________________
૧૧૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન મોકલશે. રાજકીય દૃષ્ટિએ જાગ્રત સમગ્ર હિંદ એથી ક્રોધે ભરાયું અને તેણે એ જાહેરાતને એક અવાજે વખોડી કાઢી. સ્વ-શાસન માટેની તેની લાયકાતની વખતોવખત તપાસ કરવામાં આવે એની સામે મહાસભાને વાંધો હતો. કેમ કે એવા પ્રકારની તપાસ સામે તેને ભારે અણગમે હતે. આ દેશને બની શકે એટલા લાંબા વખત સુધી પિતાના કબજામાં રાખી મૂકવાની પિતાની ઈચ્છા ઉપર ઢાંકપિછોડે કરવાને માટે જ અંગ્રેજો “સ્વશાસન” અથવા “સ્વરાજ' શબ્દને ઉપયોગ કરતા હતા. મહાયુદ્ધ દરમ્યાન મિત્રરાએ જેનાં ભારે બણગાં ફૂક્યાં હતાં તે આત્મનિર્ણયને અધિકાર મહાસભા લાંબા વખતથી માગતી આવી હતી. હિંદ પાસે પિતાનું ધાર્યું કરાવવાનું કે તેના ભાવિના છેવટના લવાદ બનવાના બ્રિટિશ પાર્લામેન્ટના હકનો મહાસભા સાફ સાફ ઈન્કાર કરતી હતી. આ મુદ્દાઓ ઉપર મહાસભાએ પાર્લમેન્ટના નવા કમિશનને વિષેધ કર્યો. વિનીતે એ બીજા કારણોથી, ખાસ કરીને એ કમિશનમાં કોઈ હિંદી સભ્ય નહોતે તે માટે, તેને વિરોધ કર્યો. એ કેવળ અંગ્રેજ સભ્યનું બનેલું કમિશન હતું. જોકે એની સામેના વિરોધનાં કારણે જુદાં જુદાં હતાં પરંતુ નરમમાં નરમ વલણના વિનીતે સહિત લગભગ હિંદના બધા પક્ષેએ એક અવાજે એને વખોડી કાઢવું તથા તેને બહિષ્કાર કરવામાં સૌ એકત્ર થયા.
એ અરસામાં, ૧૯૨૭ની સાલના ડિસેમ્બરમાં મદ્રાસમાં મહાસભાનું અધિવેશન મળ્યું અને તેમાં એ ઠરાવ કરવામાં આવ્યો કે હિંદની રાષ્ટ્રીય સ્વતંત્રતા એ તેનું અંતિમ ધ્યેય છે. પોતાનું અંતિમ ધ્યેય સ્વતંત્રતા છે એવું મહાસભાએ મદ્રાસની બેઠકમાં પહેલી જ વાર જાહેર કર્યું. બે વરસ પછી લાહોરની બેઠકમાં સ્વતંત્રતા એ નિશ્ચિતપણે રાષ્ટ્રીય મહાસભાની મૂળભૂત નીતિ બની ગઈ. મદ્રાસની બેઠકે સર્વપક્ષ પરિષદને પણ જન્મ આપ્યો. તેની કારકિર્દી ટૂંકી પણ સક્રિય હતી.
૧૯૨૮ની સાલમાં બ્રિટિશ કમિશન હિંદુંમાં આવ્યું. હું આગળ કહી ગયો છું તેમ સામાન્ય રીતે એને દેશભરમાં બહિષ્કાર કરવામાં આવ્યું અને તે જ્યાં જ્યાં ગયું ત્યાં ત્યાં તેની સામે પ્રચંડ દેખાવો કરવામાં આવ્યા. એના પ્રમુખના નામ ઉપરથી એ સાઈમન કમિશન તરીકે ઓળખાતું હતું અને
સાઈમન પાછો જા”ને પોકાર આખા હિંદુસ્તાનમાં સુપરિચિત થઈ ગયે. તેની સામે દેખાવ કરનારાઓ ઉપર અનેક પ્રસંગે પોલીસે લાઠી ચલાવી; લાહેરમાં લાલા લાજપતરાય જેવા પુરુષને પણ પોલીસે એ માર માર્યો હતે. એ પછી થોડા માસ બાદ લાલાજી મરણ પામ્યા. દાક્તરનું એવું માનવું હતું કે ઘણું કરીને પોલીસના મારે તેમના જીવનને જલદી અંત આણ્યે. આ બધાને કારણે સ્વાભાવિક રીતે જ દેશમાં ભારે ઉશ્કેરણું અને ક્રોધની લાગણી ફેલાવા પામી.