડતમાં કશો ફેર પડ્યો નહિ અને નવેસર બેઠા થયેલા સ્પેન સામે પણ ઘણું વરસે સુધી એ સંગ્રામ ચાલુ રહ્યો. યુરોપના કેટલાક રાજાઓ અમેરિકાનાં સંસ્થાનના ક્રાંતિવાદીઓને ચગદી નાખવાના કાર્યમાં સ્પેનના રાજાને મદદ કરવા ચહાતા હતા. પરંતુ આવા પ્રકારની દખલગીરી યુનાઈટેડ સ્ટેટ્સ છેવટની બંધ કરી દીધી. એ સમયે મનરે યુનાઈટેડ સ્ટેટ્સ પ્રમુખ હતો. તેણે યુરોપનાં રાજ્યોને સંભળાવી દીધું કે જો તેઓ ઉત્તર યા દક્ષિણ અમેરિકામાં ક્યાંયે એવા પ્રકારની દખલગીરી કરશે તે તેમને યુનાઈટેડ સ્ટેટ્સ સાથે બાથ ભીડવી પડશે. આ ધમકીથી યુરોપનાં રાજ્યો ભડકી ગયાં અને એ સમયથી તેઓ દક્ષિણ અમેરિકાથી દૂર રહ્યાં છે. યુનાઈટેડ સ્ટેટ્સના પ્રમુખ મનરેની આ ધમકી
મના સિદ્ધાંત' તરીકે જગપ્રસિદ્ધ થઈ છે. એ સિદ્ધાંત લાંબા વખત સુધી દક્ષિણ અમેરિકાના પ્રજાસત્તાક રાજ્યનું યુરોપનાં રાજ્યની લેભી વૃત્તિ સામે રક્ષણ કર્યું અને તેમના વિકાસ માટે અનુકૂળતા કરી આપી. યુરોપ સામે તે તેમને ઠીકંઠીક રક્ષણ મળ્યું. પરંતુ તેના રક્ષક – યુનાઈટેડ સ્ટેટ્સ– સામે તેમનું રક્ષણ કરનાર કોઈ નહોતું. આજે યુનાઈટેડ સ્ટેટ્સ એ બધાં ઉપર પ્રભુત્વ ધરાવે છે અને તેમાંનાં ઘણુંખરાં નાનાં પ્રજાસત્તાક રાજ્ય તે સંપૂર્ણ પણે તેની એડી નીચે છે.
બ્રાઝીલનો વિસ્તૃત દેશ પોર્ટુગાલનું સંસ્થાન હતું. અમેરિકાનાં સ્પેનનાં સંસ્થાને સ્વતંત્ર થયાં એ જ અરસામાં એ દેશ પણ સ્વતંત્ર થઈગયો. આમ ૧૮૩૦ની સાલ સુધીમાં આખો દક્ષિણ અમેરિકા યુરોપના આધિપત્યમાંથી મુક્ત થયેલે આપણા જેવામાં આવે છે. અલબત્ત, ઉત્તર અમેરિકામાં કેનેડાનું બ્રિટિશ સંસ્થાન હતું ખરું.
હવે આપણે એશિયા ખંડમાં આવીએ. હિંદમાં એ સમયે અંગ્રેજોની સત્તા નિઃશંકપણે સર્વોપરી બની હતી. યુરોપમાં ચાલતાં નેપોલિયન સાથેનાં યુદ્ધોના અરસામાં અંગ્રેજોએ હિંદમાં પિતાની સ્થિતિ મજબૂત બનાવી દીધી હતી તેમ જ તેમણે જવાને કબજે પણ લઈ લીધું હતું. મૈસૂરના ટીપુ સુલતાનને હરાવવામાં આવ્યા હતા અને ૧૮૧૯ની સાલમાં મરાઠા સત્તાને ઉથલાવી પાડવામાં આવી હતી. પરંતુ પંજાબમાં રણજિતસિંહના શાસન નીચે એક શીખ