________________
૧૨૫૬
જગતના ઇતિહાસનું રેખાદર્શન અને ખાસ કરીને તેઓ તે દેશમાં આવીને વસતા હતા તે સામે એ ત્રણેને એક સરખે અગમે હતે. એસ્ટ્રેલિયાને એ વિષે ખાસ ભય રહે છે કેમ કે, તેની પાસે અણવસાયેલ વિશાળ પ્રદેશ હજી પડે છે, અને જાપાન તેનાથી બહુ દૂર નથી. વળી ત્યાં આગળ કીડીદર વસતી છે. એ બે સંસ્થાને તથા અમેરિકાને ઈંગ્લંડની જાપાન સાથેની મૈત્રી પસંદ પડી નહોતી. ઈંગ્લેંડ અમેરિકાને ખુશ કરવા ચહાતું હતું કેમ કે શરાફ તરીકે અને બીજી રીતે પણ અમેરિકાનું દુનિયા ઉપર પ્રભુત્વ હતું. વળી, બની શકે તેટલા લાંબા વખત સુધી તેને પિતાનું સામ્રાજ્ય પણું ટકાવી રાખવું હતું. આથી ૧૯૨૨ની વોશિંગ્ટન પરિષદમાં ઈગ્લડે જાપાન સાથેના પિતાના અક્યને ભેગ આપે. ચીન વિષેના મારા છેલ્લા પત્રમાં મેં તને એ પરિષદ વિષે લખ્યું છે. એ પરિષદમાં જ “ચાર સત્તાઓને કરાર” તથા “નવ સત્તાઓને કરાર’ એ બે સંધિઓ થવા પામી. આ સંધિઓ ચીન અને પ્રશાન્ત મહાસાગરના કાંઠાના સંબંધમાં હતી અને રશિયાનું હિત નિકટપણે તેની સાથે સંકળાયેલું હોવા છતાંયે તેને એ પરિષદમાં આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. જોકે એ સામે તેણે પિતાને વિરોધ પણ વ્યક્ત કર્યો હતે. - આ વૈશિંગ્ટન પરિષદથી ઇંગ્લંડની પૂર્વની નીતિમાં ફેરફાર થવા પામે. મધ્ય પૂર્વના દેશની બાબતમાં તેમ જ જરૂર પડે તે હિંદની બાબતમાં પણ મદદ માટે ઈંગ્લેંડ આજ સુધી જાપાન ઉપર આધાર રાખતું આવ્યું હતું. પરંતુ દૂર પૂર્વના દેશે હવે જગતના વ્યવહારમાં અતિ મહત્ત્વનાં અંગે બનતા જતા હતા. અને ત્યાં આગળ જુદી જુદી સત્તાઓ વચ્ચે હિતની અથડામણ થવા લાગી હતી. ચીનની ચડતી થવા લાગી હતી અથવા કહો કે એવું જણાતું હતું તથા અમેરિકા અને જાપાન વચ્ચે સામસામી દુશ્મનાવટ વધતી જતી હતી. ઘણું લેકે ધારતા હતા કે પ્રશાન્ત મહાસાગર એ બીજા મહાયુદ્ધનું પ્રધાન કેન્દ્ર બની જશે. જાપાન અને અમેરિકાની વચ્ચે ઈંગ્લેંડ જાપાનને પક્ષ છોડીને અમેરિકાને પક્ષે ગયું અથવા તેણે જાપાનને પક્ષ તજી દીધે એમ કહેવું વધારે સાચું ગણાશે. કેઈ પણ રીતે બંધાઈ ગયા વિના બળવાન અને તવંગર અમેરિકા સાથે મિત્રાચારીભર્યો સંબંધ રાખવાની નીતિ ઈગ્લડે ચોક્કસપણે અખત્યાર કરી. જાપાન સાથેનું ઐક્ય તેડ્યા પછી પૂર્વ તરફની ભાવિ લડાઈ માટે ઇગ્લડે તૈયારી કરવા માંડી. અઢળક નાણું ખરચીને તેણે સિંગાપોરમાં જબરદસ્ત પુસ્તાઓ બાંધ્યા અને તેને એક મોટું નૌકા મથક બનાવ્યું. એ સ્થાનેથી ઈંગ્લેંડ હિંદી મહાસાગર તેમ જ પ્રશાન્ત મહાસાગર વચ્ચેની અવરજવર ઉપર અંકુશ રાખી શકે છે. ત્યાંથી એક બાજુએ તે હિંદુસ્તાન અને બ્રહ્મદેશ ઉપર અને બીજી બાજુએ ફ્રેંચ અને ડચ વસાહત ઉપર પિતાનું પ્રભુત્વ જાળવી શકે છે અને સૌથી મહત્વની વસ્તુ તે એ છે કે, જાપાન સામે કે બીજી