________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન આજે નાનાં મોટાં લગભગ ૭૦૦ હિંદી દેશી રાજ્યો છે. હૈદરાબાદ, કાશ્મીર, મૈસૂર, વડોદરા, ગ્વાલિયર વગેરે એમનાં મોટાં દેશી રાજ્ય વિષે તે તું કંઈક જાણે છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે, જેમ મેટા ભાગના જમીનદાર પ્રાચીન પરંપરામાંથી ઊતરી આવેલા નથી તે જ પ્રમાણે ઘણાખરા હિંદી રાજાઓ પણ જૂના ફયૂડલ ઉમરાવ વર્ગમાંથી ઊતરી આવેલા નથી. હા, સૂર્યવંશી રજપૂતાને અગ્રણી ઉદેપુરને મહારાણે એક એવો રાજા છે ખરે જે પોતાને રાજવંશ પ્રાગૈતિહાસિક કાળથી શરૂ થયેલ છે એમ કહી શકે. જાપાનને મિકાડે એ જ એક આ બાબતમાં તેની હરીફાઈ કરી શકે એવી વ્યક્તિ છે.
અંગ્રેજોએ ધાર્મિક સ્થિતિચુસ્તતાને પણ ઉત્તેજન આપ્યું. આ વસ્તુ પણ વિચિત્ર લાગે છે, કેમકે અંગ્રેજે તે ખ્રિસ્તી ધર્મ પાળવાનો દાવો કરતા હતા અને છતાં તેમના આગમનથી હિંદુ ધર્મ તેમજ ઈસ્લામ વધારે જડ બન્યા. કંઈક અંશે આ પ્રતિક્રિયા સ્વાભાવિક હતી; કેમકે પરદેશી આક્રમણ દેશના ધર્મ તથા સંસ્કૃતિને પિર્તિની રક્ષાને ખાતર જડતા ધારણ કરવાને પ્રેરે છે. મુસલમાનોના આક્રમણ પછી આ જ રીતે હિંદુ ધર્મ જડ બન્યો હતો અને જુદી જુદી જ્ઞાતિઓ ઊભી થઈ હતી. હવે હિંદુ ધર્મ તેમ જ ઈસ્લામ બંને ઉપર એ જ જાતની અસર થઈ. પરંતુ આ ઉપરાંત અંગ્રેજ સરકારે કેટલીક વાર ઈરાદાપૂર્વક અને કેઈક વખત અજાણપણે એ બંને ધર્મનાં સ્થિતિચુસ્ત તને સક્રિય ઉત્તેજન આપ્યું છે. અંગ્રેજોને ધર્મની બાબતમાં કે ધર્મ પરિવર્તન કરાવવામાં કશે રસ નહોત; તેમને તે કેવળ પૈસા કમાવા હતા. ધાર્મિક બાબતમાં જરા પણ દખલ કરતાં તેઓ ડરતા કેમકે એમ કરવાથી લેકે ક્રોધે ભરાઈને રખેને તેમની સામા ઊઠે એવી તેમને ભીતિ હતી. એટલે, દખલગીરીની શંકા સરખી પણ ટાળવાને ખાતર તેઓ દેશના ધર્મનું અથવા ખરું કહીએ તે ધર્મના બાહ્ય સ્વરૂપનું રક્ષણ કરવાની હદ સુધી પણ ગયા. એનું પરિણામ એ આવ્યું કે બહારનું ખોખું કાયમ રહ્યું પણ તેના અંદરના ભાગમાં કશુંયે ન રહ્યું.
સ્થિતિચુસ્ત અથવા તે સનાતની લેકે રખેને છંછેડાય એ બીકે સરકારે સુધારકાની વિરુદ્ધ તેમને પક્ષ લીધો. આ રીતે સુધારાના ધ્યેયની પ્રગતિ થતી અટકી. વિદેશી સરકાર ભાગ્યે જ સામાજિક સુધારા દાખલ કરી શકે છે; કેમકે તે કંઈ પણ ફેરફાર દાખલ કરવા ચાહે તેને લેકે વિરોધ કરે છે. હિંદુ ધર્મ તથા હિંદુ કાયદામાં કેટલીક બાબતમાં સમયાનુકૂલ પરિવર્તન થતું રહેતું અને એ બંનેની ઉત્તરોત્તર પ્રગતિ થયા કરતી હતી; જોકે પાછળની સદીઓમાં એ પ્રગતિ અતિશય મંદ પડી ગઈ હતી. હિંદુ કાયદે એ તે પ્રધાનપણે રૂઢિ છે; અને રૂઢિ તે હમેશાં બદલાતી રહે છે તથા તેનો વિકાસ થયાં કરે છે. બ્રિટિશ અમલ દરમ્યાન સમયાનુકૂલ વિકાસ સાધવાને હિંદુ કાયદાનો આ ગુણ નષ્ટ છે અને દેશના સૌથી વધારે સ્થિતિચુસ્ત લેકની સલાહથી ઘડવામાં આવેલા