________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન કરીને બેજિયમને “યુરેપનું સમરાંગણ” કહેવામાં આવતું હતું. યુરોપની મુખ્ય મુખ્ય મોટી સત્તાઓ યુદ્ધને પ્રસંગે બેલ્જિયમની તટસ્થતા માન્ય કરવાની બાબતમાં સંમત થઈ હતી. પરંતુ આપણે આગળ ઉપર જોઈશું કે જ્યારે ખરેખર યુદ્ધ આવ્યું જ ત્યારે આ સંમતિ અને વચનના ફુરચા ઉડી ગયા.
પરંતુ બાલ્કનના દેશે યુરેપના કે બીજી કોઈ પણ જગ્યાના દેશે કરતાં સૌથી વધારે મુશ્કેલ હતા. પેઢી દર પેઢીથી ચાલતાં આવેલાં વેરભાવ અને સ્પર્ધવાળો અનેક પ્રજાએ તથા જાતિઓનો આ શંભુમેળો આપસ આપસના દ્વેષ તથા ઝઘડાઓથી ભરપૂર છે. ૧૯૧૨ સને ૧૯૧૩ની સાલના બાલ્કન વિગ્રહ ભારે ખૂનખાર હતા અને થોડા જ વખતમાં તથા બહુ નાના પ્રદેશમાં ઘણું જ મોટા પ્રમાણમાં સંહાર થવા પામે. બગેરિયનેએ આશ્રિત ઉપર તથા પાછળ હતા તુર્કો ઉપર ભયંકર અત્યાચાર કર્યા. એ પહેલાંના વરસની તુર્કોની કારકિર્દી પણ બહુ જ ખરાબ હતી. સર્બિયાએ (હાલ તે યુગોસ્લાવિયાને ભાગ છે.) ખૂનને માટે ભારે ખરાબ નામના મેળવી. કહેવાતા દેશભક્તોની “બ્લેક હેન્ડ” નામની ખૂન કરનારાઓની એક ગુપ્ત ટળી ભયંકર પ્રકારનાં કેટલાંયે ખૂનને માટે જવાબદાર હતી. રાજ્યના મોટા મોટા અધિકારીઓ પણ એ ટોળીના સભ્ય હતા. દેશના રાજા એલેકઝાંડર, રાણું ડેગા, રાણીના ભાઈઓ તથા વડા પ્રધાન અને બીજા કેટલાકનાં કમકમાટી ઉપજાવે એવી રીતે ખૂન કરવામાં આવ્યાં. આ તે માત્ર રાજમહેલની ક્રાંતિ હતી અને બીજા એક પુરુષને રાજા બનાવવામાં આવ્યું.
આમ, યુરોપની હવામાં વીજળી અને ગડગડાટ સહિત ૨૦મી સદીનાં પગરણ બેઠાં. અને વરસ પછી વરસ વીતતાં વાતાવરણ વધારે ને વધારે તેફાની થતું ગયું. ગૂંચવણે અને ગોટાળા વધી જવા પામ્યાં અને યુરોપના જીવનમાં દિનપ્રતિદિન વધુ ને વધુ ગાંઠે પડતી ગઈ. છેવટે યુદ્ધ એ ગાંઠોને કાપનાર હતું. યુદ્ધ આવશે એમ બધી જ સત્તાઓ ધારતી હતી અને એને માટે પિતાની સર્વ શક્તિથી તૈયારી કરતી હતી. અને છતાંયે એમાંની કોઈ પણ સત્તા એને માટે આતુર હતી એમ ન કહી શકાય. કેટલેક અંશે બધી સત્તાઓ એનાથી ડરતી હતી કેમ કે એનું પરિણામ શું આવશે એનું કાઈ પણ ચોકકસપણે ભવિષ્ય ભાખી શકે એમ નહતું. અને છતાં એ ભયે જ તેમને યુદ્ધ તરફ ધકેલી. યુરેપ બે પક્ષમાં વહેંચાઈ ગયું હતું એ વિષે હું તને કહી ગયું છું. એને “સત્તાઓની સમતા' કહેવામાં આવતી. એ એવી નાજુક સમતા હતી કે સહેજ પણ ધક્કો એને ઉથલાવી નાખવા માટે પૂરતું હતું. જપાન યુરોપથી બહુ દૂર હતું અને તેના સ્થાનિક પ્રશ્નોમાં તેને ઝાઝો રસ નહતો છતાંયે તે તેના મંત્રીના કરારનું અને તેની સત્તાઓની સમતાનું એક પક્ષકાર હતું. જપાન ઈગ્લેંડનું મિત્ર હતું. ઇંગ્લંડના પૂર્વના દેશનાં અને ખાસ કરીને હિંદનાં