________________
૧૪૨૬
જગતના ઇતિહાસનું રેખાદર્શન કારમાં નાયબ વિદેશમંત્રી હતા અને હવે તે લઈ પિન્સનબી થય છે.) ૧૯૨૭ની સાલમાં આમની સભામાં જણાવ્યું હતું કે, “આપણે નીતિની મેટી મોટી બડાશે હાંકતા હોઈએ ત્યારે દુનિયાના દરેક દેશની વિદેશકચેરી તથા મંત્રીમંડળમાં બનાવટી દસ્તાવેજો કરવાનું તથા ચોરી, જૂઠ, લાંચરુશવત અને ભ્રષ્ટાચાર વગેરે મેજૂદ હોય છે એ હકીકત આપણે ખ્યાલમાં રાખવી જોઈએ. હું કહું છું કે, પરદેશમાંના આપણું પ્રતિનિધિઓ તે તે દેશનાં સરકારી દફતરની ગુપ્ત બાતમીઓ ન મેળવે તે માન્ય કરવામાં આવેલા આપણા નૈતિક ધોરણ અનુસાર પિતાના કર્તવ્યનું પાલન કરવામાં તેઓ બેદરકાર રહ્યા છે એમ ગણાય છે.”
આ જાસૂસી ખાતાંઓ છૂપી રીતે કાર્ય કરે છે એટલે તેમના ઉપર નિયંત્રણ રાખવાનું મુશ્કેલ હોય છે. પિતાપિતાના દેશની વિદેશનીતિ ઉપર તેમને ભારે પ્રભાવ હેય છે. તેઓ બહુ વ્યાપક અને બળવાન સંસ્થાઓ હોય છે. ઘણું કરીને બ્રિટિશ છૂપી પોલીસ આજે સૌથી પ્રબળ છે અને તેણે પિતાની જાળ ઘણા જ વિશાળ ક્ષેત્રમાં બિછાવી છે. એક મશહૂર બ્રિટિશ જાસૂસ રશિયામાં એક મેટ સેવિયેટ અમલદાર થયાને દાખેલે મેજૂદ છે! બ્રિટિશ પ્રધાનમંડળને એક પ્રધાન સર સેમ્યુઅલ હેર મહાયુદ્ધ દરમ્યાન રશિયાના બ્રિટિશ જાસૂસી ખાતાને વડે હતે. તેણે તાજેતરમાં કંઈક મરીપૂર્વક જાહેર રીતે જણાવ્યું હતું કે, બાતમી મેળવવાની તેની પદ્ધતિ એટલી બધી સારી હતી કે રાસપુટિનનું ખૂન થયાની ખબર બીજાઓના કરતાં તેને ઘણી વહેલી મળી હતી.
- દુનિયા સંતુષ્ટ દેશે અને અસંતુષ્ટ દેશે, આધિપત્ય ભોગવતા દેશે અને પરાધીન દેશે, ચાલુ સ્થિતિ કાયમ રાખવા માગતા દેશે અને તેમાં ફેરફાર ચાહનારા દેશે એવા બે ભાગોમાં વહેંચાયેલી હતી એ વસ્તુ શસ્ત્રસરંજામ પરિષદ સામે ખરી મુશ્કેલી હતી. આધિપત્ય ભોગવનારા અને દાબી રાખવામાં આવેલા વર્ગો વચ્ચે જેમ સ્થિરતા નથી સંભવી શકતી તે જ પ્રમાણે ઉપર જણાવ્યા પ્રમાણેના બે પ્રકારના દેશો વચ્ચે કદી પણ સમતાભરી સ્થિતિ સંભવી શકે નહિ. પ્રજાસંધ આધિપત્ય ભેગવતા દેશનું પ્રતિનિધિત્વ ધરાવે છે એટલે તે ચાલુ સ્થિતિ જેમની તેમ ટકાવી રાખવા માગે છે. સલામતીના કરારો કરવા તેમ જ “હુમલાખોર” રાષ્ટ્રની વ્યાખ્યા કરવાના પ્રયત્નોને ઉદ્દેશ એક જ હોય છે અને તે એ કે ચાલુ સ્થિતિ ટકાવી રાખવી. ગમે તે થાય તે જે રાષ્ટ્રના પ્રજાસંઘ ઉપર કાબૂ છે તેમાંના કોઈ પણ રાષ્ટ્રને તે “હુમલાખેર' તરીકે વખોડી કાઢે એ લેશ પણ સંભવ જણાતું નથી. અનેક યુક્તિપ્રયુક્તિ કરીને સામા પક્ષને “હુમલાખોર” તરીકે જાહેર કરવાને તે હમેશાં પ્રયાસ કરશે.