________________
પૂતિ
૧૪૭૫
સ્થાપવાની અને એ. રીતે લોકશાહીને સંપૂર્ણ પણે સાક કરવાની તેમ જ વિજ્ઞાન તથા યંત્રવિદ્યાની પ્રગતિની હરોળમાં આપણને લાવી મૂકનારી ક્રાંતિ છે.
અસમાનતા તથા એક રાષ્ટ્રના અથવા એક વર્ગના શાષણ ઉપર રચાયેલા સામ્રાજ્યવાદ તથા મૂડીવાદ સાથે આ આર્થિક સમાનતાને મેળ બેસતા નથી. એથી કરીને આ શોષણ ઉપર માતબર બનનારા લેકા એને સામનો કરે છે અને આ અથડામણુ વધતી જાય છે તેમ તેમ આ રાજકીય સમાનતાના ખ્યાલના તેમ જ પામેન્ટ દ્વારા ચાલતી લાકશાહીને પણ ઇન્કાર કરવામાં આવે છે. એ ફાસીવાદ છે અને તે આપણને મધ્યયુગના સમયમાં પાછા લઈ જાય છે. એક જાતિના આધિપત્યનું એ સમર્થન કરે છે અને આપખુદ રાજાના દૈવી અધિકારને સ્થાને સ સત્તાધારી નેતાને તે એ અધિકાર સુપરત કરે છે. છેલ્લાં પાંચ વરસેામાં થયેલા ફાસીવાદના વિકાસે તથા લોકશાહીના દરેક સિદ્ધાંત તથા સ્વતંત્રતા અને સભ્યતાના હરેક ખ્યાલ ઉપર તેણે કરેલા આક્રમણે લેકશાહીની રક્ષાને આજને મહત્ત્વના પ્રશ્ન બનાવી દીધા છે. આજની દુનિયાના ગજગ્રાહ એક બાજુએ સામ્યવાદ અને સમાજવાદ તથા ખજી બાજુએ ફાસીવાદ અને ખીજા વચ્ચે નથી. એ ગજગ્રાહ લોકશાહી અને ફાસીવાદ વચ્ચે છે અને બધાંયે લોકશાહી બળેા એકત્ર થઈ ને ફાસીવાદના સામના કરે છે. સ્પેન એનું સર્વોત્તમ ઉદાહરણ છે.
પરંતુ એ લોકશાહીની પાછળ અનિવાર્યપણે લેાકશાહીનું ક્ષેત્ર વ્યાપક કરવાના ખ્યાલ રહેલા છે અને એના ડરના માર્યાં પ્રત્યાધાતી સર્વોત્ર લેકશાહીની ઉપર ઉપરથી સ્તુતિ કરતા હોવા છતાં પોતાની સહાનુભૂતિ યા વફાદારી ફાસીવાદને જ અર્પે છે. ફાસીવાદી સત્તાઓનું કાર્ય તો ઉધાડુ જ છે; તેમના ઉદ્દેશ કે તેમની નીતિ વિષે લેશ પણ શંકાને સ્થાન નથી. પરંતુ એ પરિસ્થિતિ પેદા કરવામાં પ્રધાનપણે કારણભૂત તે કહેવાતી લાકશાહી સત્તા અને ખાસ કરીને ઇંગ્લંડ છે. બ્રિટિશ સરકારે એશિયા, આફ્રિકા અને યુરોપમાં હમેશાં પ્રત્યાઘાતી ભાગ ભજવ્યો છે તેમ જ ફાસીવાદ અને નાઝીવાદને હરેક પ્રકારનું ઉત્તેજન આપ્યું છે. અને વિચિત્ર વાત તો એ છે કે, બ્રિટિશ સામ્રાજ્યની સલામતીનું જોખમ ખેડીને પણ તેણે એમ કર્યુ છે; સાચી લેાકશાહી વિકસે એને તેને એટલા બધા ડર હતા તેમ જ ફાસીવાદી નેતાઓ પ્રત્યેની તેની વીય સહાનુભૂતિ એટલી ભારે હતી. ફાસીવાદના વિકાસ થયા અને દુનિયા ઉપર તેણે પોતાનું આધિપત્ય જમાવવા માંડયુ એનું ઘણુંખરું શ્રેય બ્રિટિશ સરકારને ભાગે જાય છે. લેાકશાહી પ્રત્યેની કઇક વધારે તીવ્ર નિષ્ઠા ધરાવનાર યુનાઇટેડ સ્ટેટ્સે ફાસીવાદીઓના આક્રમણને ખાળવા માટે ખીજી સત્તા સાથે સહકાર કરવાનું અનેક વાર જણાવ્યું હતું પરંતુ ઇંગ્લંડે તેની એ દરખાસ્તને અસ્વીકાર કર્યાં હતા. ફ્રાંસ, લંડન શહેર તથા બ્રિટિશ જાતિને