________________
૧૦૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન એ સરકાર સાથે સહકાર કરવાની ઈચ્છા રાખનારાઓ પ્રત્યે તેણે કડક વલણ અખત્યાર કર્યું; એ તે ક્રાંતિને દગે દેવાની વાત હતી. એને માટેની યોગ્ય ઘડી આવે તે પહેલાં એકદમ આગળ ધસીને એ સરકારને ઉથલાવી પાડવા માગનારાઓ તરફ પણ તેણે એટલું જ કડક વલણ અખત્યાર કર્યું. તેણે કહ્યું કે, “કાર્ય કરવાની ઘડીએ જે લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હોય, તેનાથી તલમાત્ર પણ આગળ વધવાને વિચાર કરવાને સમય નથી. એને હું મેટામાં મોટો ગુને ગણું છું; એ અવ્યવસ્થા છે, અંધેર છે.”
આમ, અનિવાર્ય નિયતિના કઈક સાધનની પેઠે, ધગધગતા અગ્નિને પિતાના અંતરમાં સમાવતા આ બરફને ગળો સ્વસ્થતાપૂર્વક પણ અટળતાથી પિતે નક્કી કરેલા ધ્યેય તરફ આગળ વધ્યે.
૧૫૧. બોલ્સેવિકે સત્તા હાથ કરે છે
૯ એપ્રિલ, ૧૯૩૩ ક્રાંતિકાળમાં ઈતિહાસ કૂદકે ને ભૂસકે આગળ વધતું જણાય છે. બહાર ઝડપી ફેરફાર થાય છે પરંતુ જનતાના માનસમાં તે એથીયે ભારે ફેરફાર થવા પામે છે. તે ચેપડીમાંથી ઝાઝું શીખતી નથી, કેમ કે પુસ્તકિયા શિક્ષણ મેળવવાની તેમને ઝાઝી તક મળતી હોતી નથી. વળી પુસ્તકે ઘણી વાર વસ્તુ વ્યક્ત કરવા કરતાં છુપાવે છે વધારે. અનુભવની કંઈક વસમી પણ વધારે સાચી શાળામાં તે શિક્ષણ પામે છે. ક્રાંતિકાળમાં સત્તા માટેની જીવનમરણની લડત દરમ્યાન લેકોના ખરેખર હેતુઓને છુપાવી રાખનારે બુરખો દૂર થાય છે અને જેના પાયા ઉપર સમાજનું ચણતર થયું હોય તે એ હેતુઓની પાછળ રહેલી સાચી વસ્તુ જોઈ શકાય છે. આમ, ૧૯૧૭ના આ મહત્ત્વપૂર્ણ વર્ષ દરમ્યાન રશિયામાં, આમજનતા, અને ખાસ કરીને શહેરેમાંના ઔદ્યોગિક મજૂરે –- જેઓ ક્રાંતિના કેન્દ્ર સ્થાને હતા – ઘટનાઓ દ્વારા પિતાના પાઠ ભણ્યા અને લગભગ રોજબરોજ બદલાતા રહ્યા. - ત્યાં આગળ કથાયે સ્થિરતા કે સમતા નહોતાં. જવને સક્રિય અને બદલાતું રહેતું હતું તથા લેકે અને વર્ગો ભિન્ન દિશાઓમાં નિરંતર ખેંચાખેંચ કર્યા જ કરતા હતા. હજી પણ ઝારશાહી પુનઃસ્થાપિત કરવાની આશા સેવનારા અને તેને માટે કાવતરાં કરનારા લેકે ત્યાં પડયા હતા. પરંતુ તેઓ કઈ મહત્ત્વને વર્ગ રજૂ કરતા નહતા એટલે આપણે તેમને છેડી દઈ શકીએ. કામચલાઉ સરકાર તથા સોવિયેટ વચ્ચે મુખ્ય ઝઘડે પેદા થયે. આમ છતાંયે સેવિયેટમાં મેટા ભાગના લેકે સરકાર સાથે સહકાર અને બાંધછોડ કરવાના મતના હતા.