________________
બૃહદ્ ભારત અને ઈસ્ટ ઇન્ડિઝ
તેમને દેહાંતદંડની શિક્ષા કરી. તેમની આ એક સામટી કતલ એમ્બેાયનાની કતલ તરીકે ઓળખાય છે.
૭૫
એક વસ્તુ તું યાદ રાખે એમ હું ઇચ્છું છું. મારા એક આગળના પત્રમાં મેં તને એ વિષે વાત કરી હતી. એ સમયે, એટલે કે ૧૭મી સદી દરમ્યાન અને તે પછી યુરોપનું ઉદ્યોગીકરણ થયું નહાતું. નિકાસ કરવાને અર્થે તે મોટા પાયા ઉપર માલ તૈયાર કરતું નહોતું. પ્રચંડ યત્રે અને યાંત્રિક ક્રાંતિના આગમનને હજી ઘણી વાર હતી. યુરોપને મુકાબલે એશિયા વધારે પ્રમાણમાં પાકા માલ બનાવીને તેની નિકાસ કરનાર મુલક હતા. એશિયાના માલ યુરોપ જતો ત્યારે તેની કિમત અમુક અંશે યુરોપના માલથી અને અમુક અંશે સ્પેનિશ અમેરિકામાંથી આવતી દોલતથી ચૂકવવામાં આવતી. એશિયા અને યુરોપ વચ્ચેને આ વેપાર નફાકારક હતા. એ વેપારને કાબૂ લાંબા વખત સુધી ક્રરંગીઓના હાથમાં હતા અને એને પરિણામે તે શ્રીમંત બન્યા હતા. ડચ અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એમાં ભાગ પડાવવાને સ્થાપવામાં આવી. પરંતુ ક્િર`ગીએ એ વેપારને તેમના એકલાના અનામત હક તરીકે લેખતા હતા અને એમાં ખીજા કાઈ ને ભાગ પડાવવા દેવા માગતા નહોતા. ફિલિપાઈન ટાપુઓના સ્પેનવાસીઓ સાથે તેમને કશી મુશ્કેલી ઊભી થઈ નહિ કેમકે સ્પેનવાસીઓને તે વેપાર કરતાં પોતાના ધર્મ ફેલાવવામાં વધારે રસ હતા. ઉપર જણાવેલી અને વેપારી કંપનીઓ તરફથી આવનારા બ્રિટિશ તથા ડચ સાહસખારને ધની કશી પડી નહાતી; અને થોડા જ વખતમાં ત્યાં ઝડા ઊભા થયા.
ગિી લેાકા સવા સદી કરતાંયે વધારે સમયથી આ પૂના પ્રદેશોમાં શાસન કરતા હતા. તેમના અમલ નીચેની પ્રજામાં તે લેશ પણ લોકપ્રિય નહોતા એટલું જ નહિ પણ પ્રજામાં તેમની સામે ભારે અસ ંતોષ પણ વ્યાપ્યા હતા. ઇંગ્લંડ અને હાલેંડની એ એ વેપારી ક ંપનીઓએ આ અસાષને લાભ ઉઠાવ્યેા; ફિરંગીઓની ધૂંસરીમાંથી મુક્ત થવામાં તેમણે ત્યાંની પ્રજાને સહાય કરી પર ંતુ તરત જ ક્િર’ગીની ખાલી પડેલી જગ્યા તેમણે લઈ લીધી, હિંદુ તથા ઈસ્ટ ઈન્ડિઝના રાજકર્તા તરીકે ભારે કરીના રૂપમાં તથા ખીજી અનેક રીતે પ્રજા પાસેથી તેમણે ખંડણી લેવા માંડી અને એને લીધે યુરોપ ઉપર વધારે જો નાખ્યા વિના પરદેશા સાથેના વેપાર ચલાવવામાં તેમને ભારે સુગમતા થઈ ગઈ. પૂર્વના દેશોના માલની કિંમત ચૂકવવાનું પહેલાં યુરોપને ખૂબ વસમું પડતું હતું તે મુશ્કેલી આમ હવે ઓછી થઈ ગઈ. પરંતુ આપણે આગળ જોઈ ગયા કે આમ છતાંયે ઇંગ્લ ંડે મનાઈહુકમ તથા ભારે જકાત દ્વારા હિંદને માલ ત્યાં જતા રાકવા પ્રયાસ કર્યાં. યાંત્રિક ક્રાંતિના આગમન સુધી પરિસ્થિતિ આવી હતી.