________________
સાવિયેટ રાજ્યની મુશ્કેલીએ, તેની સફળતા અને નિષ્ફળતા ૧૩૨૫ કદી એ સામૂહિક ખેતીમાં દાખલ થતા. સોવિયેટ સરકારે તેમની સાથે અતિશય કડક રીતે કામ લીધું. મધ્યમ વર્ગના ઘણું લેકે સાથે પણ સરકારે કડકપણે કામ લીધું કારણ કે તેના દુશ્મનની વતી તેઓ જાસૂસી અને ભાંગફેડનું કાર્ય કરી રહ્યા છે એ તેને શક હતું. આ કારણે, સંખ્યાબંધ ઈજનેરને સજા કરીને કેદમાં મોકલવામાં આવ્યા. હાથમાં લીધેલી મોટી મોટી અનેક યોજનાઓ પાર પાડવાને અર્થે ઇજનેરેની તે ખાસ જરૂર હતી એટલે આમ કરવાથી ખુદ પંચવષ યેજનાને પણ હાનિ પહોંચી.
વિષમતાઓ તે ત્યાં આગળ લગભગ સર્વત્ર હતી. માલની લાવલઇજા કરવાની વ્યવસ્થા બહુ જ પછાત હતી એટલે કારખાનાંઓ તેમ જ ખેતરમાં ઉપન્ન થયેલે માલ બીજે ઠેકાણે લઈ જવાની અનુકૂળતાને અભાવે ઘણી વાર લાંબા વખત સુધી જ્યાંને ત્યાં જ પડી રહેતો અને આથી બીજી જગ્યાઓનું કામ કથળી જતું. પણ ઈજનેરે અને નિષ્ણાતેની તંગી એ સૌથી મોટી મુશ્કેલી હતી.
આ પંચવણ જનાનાં વરસો દરમ્યાન દુનિયા અથવા સાચું કહેતાં મૂડીવાદી દુનિયા પહેલાં તેણે કદી ન અનુભવેલી એવી મંદીને અનુભવ કરી રહી હતી. વેપાર મંદ પડતો જતો હતો, કારખાનાંઓ બંધ પડતાં હતાં અને બેકારી વચ્ચે જતી હતી. ખાધાખોરાકીની વસ્તુઓ તથા કાચા માલના ભાવે અતિશય ઘટી જવાથી દુનિયાભરમાં ખેડૂત ઉપર ભારે ફટકો પડ્યો. જ્યારે બીજે બધે પ્રવૃત્તિને અભાવ અને બેકારી વતી રહ્યાં હતાં તે જ વખતે સેવિયેટ રાજ્યમાં અસાધારણ પ્રવૃત્તિ અને કામગીરી ચાલી રહ્યાં હતાં એ એક નોંધપાત્ર બીના છે. સેવિયેટ રાજ્ય જગવ્યાપી મંદીથી જાણે સાવ અસ્પૃશ્ય રહ્યું હોય એમ લાગે છે, તેની અર્થવ્યવસ્થાનો પાયે બિલકુલ ભિન્ન હતું. પરંતુ સોવિયેટ રાજ્ય એ મંદીના પરિણામમાંથી મુક્ત ન રહી શક્યું; પક્ષ રીતે એની તેના ઉપર અસર થઈ અને તેથી તેની મુશ્કેલીઓ ખૂબ વધી ગઈ. આગળ હું તને કહી ગયું છું કે, સોવિયેટ રાજ્ય પરદેશમાંથી યંત્રો ખરીદતું હતું અને પિતાની ખેતીની પેદાશ ત્યાં આગળ વેચીને તેની ઊપજમાંથી તેનાં નાણું ચૂકવતું હતું. બેરાકીની વસ્તુઓના ભાવ બેસી ગયા એટલે પિતાની અનાજની નિકાસમાંથી સેવિયેટને ઓછાં નાણાં મળતાં, પરંતુ તેણે ખરીદેલાં યંત્રોની કિંમત ચૂકવવા માટે તેને પૂરતા પ્રમાણમાં સેનું ઊભું કરવું પડતું એટલે તેને ખાધાખોરાકીની વસ્તુઓની વધુ ને વધુ નિકાસ કરવી પડતી. આ રીતે વેપારની જગવ્યાપી મંદી તથા વસ્તુઓના ભાવ બેસી જવાને કારણે સેવિયેટને ભારે ખોટ ગઈ અને તેની કેટલીયે ગણતરીઓ ઊંધી વળી ગઈ. આને લીધે જીવનને જરૂરી એવી બીજી ઘણી વસ્તુઓની દેશમાં વળી વધારે તંગી ઊભી થઈ અને એને પરિણામે પ્રજાની હાડમારી વધી જવા પામી.