________________
શસ્ત્રસંન્યાસ
૧૪૨૭ શાંતિવાદીઓ અને યુદ્ધ અટકાવવા ઈચ્છતા બીજાઓ આ સલામતીના કરાને આવકારે છે અને એમ કરીને એક રીતે તેઓ આજની અન્યાયી ચાલુ સ્થિતિને ટકાવી રાખવામાં મદદ કરે છે. યુરોપની બાબતમાં એ વાત સાચી હોય તે એશિયા અને આફ્રિકાની બાબતમાં તે તે વિશેષે કરીને સાચી છે કેમ કે ત્યાં તે સામ્રાજ્યવાદી સત્તાઓએ મોટા મોટા પ્રદેશે કબજે કર્યા છે. આમ એશિયા અને આફ્રિકામાં ચાલુ સ્થિતિ ટકાવી રાખવાને અર્થ એ થાય કે ત્યાં આગળનું સામ્રાજ્યવાદી શોષણ ચાલુ રાખવું.
ચાલુ સ્થિતિ ટકાવી રાખવાને અંગે યુરોપમાં જે સમજૂતીઓ અને કરાર થયા છે તેમાંથી યુનાઈટેડ સ્ટેટ્સ હજી સુધી અળગું રહ્યું છે.
શસ્ત્રસંન્યાસને અંગેના સર્વ પ્રયત્ન નિષ્ફળ નીવડ્યા એ વરતુએ આંતરરાષ્ટ્રીય રાજકારણની અવાસ્તવિકતા અને પિકળતા જેટલી પુરવાર કરી છે તેટલી બીજી કોઈ પણ વસ્તુએ પુરવાર કરી નથી. દરેક જણ શાંતિની વાતો કરે છે અને સાથે સાથે યુદ્ધની તૈયારી કરે છે. કેલેગ–બિયાં કરાર યુદ્ધને બેકાયદા ધરાવે છે પણ આજે એ કરારને કોણ યાદ કરે છે અથવા તેની કેણ પરવા કરે છે ? - નેંધઃ શસ્ત્રસંન્યાસ પરિષદ આગળ જર્મનીએ રજૂ કરેલી દરખાસ્ત ફેંકી દેવામાં આવી અને ૧૯૩૩ના કટોબર માસમાં તે શસ્ત્રસંન્યાસ પરિષદમાંથી નીકળી ગયું તથા પ્રજાસંધમાંથી પણ તેણે રાજીનામું આપ્યું. ત્યારથી તે પ્રજાસંધની બહાર જ રહ્યું છે. મંચૂરિયાના પ્રશ્નને અંગે જાપાન પણ પ્રજાસંધમાંથી નીકળી ગયું. વળી એબિસીનિયા ઉપરની તેની ચડાઈ પરત્વે પ્રજાસંઘે તેના પ્રત્યે અખત્યાર કરેલા વલણને કારણે ઈટાલી પણ તેમાંથી નીકળી ગયું. આમ દુનિયાની ત્રણ મોટી સત્તાઓ પ્રજાસંઘમાંથી નીકળી ગઈ આ સંજોગોમાં પ્રજાસંઘના આશરા હેઠળ કઈ પણ પ્રકારના આંતરરાષ્ટ્રીય નિર્ણય કરવાનું લગભગ અશક્ય બની ગયું છે. ખરેખર શસ્ત્રસંન્યાસ પરિષદ પછી તરત જ બધાયે દેશેએ બહુ મોટા પ્રમાણમાં શસ્ત્રસજજ થવા માંડયું છે. જર્મનીએ પ્રચંડ સૈન્ય તથા હવાઈદળ ઊભું કરવાની શરૂઆત કરી છે અને ઇગ્લેંડ, ફ્રાન્સ, યુનાઇટેડ સ્ટેટ્સ તથા બીજા દેશોએ વધારાની શસ્ત્રસામગ્રી માટે મોટી મોટી રકમ મંજૂર કરી છે.