________________
જમનીમાં નાઝીઓના વિજય
૧૪૧૭
વિરોધ કરતા આવ્યા છે. ઇટાલીએ હિટલરના વિજયને આવકાર્યાં પરંતુ હિટલરની મહેચ્છાને તેણે ઉત્તેજન આપ્યું નહિ. ઇંગ્લંડ જે ધણાં વરસેથી જનીની તરફેણ કરતું આવ્યું હતું તે જનીની વિરુદ્ધ થઈ ગયું અને તેના લોકા ફરીથી જન ‘ણા'ની વાતો કરવા લાગ્યા. હિટલરનું જમની યુરોપમાં તદ્દન એકલું પડી ગયું. યુદ્ધ સળગે તે ફ્રાંસનું બળવાન લશ્કર નિઃશસ્ત્ર જર્મનીને કચરી નાખે એ ઉધાડું હતું. આથી હિટલરે પોતાની નીતિ બદલી અને હવે તે શાંતિની વાતો કરવા લાગ્યા. અને ફ્રાંસ, ઈંગ્લેંડ, જર્મની અને ઇટાલી એ ચાર સત્તાના કરારની દરખાસ્ત રજૂ કરીને મુસેાલિની તેની વહારે ધાયા.
'
આખરે ૧૯૩૩ના જૂન માસમાં એ કરાર ઉપર ઉપર્યુક્ત ચારે સત્તાએએ સહી કરી, જો કે ભારે સંકલ્પવિકલ્પ પછી ફ્રાંસે એમ કર્યું. એ કરારની ભાષા જોઈ એ તો તે બિલકુલ નિર્દોષ છે અને તેમાં માત્ર એટલું જ જણાવવામાં આવ્યું છે કે કેટલીક આંતરરાષ્ટ્રીય ખાખામાં અને ખાસ કરીને વર્સાઇની સધિ ઉપર ફેરીથી વિચાર કરવાની દરખાસ્ત ઉપર એ ચારે સત્તા પરસ્પર મસલત કરશે. એ કરારને સેવિયેટ વિરોધી સમૂહ અથવા સંધ ઊભા કરવાના એક પ્રયાસ તરીકે લેખવામાં આવે છે. એ કરાર પર ફ્રાંસે તે બહુ કચવાતે મને સહી કરી હતી. ૧૯૩૩ની સાલના જુલાઈ માસની ૧લી તારીખે લંડનમાં સાવિયેટ તથા તેના પડેશીઓ વચ્ચે કરવામાં આવેલા બિનઆક્રમણને કરાર ઉપર્યુક્ત કરારના પરિણામ રૂપે અને તેના જવાબ તરીકે કરવામાં આવ્યો હાય એ બનવાજોગ છે. એ જાણવા જેવી વાત છે કે એ સાવિયેટ કરાર પ્રત્યે ફ્રાંસે ભારે સહાનુભૂતિ દર્શાવી અને એ વિષે પોતાની સંમતિ પ્રગટ કરી.
જ
હિટલરના મૂળભૂત કાર્યક્રમ - જર્મનીના મૂડીવાદીઓને પણ એ જ કાર્ય ક્રમ છે — સેવિયેટ રશિયા સામે યુરોપના તારણહાર તરીકે ડેળ કરવાને છે. જમનીને વધુ પ્રદેશ મેળવવા હોય તો તે પૂર્વ યુરોપમાંથી જ મેળવી શકે અથવા તા સેવિયેટ રશિયાને ભાગે મેળવી શકે. પરંતુ એમ કરવા પહેલાં જનીએ શસ્ત્રસજ્જ થવું જોઈએ અને એટલા માટે એ બાબતમાં વર્સાઈ ની સંધિમાં ફેરફાર કરાવવા જોઈએ અથવા કઈ નહિ તેા એવી ખાતરી મેળવવી જોઈએ કે એ બાબતમાં કાઈ દખલ નહિ કરે. હિટલરને મદાર ઇટાલીના ટેકા ઉપર છે. એ બાબતમાં ઇંગ્લેંડના ટેકા પણ મેળવી શકાય । ચાર સત્તામેના કરારને અંગેની ચર્ચાઓમાં ફ્રાંસના વિરોધને બિનઅસરકારક બનાવી દેવાનું સુગમ થઈ પડે એવી આશા તે રાખતા હાય એ બનવાજોગ છે.
હિટલર આ રીતે ઇંગ્લેંડના ટેકા મેળવવા મથી રહ્યો છે. એટલા ખાતર તેણે જાહેર રીતે પોતાના અભિપ્રાય પ્રદર્શિત કર્યાં છે કે, હિ ંદુસ્તાન ઉપરની