________________
૧૦૧૭
યુદ્ધકાળ ચાલુ સ્થિતિમાં પણ પશ્ચિમ માખરા ઉપર જર્મનીનું બળ વધવા પામ્યું અને જન સબમરીનાએ મિત્રરાજ્યો તથા તટસ્થ દેશાનાં વહાણાનું નિક ંદન કાઢયું. રશિયાની ક્રાંતિ જર્મનીને મદદરૂપ થઈ પડી એમ લાગ્યું. અને છતાંયે તે તેની આંતિરક નબળાઈના મોટામાં મોટા કારણરૂપ નીવડી. પહેલી ક્રાંતિ થઈ ત્યાર પછી આઠ માસની અંદર બીજી ક્રાંતિ થવા પામી. એણે સોવિયેટ તથા એલ્શેવિકાના હાથમાં સત્તા સુપરત કરી. અને સુલેહશાંતિ એ એલ્શેવિકાને પોકાર હતા. તેમણે લડતી પ્રજાના મજૂરો તથા સૈનિકાને ઉદ્દેશીને સુલેહ માટે હાકલ કરી. એ મૂડીવાદીઓનું યુદ્ધ હતું એ તેમણે બતાવી આપ્યું અને સામ્રાજ્યવાદી હેતુ આગળ ધપાવવાના કાર્યમાં તાપાના ભક્ષ્ય ન બનવા મજૂરોને જણાવ્યું. આવા કેટલાક પોકારા અને હાકલા લડાઈના મેાખરા ઉપરના જુદી જુદી પ્રજાના સૈનિકાના કાન સુધી પહોંચ્યાં અને એની તેમના ઉપર ભારે અસર થવા પામી. ફ્રેંચ સૈન્યામાં ઘણાં બડે થયાં અને સત્તાવાળાઓએ તેમને જેમ તેમ દબાવી દીધાં. જર્મન સૈનિકા ઉપર તેા એની અસર ઘણી વધારે થઈ. કેમ કે ક્રાંતિ પછી તેા ઘણી જર્મન પલટણામાં રશિયન સૈન્ય પ્રત્યે ભ્રાતૃભાવની લાગણી પેદા થઈ હતી. આ પલટાને પશ્ચિમ મેખરે મોકલવામાં આવી ત્યારે તે આ નવે। સંદેશ પોતાની સાથે લઈ ગઈ અને ખીજી પલટણામાં તેને ફેલાવે કર્યાં. જર્મની હવે લડાઈથી સાવ થાકી ગયું હતું અને તદ્ન હતાશ થઈ ગયું હતું તથા રશિયાથી આવેલાં ખી તેને ગ્રહણ કરવાને તત્પર ભૂમિ ઉપર પડ્યાં. રશિયન ક્રાંતિએ આ રીતે જમનીમાં આંતિરક નબળાઈ પેદા કરી.
.
પરંતુ આ બધી અપશુકનિયાળ નિશાનીઓ જમન લશ્કરી સત્તાવાળાઓની આંખે દેખાતી નહાતી. સને ૧૯૧૮ના માર્ચમાં સાવિયેટ રશિયા ઉપર બળજબરીથી તેમણે કચરી નાખનારી અને હિણપતભરી સુલેહ ઠોકી બેસાડી. સાવિયેટ માટે બીજો કાઈ માર્ગ રહ્યો નહાતા તથા ગમે તે ભાગે તેમને સુલેહ જોઈતી હતી એટલે તેમણે એ સુલેહના સ્વીકાર કર્યાં. ૧૯૧૮ના માર્ચમાં જન સૈન્યે પશ્ચિમ મેાખરા ઉપર તેને છેવટના ભગીરથ પ્રયત્ન પણ કર્યાં. એમ કરતાં તેમનાં સૈન્યોના કચ્ચરઘાણ કાઢીને જમનાએ અંગ્રેજો તથા ફ્રેંચોની હરાળ ભેદી અને સાડાત્રણ વરસ પૂર્વે તેમને જ્યાંથી પાછા હટાવ્યા હતા તે માન નદીને કિનારે તેઓ જઈ પહોંચ્યા. આ અસાધારણ પ્રયત્ન હતા પણ એ તેમને છેલ્લે પ્રયાસ હતા અને જની સાવ થાકી ગયું હતું. દરમ્યાન આટ્લાંટિક મહાસાગર ઓળંગીને અમેરિકાથી સૈન્ય આવી પહેાંચ્યું તથા પહેલાંના કડવા અનુભવામાંથી મેધ લઈ ને પૂરેપૂરો સહકાર તથા પ્રયત્નની એકતા સાધી શકાય એટલા માટે પશ્ચિમ મેાખરા ઉપરનાં બધાંયે મિત્રસન્યાને - બ્રિટિશ, અમેરિકન, ફ્રેંચ —એક જ સરસેનાપતિની સરદારી નીચે મૂકવામાં આવ્યાં. ફ્રાંસના માલ ફેશને પશ્ચિમ મેાખરાનાં બધાંયે મિત્રસૈન્યે સરસેનાપતિ બનાવવામાં