________________
૧૩૬. દુનિયાનું શરાફ ઈંગ્લેંડ
- ૨૩ ફેબ્રુઆરી, ૧૯૩૩ ઇંગ્લંડની લક્ષ્મી સદીની સમૃદ્ધિ તેના ઉદ્યોગે તથા તેની વસાહત તથા તાબા નીચેના મુલકેના શોષણને આભારી હતી. ખાસ કરીને એની વધતી જતી સંપત્તિને આધાર સુતરાઉ કાપડ, લે, જહાજો બાંધવાને ઉદ્યોગ તથા કેસો એ ચાર ઉદ્યોગ ઉપર હતે. આ ઉદ્યોગને પ્રધાન અથવા તો પાયાના ઉદ્યોગે કહી શકાય. આ ઉદ્યોગની આસપાસ અથવા એમનાથી સ્વતંત્ર બીજા અનેક નાના મોટા ઉદ્યોગે ત્યાં વિકસ્યા. વેપારજગારની મોટી મોટી પેઢીઓ તથા બેંકે અથવા શરાફી પેઢીઓ સ્થપાઈ કેવળ પિતાને માલ જ નહિ પણ બીજા ઉદ્યોગપ્રધાન દેશોને પાકે માલ પણ દેશપરદેશ લઈ જતાં ઈંગ્લેંડનાં વેપારી વહાણે દુનિયાના લગભગ દરેક ભાગમાં જોવામાં આવતાં. આખી દુનિયાની વેપારની ચીજો એક દેશથી બીજે દેશ લઈ જવા લાવવાનું કાર્યએ જહાજો કરવા લાગ્યાં. લંડનની લેઈડ વીમા કંપની આખી દુનિયાના દરિયાઈ વેપારનું કેન્દ્ર થઈ પડી. આ ધંધારોજગાર તથા ઉદ્યોગેએ પાર્લામેન્ટ ઉપર પિતાનું પ્રભુત્વ જમાવ્યું.
દેશમાં બહારની સંપત્તિને અખલિત ધોધ વહેવા લાગ્યું અને દેશને ઉપલે તથા મધ્યમવર્ગ દિનપ્રતિદિન વધારે ને વધારે ધનિક બનતે ગયે. એ સંપત્તિને થડે હિસે મજૂરવર્ગને પણ મળે અને તેને લીધે તેના જીવનનું ધોરણ પણ ઊંચું થયું. પરંતુ ધનિકવર્ગને મળતી રહેતી આ સંપત્તિને તેમણે શે ઉપયોગ કરે? એને એમ ને એમ પડી રહેવા દેવી એ તે મૂર્ખાઈ કહેવાય એટલે દરેક જણ નવા નવા ઉદ્યોગે ઊભા કરવા તથા ઉત્તરોત્તર વધારે ને વધારે પ્રમાણમાં માલ પેદા કરીને વધારે ને વધારે નફે મેળવવા આતુર હતા. આ સંપત્તિને માટે ભાગ સ્કોટલેંડ તથા ઇંગ્લંડમાં નવાં નવાં કારખાનાંઓ ઊભાં કરવામાં, રેલવે બાંધવામાં તેમ જ એવાં બીજાં સાહસ ખેડવામાં વપરાયે. થડા વખત પછી દેશમાં સંખ્યાબંધ કારખાનાંઓ થઈ ગયાં અને દેશનું સંપૂર્ણ ઉદ્યોગીકરણ થઈ ગયું ત્યારે સ્વાભાવિક રીતે જ નફાનું પ્રમાણ ઘટી ગયું કેમ કે, હવે ત્યાં ઉદ્યોગે વચ્ચે હરીફાઈ વધી ગઈ હતી. હવે પૈસાવાળા મૂડીદારોએ વધારે નફાકારક રોકાણ કરવા માટે પરદેશ તરફ નજર કરી અને એ દિશામાં તેમને બહોળું ક્ષેત્ર મળી રહ્યું. દુનિયાભરમાં રેલવેએ બંધાઈ રહી હતી, તારની લાઈન નંખાઈ રહી હતી તથા કારખાનાંઓ ઊભાં થવા લાગ્યાં હતાં. યુરોપ, અમેરિકા, આફ્રિકા તેમ જ બ્રિટનના તાબાના મુલકમાંનાં આવાં ઘણું કાર્યોમાં ઇંગ્લંડનાં વધારાનાં નાણાંનું રોકાણ થયું. યુનાઈટેડ સ્ટેટ્સમાં નૈસર્ગિક સંપત્તિ