________________
પશ્ચિમ એશિયાને જગતના રાજકારણમાં પુનઃ પ્રવેશ ૧૧૭૭ કારકિર્દીને અંત આવ્યો. આ પૂર્વ અને પશ્ચિમના સંગમસ્થાનમાં જેને બે ખંડેનું “લગ્ન” કહેવામાં આવે છે તેની તેણે યોજના કરી ત્યારે સિકંદરની કારકિર્દીમાં એક અદ્વિતીય ઘટના બની. તે પોતે ઈરાનના રાજાની કુંવરી વેરે પર. (જો કે એ પહેલાં પણ તે થેડી સ્ત્રીઓને પરણ્ય હતે.) અને તેના હજારે અમલદારે તથા સિનિકેએ ઈરાનની કન્યાઓ જોડે લગ્ન કર્યા.
સિકંદર પછી, હિંદની સરહદથી માંડીને મિસર સુધીના મધ્ય પૂર્વના પ્રદેશમાં સદીઓ સુધી ગ્રીસની સંસ્કૃતિ ચાલુ રહી. એ અરસામાં રેમની સત્તાનો ઉદય થશે અને તે એશિયા તરફ ફેલાઈ સાસાનીઓના નવા ઊભા થયેલા ઈરાની સામ્રાજ્ય રમને આગળ વધતું રહ્યું. ખુદ રોમના સામ્રાજ્યના પણ પશ્ચિમનું સામ્રાજ્ય અને પૂર્વનું સામ્રાજ્ય એવા બે ભાગ પડી ગયા. કન્ઝાન્ટિનોપલ પૂર્વના સામ્રાજ્યનું પાટનગર બન્યું. પશ્ચિમ એશિયાના આ મેદાને ઉપર પશ્ચિમ અને પૂર્વ વચ્ચેની પરાપૂર્વથી ચાલતી આવેલી લડાઈ ચાલુ રહી અને આ વખતે કૅન્ઝાન્ટિનોપલનું બાઈઝેન્ટાઈન સામ્રાજ્ય તથા ઈરાની સાસાની સામ્રાજ્ય એ લડાઈ લડનારા પક્ષે હતા. અને આ બધાયે સમય દરમ્યાન ઊંટની પીઠ ઉપર માલ લઈ જનારા લોકોની મોટી મોટી વણજારે આ મેદાનોમાં થઈને પૂર્વથી પશ્ચિમ અને પશ્ચિમથી પૂર્વ નિરંતર આવજા કર્યા કરતી હતી, કેમ કે મધ્ય પૂર્વ પ્રદેશ તે કાળમાં દુનિયાને એક સૌથી મોટે રાજમાર્ગ હત. દુનિયાના ત્રણ મોટા ધર્મો – યહૂદીઓને ધર્મ, પારસીઓને જરથોસ્તી ધર્મ અને ખ્રિસ્તી ધર્મ -- પણ આ પશ્ચિમ એશિયાના પ્રદેશમાં જ ઉદ્ભવ્યા હતા. એ ધર્મ અરબસ્તાનના રણમાં આ વખતે ઉદ્દભવ્ય અને આ પ્રદેશમાં તેણે પહેલા ત્રણે ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. ત્યાર પછી પશ્ચિમ એશિયામાં બગદાદનું આરબ સામ્રાજ્ય ઊભું થયું અને જૂની લડાઈ – આર અને બાઈઝેન્ટાઈન સામ્રાજ્ય વચ્ચે – નવા સ્વરૂપમાં ઉદ્દભવી. લાંબી અને જાજવલ્યમાન કારકિર્દી પછી સેજુક તુર્કીના આક્રમણ સામે અરબી સંસ્કૃતિનાં વળતાં પાણી થાય છે અને છેવટે મંગેલ જાતિના ચંગીઝખાનના વંશજો તેને કચરી નાખે છે.
પરંતુ મંગલ લેકે પશ્ચિમ તરફ આવ્યા તે પહેલાં એશિયાના પશ્ચિમ કિનારા ઉપર પશ્ચિમના ખ્રિસ્તીઓ અને પૂર્વના મુસલમાને વચ્ચે ઝનૂની લડાઈ શરૂ થઈ ચૂકી હતી. આ “ક્રઝેડે' હતી અને તે કટકે કટકે લગભગ ૨૫૦ વરસ એટલે કે ૧૯મી સદીને વચગાળાના સમય સુધી ચાલી હતી. આ
ઝેડને ધર્મની લડાઈએ ગણવામાં આવે છે અને વાસ્તવમાં તે એવી હતી પણ ખરી. પરંતુ ધર્મ એ એના કારણે કરતાં બહાનું વધારે પ્રમાણમાં હતું. પૂર્વના દેશને મુકાબલે તે સમયના યુરોપના લેક ઘણું પછાત હતા. યુરોપમાં તે વખતે અંધકાર યુગને સમય હતે. પરંતુ યુરોપના લોકે જાગ્રત