________________
પૅલેસ્ટાઈન અને ટ્રાન્સ-જાડન
૧૧૯૭
છત્રછાયા નીચે ફાલતાફૂલતા નવા પ્રકારના સ્વાતંત્ર્યનું નાના પાયા ઉપર એ એક ખીજાં દૃષ્ટાંત છે. આ સધિ તેમ જ ત્યાં પ્રવર્તતી પરિસ્થિતિ પ્રત્યે ત્યાંના મુસલમાન તથા ખ્રિસ્તીઓ અતિશય કડવાશથી પોતાને રોષ દર્શાવે છે. સધિ વિરોધી ચળવળને દાખી દેવામાં આવી એટલું જ નહિ પણ તેને ટેકા આપનારાં છાપાંઓ સામે પણ મનાઈ હુકમા કાઢવામાં આવ્યા તથા હું ઉપર કહી ગયા છું તે પ્રમાણે તેના આગેવાનને દેશપાર કરવામાં આવ્યા. એથી કરીને ત્યાં આગળ વિરાધની લાગણી વધી ગઈ અને એક રાષ્ટ્રીય પરિષદની બેઠક મળી, એ પરિષદે એક રાષ્ટ્રીય કરાર ' પસાર કર્યાં અને અંગ્રેજો સાથે થયેલી સંધિને વખોડી કાઢી. નવી ચૂંટણી માટે મતદારોનું પત્રક બનાવવામાં આવ્યું ત્યારે પ્રજાના ઘણા મેટા ભાગે તેને બહિષ્કાર કર્યાં. પરંતુ અબ્દુલ્લા અને અંગ્રેજોએ મળીને સધિ મંજૂર રાખવાનો દેખાવ કરવાને માટે ગમે તેમ કરીને પોતાના ઘેાડાક ટેકાદારા શોધી કાઢ્યા.
C
ܙ
૧૯૨૯ની સાલમાં પૅલેસ્ટાઈનમાં મુસીબત ઊભી થવા પામી ત્યારે ટ્રાન્સજાનમાં અંગ્રેજો અને બાલ્ફ જાહેરાત સામે પ્રચંડ દેખાવા થયા.
જુદા જુદા દેશમાં બનેલા બનાવા વિષે હું તને લંબાણથી લખતા જા પરંતુ એમાં એકની એક જ વસ્તુનું પુનરાવર્તન થતું લાગે છે. આપણે પોતપોતાના દેશમાં એમ માનવાને પ્રેરાઈએ છીએ કે પ્રત્યેક રાષ્ટ્રના વિશિષ્ટ પ્રશ્નોના અલગ અલગ વિચાર કરવા જોઇ એ. પરંતુ જગદ્રવ્યાપી બળા, પૂના બધાયે દેશોમાં જાગ્રત થતી જતી રાષ્ટ્રીયતાની ભાવના તથા તેને સામને કરવા માટે સામ્રાજ્ય તરફથી અજમાવવામાં આવતી તેની તે રીતા વગેરે પ્રશ્નોના વિચાર કરવા એ એના કરતાં વિશેષ જરૂરી છે. એ વસ્તુ તું બરાબર સમજે એટલા માટે હું પુનરાવર્તન કરું છું. રાષ્ટ્રવાદનો વિકાસ થાય છે તથા તે આગળ વધે છે ત્યારે સામ્રાજ્યવાદી રીતમાં સહેજ ફેરફાર થવા પામે છે. ઉપર ઉપરથી લેકાને રીઝવવાના પ્રયાસ કરવામાં આવે છે તેમ જ બહારના દેખાવ પૂરતુ નમતું આપવાના ડેળ પણ કરવામાં આવે છે. દરમ્યાન, ભિન્ન ભિન્ન દેશોમાં આ રાષ્ટ્રીય લડતની પ્રગતિ થતી જાય છે તેમ તેમ તે દરેક દેશમાં સામાજિક લડત અથવા જુદા જુદા વગે‡ વચ્ચેના કલહુ વધારે સ્પષ્ટ થતા જાય છે અને ડ્યૂડલ તથા કેટલેક અંશે સોંપત્તિ ધરાવનારા વર્ગી સામ્રાજ્યવાદી સત્તાના પક્ષમાં વધુ ને વધુ ભળતા જાય છે.
નોંધ (આકટોબર ૧૯૩૮) :
પૅલેસ્ટાઈનમાં આરબ રાષ્ટ્રવાદી, યહૂદી ઝિયેનિઝમ અને બ્રિટિશ સામ્રાજ્યવાદ એ ત્રણ વચ્ચેના ઝઘડા ચાલુ રહ્યો છે અને તે દિનપ્રતિદિન વધુ ને વધુ ઉગ્ર થતે ગયા છે. જર્મનીમાં નાઝીઓને વિજય થવાથી મધ્ય યુરોપમાંથી સંખ્યાબંધ યહૂદીઓને હાંકી કાઢવામાં આવ્યા અને એને પરિણામે