SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫૦ સામસામા દાવપેચ કોઈ પણ સત્તાની સામે પ્રશાન્ત મહાસાગરના વિગ્રહમાં તે ત્યાંથી અસરકારક રીતે ભાગ લઈ શકે છે. ૧૯૨૨ની સાલમાં વૈશિંગ્ટનમાં ઈંગ્લેંડ અને જાપાન વચ્ચેનું ઐક્ય તૂટવાથી જાપાન એકલું પડી ગયું. જાપાનને હવે રશિયા તરફ નજર કરવાની ફરજ પડી અને તેણે સોવિયેટ સાથે સારા સંબંધે કેળવવાની શરૂઆત કરી. ત્રણ વરસ પછી, ૧૯૨૫ના જાન્યુઆરી માસમાં જાપાન અને સેવિયેટ રાજ્ય વચ્ચે સંધિ થઈ. મહાયુદ્ધ પછીનાં આરંભનાં વરસ દરમ્યાન વિજ્ય રાષ્ટ્રએ જર્મની તરફ બહિષ્કૃત રાષ્ટ્ર જેવો વર્તાવ દાખવ્યું. એ રાષ્ટ્ર તરફથી સહાનુભૂતિ ન મળવાથી, અને કંઈક અંશે તેમને સહેજસાજ કરાવવાના આશયથી પણ તે સેવિયેટ રશિયા તરફ વળ્યું અને ૧૯૨૦ના એપ્રિલ માસમાં તેની સાથે રેપેલની સંધિ કરી. એની વાટાઘાટે ગુપ્ત રાખવામાં આવી હતી અને સંધિની જાહેરાત કરવામાં આવી ત્યારે મિત્ર રાજ્યની સરકાર ચમકી ઊઠી. બ્રિટિશ સરકાર, ખાસ કરીને એથી વધારે અસ્વસ્થ થઈ, કારણ કે, સોવિયેટ સરકાર પ્રત્યે બ્રિટનના શાસકવર્ગને ભારે અણગમો હતો. જર્મની પ્રત્યે સારો વર્તાવ રાખવામાં ન આવે તેમ જ તેને મનાવી લેવામાં ન આવે તે તે રશિયા સાથે મળી જશે એવી પ્રતીતિ થવાથી જ જર્મની તરફની બ્રિટિશ નીતિમાં ફેરફાર થવા પામ્યો. જર્મનીની હાડમારીઓ પ્રત્યે અંગ્રેજ લોકો હમદર્દી બતાવવા લાગ્યા અને બિનસત્તાવાર રીતે અનેક પ્રકારે તેઓ તેના તરફ મિત્રાચારીભર્યું વલણ દાખવવા લાગ્યા. રૂરને કબજે લેવાના સાહસથી તેઓ અળગા રહ્યા હતા. જર્મની માટે તેમના હૃદયમાં એકાએક પ્રેમ ઊભરાઈ આવ્યું તેથી નહિ પણ જર્મનીને રશિયાથી અળગું રાખવા તેમ જ તેને સોવિયેટ-વિરોધી રાષ્ટ્રના સમૂહમાં રાખવાને માટે તેમણે આ બધું કર્યું હતું. કેટલાંક વરસો સુધી બ્રિટિશ નીતિની એ વસ્તુ કસટી બની રહી સને ૧૯૨૫ની સાલમાં લેકાર્નેમાં તેમને એમાં સફળતા મળી. લેકાર્નેમાં યુપી સત્તાઓની એક પરિષદ મળી અને મહાયુદ્ધ પછી પહેલી જ વાર વિજયી સત્તાઓ અને જર્મની વચ્ચે કેટલાક મુદ્દાઓની બાબતમાં સાચી સમજૂતી થવા પામી. એ મુદ્દાઓને સંધિમાં સમાવેશ કરવામાં આવ્યો. પરંતુ તેમની વચ્ચે સંપૂર્ણ સમજૂતી તે ન જ થવા પામી; યુદ્ધની નુકસાનીની રકમને મહામોટો પ્રશ્ન તેમ જ બીજા પણ કેટલાક પ્રશ્નો હજી એમના એમ જ બાકી રહ્યા હતા. પરંતુ કાર્નેમાં શુભ શરૂઆત થઈ અને પરસ્પર ખાતરીઓ અને બાંયધરી આપવામાં આવી. જર્મનીએ વસઈની સંધિએ ઠરાવ્યા મુજબની ફ્રાંસ સાથેની પશ્ચિમ તરફની પોતાની સરહદ કબૂલ રાખી; સમુદ્ર સુધી પહોંચતી પિલેંડની પટી (પિલિશ કેરિડર) સહિતની પિતાની પૂર્વની સરહદને છેવટની તરીકે સ્વીકારવાની તેણે ના પાડી,
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy