________________
શસ્ત્રસંન્યાસ
૧૪૨૫ અને તેમને રોજગાર બંધ પડી જાય. એથી કરીને, તેમની દૃષ્ટિએ જે મહાન આપત્તિ ગણાય તે ટાળવાને તેઓ શક્ય એટલે બધે પ્રયત્ન કરે છે. અરે, તેઓ એથી પણ આગળ જાય છે. શસ્ત્ર ઉત્પન્ન કરનારી ખાનગી પેઢીઓની તપાસ કરવાના ખાસ આશયથી પ્રજાસંઘે નીમેલું એક કમિશન એવા અનુમાન ઉપર આવ્યું હતું કે, શસ્ત્રો ઉત્પન્ન કરનારી એ ખાનગી પેઢીઓ લડાઈની ધાસ્તી પેદા કરવામાં અને પોતપોતાના દેશની સરકારને લડાયક નીતિ અખત્યાર કરવાનું સમજાવવામાં સક્રિય રીતે કાર્ય કરી રહી છે. એ તપાસમાં એવું પણ માલૂમ પડયું હતું કે, બીજા દેશને શસ્ત્રસરંજામને અંગે વધારે ખરચ કરવાને પ્રેરવાને માટે એ પેઢીઓ જુદા જુદા દેશના લશ્કરી તથા નકાખાતાના ખરચની ખોટી વાતે સુધ્ધાં ફેલાવે છે. તેઓ એક દેશ સામે બીજા દેશના કાન ભંભેરતી અને એ રીતે તેમની વચ્ચે શસ્ત્રસરંજામ વધારવાની હરીફાઈ કરાવતી. તેઓ સરકારી અમલદારોને લાંચ આપતી તથા લેકમત ઉપર અસર પહોંચાડવાને ખાતર છાપાંઓ પણ ખરીદી લેતી. અને પછી શસ્ત્ર તથા બીજા યુદ્ધસરંજામની કિંમત વધારવાને માટે પિતાનાં આંતરરાષ્ટ્રીય ટ્રસ્ટ તથા ઈજારાઓ ઊભા કરતી. પ્રજાસંઘે નીમેલા કમિશને સૂચવ્યું કે આમ ખાનગી પેઢીઓ દ્વારા કરવામાં આવતું શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરાવવું જોઈએ. શસ્ત્રસંન્યાસ પરિષદમાં એ વસ્તુ પણ સૂચવવામાં આવી હતી પરંતુ એ બાબતમાં પણ બ્રિટિશ સરકારે જ પ્રબળ વિરોધ કર્યો.
જુદા જુદા દેશોની શસ્ત્ર ઉત્પન્ન કરનારી આ બધી પેઢીઓ એક બીજી સાથે નિકટપણે સંકળાયેલી છે. રાષ્ટ્રપ્રેમને તે વટાવી ખાય છે અને લેકની જિંદગી સાથે રમત રમે છે. અને આમ છતાંયે તેમનું કાર્યક્ષેત્ર આંતરરાષ્ટ્રીય હોય છે– તેમને “ગુપ્ત આંતરરાષ્ટ્રીય સંધ” કહેવામાં આવે છે. આથી તેઓ શસ્ત્રસંન્યાસને પ્રબળપણે વિરોધ કરે એ સ્વાભાવિક છે. અને એ બાબતમાં સમજૂતી થતી અટકાવવા માટે તેમણે આકાશપાતાળ એક ર્યા. તેમના આડતિયાઓ ઉચ્ચ કક્ષાના મુત્સદ્દીઓનાં તથા રાજદ્વારી પુરુષનાં મંડળોમાં ફરતા રહે છે. આ કાળાંધળાં કરનારા લેકે જીનીવામાં પણ હાજર હતા અને પડદા પાછળ રહીને તેઓ દેરીસંચાર કરી રહ્યા હતા.
સામાન્ય રીતે, જુદી જુદી સરકારનાં છૂપી પોલીસ ખાતાંઓ અથવા જાસૂસી ખાતાંઓ પણ આ “ગુપ્ત આંતરરાષ્ટ્રીય સંધ'ના નિકટના સંબંધમાં હોય છે. બીજા દેશની છૂપી બાતમી મેળવવા માટે દરેક સરકાર પોતાના જાસૂસી દૂતે રોકે છે. કેટલીક વાર એ જાસૂસે પકડાઈ જાય છે. એ પ્રસંગે તેની સરકાર તત્કાળ જાહેર કરે છે કે તે તેમના માણસો નથી. એ જાસૂસી ખાતાના સંબંધમાં આર્થર પિન્સનબીએ (ડાં વરસ પહેલાં તે બ્રિટિશ સર