________________
જગતના ઈતિહાસનું રેખાદર્શન બ્રિટિશ હકૂમત નબળી પડે એ એક ભારે આપત્તિ સમાન છે. સોવિયેટ સામે તેને વિરોધ એ પણ બ્રિટિશ સરકારને માટે એક આકર્ષણ છે. કારણ કે, આગળ હું તને કહી ગયો છું તે પ્રમાણે સેવિયેટ રશિયા એ બ્રિટિશ સામ્રાજ્યને મન દુનિયામાં સૌથી અકારામાં અકારી વસ્તુ છે. પરંતુ નાઝીઓની પ્રવૃત્તિઓ વિષે બ્રિટિશ પ્રજામાં એટલી ઘણું પેદા થઈ છે કે જેમાં હિટલરવાદને માન્ય રાખવાપણું રહેલું હોય એવી કોઈ પણ દરખાસ્તમાં તેમની સંમતિ પ્રાપ્ત કરતાં થોડો વખત લાગશે.
નાઝી જર્મની આ રીતે યુરોપનું તોફાનનું કેન્દ્ર બની ગયું છે અને આ “ગભરાટમાં પડેલી દુનિયાના અનેક ભયમાં તેણે એકનો વધારો કર્યો. ખુદ જર્મનીમાં જ શું બનશે ? આ નાઝી અમલ ટકી રહેશે ખરો ? જર્મનીમાં નાઝીઓ સામે ભારે ઠેષ અને વિરોધની લાગણી પ્રવર્તે છે પરંતુ સંગઠિત વિરોધને કચરી નાખવામાં આવ્યું છે એ વસ્તુ દીવા જેવી સ્પષ્ટ છે. જર્મનીમાં હવે બીજો કોઈ પણ પક્ષ કે સંસ્થા રહી નથી અને નાઝીઓ ત્યાં સર્વોપરી છે. ખુદ નાઝીઓમાં પણ બે દળો હોય એમ જણાય છે. ઉદ્યોગપતિઓ અને વેપારી વર્ગનું બનેલું નરમ દળ અને પક્ષના મોટા ભાગના સામાન્ય સભ્યનું બનેલું ઉદ્દામ દળ. તાજેતરમાં નાઝી પક્ષમાં જોડાયેલા મજૂરેએ ઉદ્દામ દળની સંખ્યામાં વધારો કર્યો છે. હિટલરની ચળવળમાં ક્રાંતિકારી ધગશ પેદા કરનારા લે કે ઉગ્રપણે મૂડીવાદને વિરોધ કરનારાઓ હતા. અને તેમણે પાછળથી ઘણા સમાજવાદીઓ તથા માર્ક્સવાદીઓને પિતાના પક્ષમાં ભેળવી લીધા છે. નાઝી પક્ષના નરમ અને ઉદ્દામ દળ વચ્ચે કોઈ પણ પ્રકારની સમાન ભૂમિકા નથી. એ બંને દળોને એકત્ર રાખવામાં તથા એકબીજા સામે તેમને ઉપયોગ કરીને પિતાનું કામ કાઢી લેવામાં હિટલરની ભારે સફળતા રહેલી છે. પરંતુ સામાન્ય શત્રની હસ્તી હોય ત્યાં સુધી જ એમ થઈ શકે. પણ હવે એ દુશ્મનને ચગદી નાખવામાં આવ્યું છે અથવા પિતાના પક્ષમાં સમાવી દેવામાં આવે છે. એ સ્થિતિમાં નરમ દળ અને ઉદ્દામ દળ વચ્ચે ઘર્ષણ અવશ્ય પેદા થવાનું જ.
એના ભણકારા વાગવા શરૂ થઈ ગયા છે. ઉદ્દામ દળના નાઝીઓની એવી માગણી છે કે, પહેલી ક્રાંતિ સફળતાપૂર્વક પૂરી થઈ છે. એટલે હવે મૂડીવાદીઓ અને જમીનદાર વગેરે સામેની બીજી ક્રાંતિ” શરૂ કરવી જોઈએ. પરંતુ હિટલરે તે એ “બીજી ક્રાંતિ અને નિર્દય રીતે દાબી દેવાની ધમકી આપી છે. આમ તે ચોક્કસપણે મૂડીવાદી નરમ દળ સાથે ભળી ગયું છે. તેના મુખ્ય મુખ્ય ઘણાખરા સાથીઓ હવે મોટા હોદ્દાઓ ઉપર આવી ગયા છે અને હવે તેમને આરામ છે એટલે કશાયે પરિવર્તન માટે તેઓ ઉત્સુક રહ્યા નથી.
હિટલરવાદનું આ ખ્યાન જરા લાંબું થઈ ગયું. પરંતુ નાઝીઓને વિજય તથા તેનાં પરિણામે યુરોપ તેમ જ દુનિયા માટે ભારે મહત્ત્વનાં છે અને એની