________________
આયર્લેન્ડમાં સીનફીન ચળવળ અને હેમ રૂલ ૯૪૨ છે. પરદેશી ભાષા ઉપર રચાયેલી ચળવળ જનતા સુધી પહોંચતી નથી તેમ જ જડ પણ ઘાલતી નથી. આયર્લેન્ડમાં અંગ્રેજીને ભાગ્યે જ પરદેશી ભાષા કહી શકાય. આયર્લેન્ડના લગભગ બધા જ લેકો એ ભાષા જાણતા તથા બેલતા હતા. ગેલિક ભાષા કરતાં તે તે વધારે જાણીતી હતી એમાં લેશ પણ શંકા નથી. આમ છતાંયે, તેમની પુરાણી સંસ્કૃતિ સાથે સંપર્ક તેઓ ખાઈ ન બેસે એટલા ખાતર ગેલિક ભાષાને સજીવન કરવાનું આયરિશ રાષ્ટ્રવાદીઓએ મહત્વનું ધાર્યું.
હવે આયર્લેન્ડમાં એવી લાગણી પેદા થઈ ક શક્તિ અંદરથી જ આવે છે, બહારથી નહિ. પાર્લામેન્ટ માટેની કેવળ રાજકીય પ્રવૃત્તિ વિષેને ભ્રમ ભાગી ગયે અને તેથી વધારે મજબૂત પાયા ઉપર પ્રજાનું ઘડતર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા. વીસમી સદીનાં આરંભનાં વરસોનું નવું આયર્લેન્ડ એ પહેલાંના સમયના આયર્લેન્ડથી નિરાળું હતું અને પુનર્જાગ્રતિની અસર અનેક ક્ષેત્રોમાં જણવા લાગી હતી. હું આગળ જણ્વી ગયો તે સાહિત્યિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોની પેઠે આર્થિક ક્ષેત્રમાં પણ પુનરુદ્ધાર માટેના સફળ પ્રયત્નો કરવામાં આવ્યા. ખેડૂતોને સહકારના પાયા ઉપર સંગઠિત કરવાના પ્રયત્ન પણ કરવામાં આવ્યા.
પરંતુ આ બધાની પાછળ સ્વતંત્રતા માટેની તરસ રહેલી હતી. અને બ્રિટિશ પાર્લામેન્ટમાંના આયરિશ રાષ્ટ્રીય પક્ષ ઉપર આયરિશ પ્રજાને વિશ્વાસ હોય એમ ઉપર ઉપરથી જણાતું હતું પણ તેમના ઉપરને એ વિશ્વાસ હવે ગવા લાગ્યું હતું. પ્રજા તેમને ભાષણેના રસિયા પણ કશુંયે કાર્ય કરવાને અશક્ત એવા કેવળ રાજદ્વારી પુરુષ લેખવા લાગી. અલબત, પહેલાંના ફીનિયન તથા સ્વાતંત્ર્યમાં માનનારા બીજાઓને તે આ પાર્લામેન્ટમાં જનારાઓ તથા તેમના હોમ રૂલ ઉપર કદી પણ વિશ્વાસ બેઠે નહોતે. પરંતુ હવે તો આ નવા અને તેણુ આયર્લેન્ડે પણ પાર્લામેન્ટ તરફ પિતાની પૂંઠ ફેરવવા માંડી. વાતાવરણમાં સ્વાશ્રયના વિચારે દાખલ થયા; રાજકારણમાં પણ એને કેમ લાગુ ન પાડવા ? લોકોના માનસમાં ફરી પાછા સશસ્ત્ર બળવાના વિચારે ઘેળાવા લાગ્યા. પરંતુ કાર્ય માટેની આ ઈચ્છાને નવું વલણ આપવામાં આવ્યું. આર્થર ગ્રિફિથ નામના એક યુવાન આયર્લેન્ડવાસીએ નવી નીતિની હિમાયત કરવા માંડી. એ નીતિ
સીન ફીન” (આપણે પિત) નામથી ઓળખાવા લાગી. એ શબ્દો એની પાછળ રહેલી નીતિનો આપણને ખ્યાલ આપે છે. સીન ફીન પક્ષના લેકે પિતાના પગ ઉપર ઊભા રહેવા માગતા હતા; ઇગ્લેંડ પાસેથી મદદની કે દાનની તેઓ આશા રાખતા નહોતા. તેઓ અંદરથી રાષ્ટ્રની શક્તિનું ઘડતર કરવા ચહાતા હતા. ગેલિક ચળવળ તથા સાંસ્કૃતિક પુનર્જાગ્રતિની પ્રવૃત્તિને તેમને ટેકે હતા. રાજકારણમાં તેમને પાર્લામેન્ટ દ્વારા કામ કરવાની તે વખતની પ્રચલિત