________________
૧૪૧૬
જગતના ઇતિહાસનું રેખાદર્શન પ્રમાણમાં કાબૂ ધરાવે છે અને કશીયે ધમાલ વિના ચૂપચાપ તેમણે જર્મન માલને બહિષ્કાર જાહેર કર્યો છે. એટલું જ નહિ પણ ૧૯૩૩ના મે માસમાં ન્યૂયોર્કમાં મળેલી તેમની પરિષદે એક ઠરાવ કરીને એથીયે વ્યાપક બહિષ્કારની જાહેરાત કરી હતી. એ ઠરાવમાં એવો નિર્ણય કરવામાં આવ્યું હતું કે, “જર્મનીના બધાયે માલને, બધીયે સાધનસામગ્રીને તથા જર્મનીમાં ઉત્પન્ન થયેલી, તૈયાર કરવામાં આવેલી અથવા સુધારવામાં આવેલી હરેક ચીજ અથવા તેના કેઈ પણ ભાગોને બહિષ્કાર કરે, તેમ જ જર્મન વહાણવટાને, માલની લાવલઈજા કરવાનાં તથા અવરજવરનાં સાધનને, જર્મનીનાં હવા ખાવાનાં મથકે, આરામસ્થાને તેમ જ એવાં બીજા સ્થાનોને પણ બહિષ્કાર કરે તથા સામાન્ય રીતે, જર્મનીની આજની રાજવ્યવસ્થાને કોઈ પણ રીતે આર્થિક મદદરૂપ થઈ પડે એવું કાર્ય કરતાં અટકી જવું.’
હિટલરવાદની પરદેશમાં એક એ અસર થવા પામી હતી. એની બીજી વધારે દૂરગામી અસર પણ થવા પામી હતી. નાઝીઓ વસઈની સંધિને હમેશાં વખોડતા આવ્યા હતા અને એના ઉપર ફરીથી વિચાર કરવાની તેઓ માગણી કરતા હતા. ખાસ કરીને જર્મનીની પૂર્વની સરહદને અંગેના પ્રશ્નની તેઓ ફરીથી વિચારણું કરાવવા માગતા હતા. ત્યાં આગળ ડેન્ડિગ સુધી જતી પેલેંડના તાબાની એક પટીની બેહૂદી ગોઠવણ કરવામાં આવેલી છે. એ ગોઠવણને કારણે જર્મનીને એક ભાગ આખા દેશથી અલગ પડી ગયું છે. નાઝીઓની બીજી જોરદાર માગણી એ હતી કે શસ્ત્રસજજ થવાની બાબતમાં દરેક રાષ્ટ્રને સંપૂર્ણ સમાનતા હોવી જોઈએ (તને યાદ હશે કે સુલેહની સંધિ અનુસાર જર્મનીને મોટે ભાગે નિઃશસ્ત્ર કરવામાં આવ્યું હતું). હિટલરનાં દમદાટીથી ભરપૂર ભાષણ તથા જર્મનીને શસ્ત્રસજજ કરવાની તેની ધમકીઓએ યુરેપને અને ખાસ કરીને ફ્રાંસને સંપૂર્ણપણે અસ્વસ્થ કરી મૂક્યું. બળવાન જર્મનીને ફ્રાંસને સૌથી વિશેષ ડર હતે. આથી થોડા દિવસ સુધી તે એમ જ લાગતું હતું કે જાણે હમણું યુદ્ધ ફાટી નીકળશે. નાઝીઓના ડરને કારણે એકાએક યુરોપની સત્તાઓનાં નવેસરથી જોડાણ થવા માંડ્યાં. સેવિયેટ રશિયા તરફ ફ્રાંસ મૈત્રીની લાગણી દર્શાવવા લાગ્યું. વસઈની સંધિની ફરીથી વિચારણા કરવામાં આવે એના ભયથી પ્રેરાઈને એ સંધિને કારણે ઊભા થયેલા અથવા તે એને કારણે જેમને લાભ થયે હતા તેવા પિલેંડ, ચેકેલૈવાકિયા, યુગેસ્લાવિયા અને માનિયા વગેરે દેશે એકબીજાની વધુ નજીક આવ્યા તેમ જ સાથે સાથે તેઓ સોવિયેટ રશિયાની પણ વધુ નજીક આવ્યા. ઓસ્ટ્રિયામાં આશ્ચર્યકારક પરિસ્થિતિ પેદા થઈ ત્યાં આગળ ડેસ નામને ફાસિસ્ટ ચૅન્સેલર કયારને સત્તા ઉપર આવ્યો હતો પણ તેને ફાસીવાદ હિટલર છાપના ફાસીવાદથી ભિન્ન હતો. ઐસ્ટ્રિયામાં નાઝીઓ બળવાન છે પરંતુ છેલ્ફસ તેમને