________________
જગતના ઇતિહાસનુ· રેખાદર્શન
પાટનગરમાં સત્તા માટે ખેંચતાણ ચાલી રહી હતી ત્યારે ખેડૂતા કાયદાને ખીસામાં મૂકીને વવા લાગ્યા. આગળ હું તને કહી ગયા છું તેમ આ ખેડૂત માર્ચની ક્રાંતિને વિષે ઝાઝો ઉત્સાહ ધરાવતા નહાતા. તે તેની વિરુદ્ધ પણ નહેાતા. થાભી જઈ તે તેમણે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યાં કર્યું. પરંતુ, પેાતાની મિલકત જપ્ત કરવામાં આવશે એ ડરના માર્યાં પુષ્કળ જમીન ધરાવનારા જમીનદારાએ તેના નાના હિસ્સા પાડી નાખ્યા અને ખાટા માલિકા ઊભા કરીને પોતાને માટે સાચવી રાખવાને અર્થે તે તેમને આપી. તેમની ઘણી મિલકત તેમણે વિદેશીઓના નામ ઉપર પણ કરી આપી. આ રીતે તેમણે પોતાની જમીન સાચવી રાખવાના પ્રયાસ કર્યાં. ખેડૂતોને આ બિલકુલ ગમ્યું નહિ. કાયદો કરીને જમીનનાં બધાં વેચાણા બંધ કરી દેવાની તેમણે સરકાર પાસે માગણી કરી. સરકાર ચુપચુ સ્થિતિમાં હતી; તે શું કરી શકે એમ હતું ? એમાંથી એક પક્ષને તે નારાજ કરવા ચહાતી નહોતી. પછી તે ખેડૂતોએ પોતે જ પગલાં લેવા માંડ્યાં. છેક એપ્રિલ માસમાં પણ કેટલાક ખેડૂતોએ તેમના જમીનદારોની ધરપકડ કરી, તેમની જમીનજાગીરને કબજો લીધે અને તેને આપસમાં વહેંચી નાખી. યુદ્ધના મારચા ઉપરથી પાછા ફરેલા સૈનિકાએ (અલબત, એ બધા ખેડૂતો જ હતા) એમાં આગળ પડતો ભાગ લીધા. આ હિલચાલ ફેલાવા પામી અને આખરે તે બહેાળા પ્રમાણમાં જમીનને કબજો લેવામાં આવ્યા. જૂન માસ સુધીમાં સાઇએરિયાનાં · સ્ટેપેઝ 'માં પણ એની અસર થઈ. સાઇબેરિયામાં મોટા જમીનદારો નહાતા એટલે ખેડૂતોએ ચર્ચ તથા મઠાની જમીનને કબજો લીધા.
૧૦૩૧
મેટી મેાટી જમીનજાગીરો જપ્ત કરવાનું પગલું ભરવાની પહેલ ખેડૂતોએ જ કેવળ પેાતાની આપસૂઝથી કરી હતી અને તે પણ ખેલ્શેવિક ક્રાંતિ થઈ તે પહેલાં ધણા માસ ઉપર એ એક ધ્યાનમાં લેવા જેવી ખીના છે. લેનિન તત્કાળ પણ વ્યવસ્થિત રીતે જમીન ખેડૂતોને વહેંચી આપવાની તરફેણમાં હતા. તે અવ્યવસ્થિત અને અધકચરી રીતે જમીનનો કબજો લેવાની વિરુદ્ધ હતા. આમ, પાછળથી જ્યારે એલ્શેવિકા સત્તા ઉપર આવ્યા ત્યારે જમીનની માલકી ધરાવનારા ખેડૂતોવાળુ રશિયા તેમના જોવામાં આવ્યું.
લેનિનના આગમન પછી બરાબર એક મહિના બાદ ખીજો એક આગેવાન દેશવટામાંથી પેટ્રોગ્રાડ પાળે કર્યાં. એ ટોટસ્કી હતા. તે ન્યૂ યોર્કથી આભ્યા હતા અને રશિયા આવતાં માર્ગોમાં બ્રિટિશાએ તેને રોકી રાખ્યા હતો. ટ્રોવ્સ્કી જૂન એક્શેવિક નહાતા તેમ જ હવે તે મેન્શેવિક પણ રહ્યો નહોતો. પરંતુ થે!ડા જ વખતમાં તે લેનિનના પક્ષમાં ભળી ગયા અને પેટ્રાત્રાડ સેવિયેટમાં તેણે આગળ પડતું સ્થાન લીધું, તે મહાન વક્તા અને સુંદર લેખક હતા. . વીજળીની બૅટરીની પેઠે તે શક્તિથી ભરેલા હતા. લેનિનના પક્ષને તે ભારે