________________
કટોકટી શાથી પેદા થઈ? લાગ્યા, સંપત્તિની વહેંચણીમાં અસમાનતા વધવાથી તેમ જ તેમાં બીજાં કેટલાંક તો ઉમેરાતાં ઔદ્યોગિક દેશમાં મૂડીદારે અને મજૂર વચ્ચે નવી લડત ઊભી થઈ. મજૂરોને મજૂરીના ઊંચા દરે તથા જીવનની વધુ સારી સ્થિતિ ઇત્યાદિ થોડી છૂટછાટ આપીને એ દેશના મૂડીદારેએ પરિસ્થિતિ જરા હળવી કરી. વસાહતી દેશે અને પછાત મુલકના શેષણને ભોગે તેમણે મને એ છૂટછાટે આપી. આ રીતે, એશિયા, આફ્રિકા, દક્ષિણ અમેરિકા તથા પૂર્વ યુરોપનું શોષણ કરીને પશ્ચિમ યુરેપના ઔદ્યોગિક દેશે તથા ઉત્તર અમેરિકા મોટા પ્રમાણમાં સંપત્તિ એકઠી કરી શક્યા અને તેને થોડે ભાગ પિતાપિતાના મજૂરોને આપી શક્યા. નવાં નવાં બજારે શેધાતાં ગયા તેમ તેમ નવા નવા ઉદ્યોગો ઊભા થતા ગયા અથવા જૂના ઉદ્યોગ વિકસતા ગયા. સામ્રાજ્યવાદી દેશેએ આ બજારો અને કાચા માલ માટે આક્રમણકારી શોધ શરૂ કરી અને જુદી જુદી ઔદ્યોગિક સત્તાઓની હરીફાઈને કારણે તેમની વચ્ચે અથડામણ પેદા થઈ. જ્યારે આખી દુનિયા આ મૂડીવાદી શોષણના પંઝા નીચે આવી ગઈ ત્યારે ઉત્તરોત્તર વધુ ને વધુ વિસ્તારમાં પગ પસારવાની આ ક્રિયાનો અંત આવ્યો અને ભિન્ન ભિન્ન સત્તાઓ વચ્ચેના ઘર્ષણને પરિણામે મહાયુદ્ધ ફાટી નીકળ્યું.
આ બધું તે હું તને આગળ કહી ગયો છું પરંતુ જગવ્યાપી કટોકટી સમજવામાં તેને મદદરૂપ થાયં એટલા માટે હું એનું પુનરાવર્તન કરી રહ્યો છું. વિકસતા જતા મૂડીવાદ અને વિસ્તરતા જતા સામ્રાજ્યવાદના આ યુગ દરમ્યાન એક બાજુએ વધારે પડતી બચત અને બીજી બાજુએ ખરચવા માટેનાં નાણના વધારે પડતા સાંસા પડવાને કારણે પશ્ચિમના દેશમાં અનેક વાર કટોકટી પેદા થઈ હતી. પરંતુ મૂડીદારોના હાથમાં બચેલાં ફાલતુ નાણું પછાત મુલકના શોષણ અને ખિલવણીમાં વપરાયાં અને એ રીતે ત્યાં આગળ નવાં બજારે ઊભાં થયાં અને એને પરિણામે માલનું વેચાણ વધવા પામ્યું એટલે એ બધી કટોકટી પસાર થઈ ગઈ. સામ્રાજ્યવાદને મૂડીવાદની છેવટની અવસ્થા કહેવામાં આવી હતી. સામાન્ય રીતે તે આખીયે દુનિયાનું ઉઘોગીકરણ થાય ત્યાં સુધી રોષણની આ ક્રિયા ચાલુ રહેત. પરંતુ એમાં કેટલીક મુશ્કેલીઓ અને વિને ઊભાં થયાં. સામ્રાજ્યવાદી સત્તાઓ વચ્ચે ચાલતી ઝનૂની સ્પર્ધા એ મુખ્ય મુશ્કેલી હતી. દરેક સત્તાને પિતાને માટે સૈથી મોટો ભાગ જોઈ તે હતે. વસાહતી દેશમાં રાષ્ટ્રીયતાની નવી ભાવના પેદા થવા પામી તેમ જ એ દેશેએ પણ પિતપોતાના ઉદ્યોગે ખીલવ્યા એ બીજી મુશ્કેલી હતી. વસાહતી દેશમાં ઊભા થયેલા એ ઉદ્યોગે પિતપતાના દેશની જરૂરિયાતો પૂરી પાડવા લાગ્યા. આપણે આગળ જોઈ ગયાં છીએ તે પ્રમાણે આ બધી પ્રક્રિયાઓને પરિણામે મહાયુદ્ધ ઉદ્ભવ્યું. પરંતુ મહાયુદ્ધે મૂડીવાદની મુશ્કેલીઓને ઉકેલ ન કર્યો – અથવા કહો કે તે એને ઉકેલ કરી શકે એમ નહોતું. સેવિટ રાજ્યને