________________
હિંદનાં ગામા, ખેડૂતા અને જમીનદારે
७२५
અનાજની તંગી એ ખરી આફ્ત નહોતી, કેમકે રેલવે દ્વારા દેશના ખીજા સાગામાંથી ખાદ્ય પદાર્થોં આણી શકાય એમ હતું. ખરુ દુ:ખ તો એ હતું કે તે ખરીદવાનાં નાણાં લેકા પાસે નહોતાં. ૧૮૬૧ની સાલમાં ઉત્તર હિંદમાં અને ખાસ કરીને આપણા પ્રાંતમાં ભારે દુકાળ પડયો હતા અને એમ કહેવાય છે કે, દુકાળપીડિત પ્રદેશની સાડાઆઠ ટકા કરતાંયે વધારે વસતીના એને લીધે નાશ થયા હતા. પંદર વરસ બાદ ૧૮૭૬ની સાલમાં ઉત્તર, મધ્ય તેમ જ દક્ષિણ હિંદમાં લાગલાગટ એ વરસ સુધી દુકાળ પડયો. એ વખતે પણ ફરીથી યુક્તપ્રાંતાને તેમ જ મધ્યહિંદ અને પંજાબના અમુક ભાગને સૌથી વધારે નેવું પડયું. એમાં લગભગ એક કરાડ જેટલાં માણસા મરણુ પામ્યાં ! વીસ વરસ પછી ૧૮૯૬ની સાલમાં લગભગ એ જ હતભાગી પ્રદેશમાં હિંદમાં
પહેલાં કદી ન પડેલા એવા ભયંકર ખીજો દુકાળ પડચો. આ ભીષણ આપત્તિએ ઉત્તર તેમ જ મધ્ય હિંદના હાલહવાલ કરી નાખ્યા અને ત્યાંના લોકાને ધૂળ ભેગા કરી દીધા. ૧૯૦૦ની સાલમાં વળી ખીજો એક દુકાળ પડ્યો.
એક નાના સરખા પૅરામાં ૪૦ વરસના ગાળામાં પડેલા ચાર ભાણુ દુકાળાની મેં તને વાત કરી. એ દુકાળાની કારમી કથનીમાં રહેલી ભયંકર યાતના, હાડમારીઓ તથા ભીષણતા હું તને કહી શકું એમ નથી . તેમ જ તને એના પૂરેપૂરો ખ્યાલ આવી શકે એમ નથી. સાચે જ, એ યાતના અને હાડમારીઓના તને પૂરેપૂરો ખ્યાલ આવે એમ હું નથી ચહાતો, કેમકે એના સાચા ખ્યાલ આવતાં ભારે ક્રોધ અને કડવાશ પેદા થવા પામે છે અને તારી આજની ઉમરે તારામાં કડવાશ પેદા થાય એમ હું નથી ચહાતા. યુદ્ધમાં ધાયલ થયેલાઓની સેવા-શુશ્રુષા માટે પહેલવહેલા સુવ્યવસ્થિત પ્રબંધ કરનાર લોરેન્સ નાઈટિ ંગેલ નામની વીર અંગ્રેજ મહિલા વિષે તે સાંભળ્યું જ છે. છેક ૧૮૭૮ની સાલમાં તેણે લખ્યું હતું કે, ‘ પૂર્વના દેશમાં, ના,ના, ઘણું કરીને આખી દુનિયામાં, સૌથી કરુણ અને દુઃખદ દૃશ્ય જો કાઈ હોય તો તે આપણા પૂના સામ્રાજ્યના ખેડૂતનું છે.’ એણે, ‘આપણા કાયદાઓનાં પરિણામેા ’ના ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે, તેમણે ‘ જ્યાં આગળ, જેને દુકાળ કહી શકાય એવી વસ્તુની હસ્તી જ નથી એવા દુનિયાના સૌથી વધારે રસાળ દેશના ઘણા ભાગેામાં પીસી નાખનારી ગરીબાઈ અને કાયમી ભૂખમરો ’પેદા કર્યાં છે.
હા, સાચે જ, આપણા ખેડૂતોની ઊંડી ઊતરી ગયેલી, આશાશૂન્ય અને ધવાયેલી હેાય એવી લાગતી આંખાના કરતાં વધારે કરુણ અને દુઃખદ દૃશ્ય ખીજું ભાગ્યે જ હશે. આપણા ખેડૂતવર્ગ આ બધાં વરસા દરમ્યાન ફ્રુટલે ભારે ખાજો વહ્યો છે! અને આપણે એ ન ભૂલવું જોઈએ કે કઈક સારી હાલતમાં છીએ એવાં આપણે પણ એ ખેાજાના ભાગરૂપ છીએ. વિદેશી શું કે
ज-४