________________
૧૬૫. પશ્ચિમ એશિયાના જગતના રાજકારણમાં પુન: પ્રવેશ
૨૫ મે, ૧૯૭૬
એક નાની સરખી પાણીની પટી મિસરને પશ્ચિમ એશિયાથી જુદું પાડે છે. સુએઝની નહેર ઓળંગીને આપણે અરબસ્તાન, પૅલેસ્ટાઈન, સીરિયા અને ઇરાક વગેરે આરબ દેશોની તથા એથી જરા આગળ જઈને ઈરાનની મુલાકાત લઈએ. આપણે જોઈ ગયાં છીએ કે પશ્ચિમ એશિયાએ ઇતિહાસમાં અતિશય મહત્ત્વનો ભાગ ભજવ્યો છે તેમ જ અનેક વાર તે દુનિયાના બનાવાનું કેન્દ્ર બન્યા છે. એ પછીથી સદી સુધી રાજકારણની દૃષ્ટિએ તે બહુ જ પછાત રહ્યો. તે એક બંધિયાર ખાડી જેવા બની ગયા અને તેના સ્થિર જળમાં સહેજ પણ લહરી પેદા કર્યાં વિના જીવનના સ્રોત તેની બાજુએ થઈ તે વહેવા લાગ્યા. અને આજે, મધ્ય પૂર્વના દેશાને જગતના વ્યવહારમાં ફ્રી પાછા લાવનાર એક બીજો ફેરફાર આપણે નિહાળી રહ્યાં છીએ, પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના રાજમાર્ગો વળી પાછા એ દેશામાં થઈ તે આજે પસાર થાય છે. એ હકીકત ઉપર આપણે લક્ષ આપવું ઘટે છે.
જ્યારે પણ હું પશ્ચિમ એશિયાનો વિચાર કરવા બેસું છું ત્યારે હું તેના ભૂતકાળના વિચારમાં લીન થઈ જાઉં છું; પ્રાચીન કાળની અનેક પ્રતિમા મારા મનમાં ઊભી થાય છે અને તેમના આકષ ણુને હું ટાળી શકતા નથી. પરંતુ એ પ્રલાભનને વશ ન થવાને હું પ્રયત્ન કરીશ. પરંતુ ઇતિહાસના છેક પ્રારભકાળથી હજારો વરસ સુધી પૃથ્વીના આ ભાગે જે મહત્ત્વના ભાગ ભજવ્યો છે તે તું ભૂલી ન જાય એટલા માટે મારે તને એની ફરીથી યાદ આપવી જોઈએ. સાત હજાર વરસ પૂર્વેના પ્રાચીન ખાડિયાનું આપણને ઇતિહાસમાં બહુ ઝાંખું દન થાય છે (પ્રાચીન ખાલ્ફિયા તે આજનું ઇરાક છે.). ત્યાર પછી એબિલેન આવે છે અને બેબિલોનિયન લેકા પછી ક્રૂર એસીરિયન લેકે આવે છે. નિતેવા તેમનું મહાન પાટનગર બને છે. એસીરિયન લોકાને પણ ત્યાંથી હડસેલી મૂકવામાં આવે છે અને ઇરાનમાંથી આવનાર નવી પ્રજા અને નવા રાજ્યવંશ છેક હિંદુની સરહદથી માંડીને મિસર સુધીના મધ્ય પૂર્વના પ્રદેશ ઉપર પોતાની હકૂમત જમાવે છે. આ ઈરાનના આકીમીનીદ લેાકા હતા અને તેમનું પાટનગર પરસેોલીસ હતું. તેમણે સાયરસ, દરાયસ અને ઝીઅેસ વગેરે .· મહાન સમ્રાટા' પેદા કર્યાં. તેમણે ગ્રીસને જમીનદોસ્ત કરવાની કાશિશ કરી પરંતુ તે તેને જીતી શક્યા નહિ. ઘેાડા વખત પછી એક ગ્રીસના અથવા સાચું કહેતાં મેસેડેનના પુત્ર સિકંદરને હાથે તેમની
'