________________
એટશેવિકા સત્તા હાથ કરે છે
૧૦૩૧
સરકાર તથા રાજ્યસત્તાની જવાબદારી પોતાના ઉપર આવી પડે તેનાથી ડરનારા લોકેા બાંધછોડ કરવા માટે ઉત્સુક હતા. “ સરકારનું સ્થાન કાણુ લેશે? અમે? પણ અમારા હાથેા તે ધ્રૂજે છે. ” સેવિયેટમાં ભાષણ કરનાર એક સભ્યે આમ કહ્યુ. હિંદમાં પણ આપણે ધ્રૂજતા હાથેાવાળા અને ભયથી કાંપતા લેાકાને ઘણી વાર આવી જ વાતો કરતા સાંભળીએ છીએ. પરંતુ, મજબૂત હાથના અને કઠણ કાળજાના પુરુષો તેમના સમા આવે ત્યારે પાછી
પાની કરતા નથી.
અને બાજુના બાંધછેાડ કરવાની વૃત્તિવાળા લેકે તે ટાળવાના ભારે પ્રયાસા કર્યાં પરંતુ કામચલાઉ સરકાર અને સેવિયેટ વચ્ચે ઝધડે અનિવાય હતા. સરકાર યુદ્ધ ચાલુ રાખીને મિત્રરાજ્યાને તેમ જ તેમની મિલકતનું ખની શકે એટલું રક્ષણ કરીને રશિયાના મિલકતવાળાને રાજી રાખવા માગતી હતી. સેવિયેટ આમજનતા સાથે વધારે સંપર્ક માં હાવાથી તે તેની સુલેહ માટેની તથા ખેડૂતોની જમીન માટેની માગણી કળી ગયું. વળી આઠ કલાકના કામના દિવસ જેવી મજૂરોની માગણીઓ પણ તે પામી ગયું. આમ સેવિયેટે સરકારને નિષ્ક્રિય કરી મૂકી અને ખુદ સેવિયેટને જનતાએ નિષ્ક્રિય કરી મૂકયુ કેમ કે જનતા જુદા જુદા પક્ષા અને તેમના આગેવાને કરતાં ઘણી વધારે ક્રાંતિકારી હતી.
સરકારને સેવિયેટને વધારે અનુરૂપ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા અને કૅરૅન્સ્કી નામના એક ઉદ્દામ વકીલ અને પ્રતિભાશાળી વક્તા સરકારના આગેવાન સભ્ય બન્યા. સર્વાં પક્ષી સરકાર સ્થાપવામાં તે સફળ થયા અને સેવિયેટની મેન્શેવિક બહુમતીએ તેમાં કેટલાક પ્રતિનિધિએ મોકલ્યા. જર્મીની સામે હુમલા શરૂ કરીને તેણે ઈંગ્લંડ તથા ફ્રાંસને ખુશ કરવાના પણ ભારે પ્રયત્ન કર્યાં. પરંતુ એ હુમલા નિષ્ફળ નીવડ્યો કેમ કે લશ્કર તેમજ પ્રજાને યુદ્ધમાં કરાયે ઉત્સાહ નરે તે.
દરમ્યાન, પેટ્ટેગ્રાડમાં અખિલ રશિયાની કૉંગ્રેસનાં અધિવેશના ભરાઈ રહ્યાં હતાં. અને પછીની દરેક કૉંગ્રેસ તેની પહેલાંની કોંગ્રેસના કરતાં વધારે ઉદ્દામ બનતી જતી હતી. એમાં એલ્શેવિક સભ્યા વધુ ને વધુ સંખ્યામાં ચૂંટાઈ આવતા હતા અને મેન્શેવિકા અને · સેાશ્યલ રેવેાલ્યુશનરી ' એટલે કે સામાજિક ક્રાંતિકારી પક્ષ (એ ખેડૂતોને પક્ષ હતેા) એ બે મેટા પક્ષાની બહુમતી ઓછી થઈ ગઈ. શેવિંકેાની લાગવગ ખાસ કરીને પેટ્રોગ્રાડના મજૂરવર્ગ માં વધવા પામી. દેશભરમાં ઠેર ઠેર સેવિયેટ સ્થાપવામાં આવ્યાં અને સરકારના હુકમો ઉપર સેવિયેટને પણ સહી સિક્કો હાય તે સિવાય તે તેમને અમલ કરતાં નહિ. રશિયામાં બળવાન મધ્યમવર્ગ નહાતા એ કામચલાઉ સરકારની નબળાઈનું એક કારણ હતું.