________________
તે યુદ્ધની છાયા
૧૪૫૩ ઘટતું જાય છે. આર્થિક રાષ્ટ્રવાદ તથા જકાત વગેરેની પિતાની નીતિથી ઇંગ્લંડ તેમ જ બીજા દેશો પોતે જ દુનિયાના વેપારના આ પ્રકારના ઘટાડાને મદદ કરી રહ્યા છે. દુનિયાને વેપાર મોટા પ્રમાણમાં ચાલુ રહેવા પામે અને વર્તમાન મૂડીવાદી વ્યવસ્થા ટકી રહે તો તેનું નાણુકીય અથવા આર્થિક નેતૃત્વ આખરે લંડનથી ખસીને ન્યૂયોર્ક જશે એમાં લેશ પણ શંકા નથી. પરંતુ એ બનવા પામે તે પહેલાં મૂડીવાદી વ્યવસ્થામાં ભારે ફેરફાર થાય એ ઘણે સંભવ રહે છે.
બદલાતી જતી પરિસ્થિતિ સાથે પિતાને મેળ સાધવાની ઇંગ્લંડની શાખ છે. પરંતુ તેની સમાજરચનાને ભારે ધકકો ન પહોંચે અને તેના મિલકતદાર વર્ગોની વિશિષ્ટ પ્રકારની સ્થિતિ કાયમ રહે ત્યાં સુધી જ તેની એ શાખ ટકે એમ છે. પ્રાપ્ત પરિસ્થિતિ સાથે પિતાને મેળ સાધવાની તેની આ શક્તિ મૂળભૂત સામાજિક ફેરફારોમાંથી પણ તેને ક્ષેમકુશળ પાર ઉતારશે કે કેમ તે હજી જોવાનું છે. એ ફેરફાર ચૂપચાપ અને શાંત પણે થવાનો સંભવ બહુ જ ઓછી જણાય છે. જેમની પાસે સત્તા તથા વિશિષ્ટ અધિકાર હેય તેઓ સ્વેચ્છાપૂર્વક તેને ત્યાગ કરી શકતા નથી,
આજે તે ઈંગ્લેંડ વિશાળ દુનિયામાંથી સંકોચાઈને પિતાના સામ્રાજ્યના મર્યાદિત ક્ષેત્રમાં પિતાનું લક્ષ કેન્દ્રિત કરી રહ્યું છે. અને સામ્રાજ્ય ટકાવી રાખવાને માટે તે તેની રચનામાં ભારે ફેરફાર કરવાને પણ સંમત થયું છે. ઈંગ્લંડનાં સંસ્થાને તેની નાણાંકીય વ્યવસ્થા જેડે અનેક રીતે સંકળાયેલાં છે એ ખરું પરંતુ તેઓ સારી પેઠે સ્વતંત્રતા ભોગવે છે. પિતાનાં વિકસતાં જતાં સંસ્થાનોને સંતુષ્ટ રાખવા માટે ઈંગ્લડે ઘણો ભોગ આપે છે. પરંતુ આમ છતાંયે ઈંગ્લેંડ અને તેમની વચ્ચે ઝઘડાઓ થાય છે. ઓસ્ટ્રેલિયા બેંક ઑફ ઇંગ્લેંડ સાથે સંપૂર્ણપણે બંધાયેલું છે અને જાપાનની ચડાઈના ભયનું માર્યું તે ઈંગ્લેન્ડ સાથે નિકટપણે બંધાયેલું રહે છે. કેનેડાના વિકસતા જતા ઉદ્યોગો ઈંગ્લંડના ઉદ્યોગ સાથે હરીફાઈ કરે છે અને તેમને સહેજ પણ નમતું આપવા માગતા નથી. વળી કેનેડા પિતાના મહાન પડોશી યુનાઈટેડ સ્ટેટ્સ સાથે અનેક પ્રકારના સંબંધોથી સંકળાયેલું છે. દક્ષિણ આફ્રિકામાં સામ્રાજ્યને માટે ભારે ઉમળકે નથી જોકે તેની પહેલાંની કડવાશ હવે જતી રહી છે. આયર્લેન્ડ તે અળગું પડીને પિતાના પગ ઉપર ઊભું છે અને ઇંગ્લંડ તથા આયર્લેન્ડ વચ્ચેનું વેપારી યુદ્ધ હજી ચાલુ છે. આયર્લેન્ડને ડરાવી મારવાને તથા તેને બળજબરીથી નમાવવાને અર્થે ઈંગ્લંડમાં આયર્લેન્ડના માલ ઉપર નાખવામાં આવેલી જકાતની ઊલટી જ અસર થવા પામી. એ જકાતે આયર્લેન્ડના ઉદ્યોગે તથા ખેતીવાડીને ભારે વેગ આપે છે અને સ્વાશ્રયી તથા સ્વયંપૂર્ણ રાષ્ટ્ર બનવામાં આયર્લેન્ડને ભારે સફળતા મળી છે. ત્યાં આગળ નવાં નવાં