________________
જગત ઉપર છેવટની દૃષ્ટિ
૧૪૫૧
હાથપગ જોડીને બેસી રહે છે અથવા કરવાના પામર અને બિલકુલ વ્ય
ઉપર ચડાઈ કરે છે એ પ્રસ ંગે તે કાં તે તો તેમની વચ્ચેની એ લડાઈનું પ્રયાસ કરે છે.
સમાધાન
'
દક્ષિણ અમેરિકાનાં એ બે યુદ્દો અથવા · અથડામણા ’માંની એક ચેકા નામથી ઓળખાતા જંગલના એક પ્રદેશના મુદ્દા ઉપર એલીવિયા અને પેરાગુએ વચ્ચે પેદા થયેલી છે. એક વિનાદી ફ્રાંસવાસીએ કહ્યું છે કે, એલીવિયા અને પેરાણુએ વચ્ચેની ચેકા જંગલ માટેની લડાઈ મને કાંસકીને માટે લડતા ખે ટાલવાળા માણસાની યાદ આપે છે.' તેમની વચ્ચેની એ લડાઈ બેવકૂફીભરી છે એમાં શંકા નથી પણ તે ઉપર જણાવ્યું છે તેટલી બધી એક્દી છે એમ ન જ કહી શકાય. વિશાળ જંગલપ્રદેશમાં તેલનાં હિતા સડાવાયેલાં છે અને તેમાં થઈને વહેતી પેરાશુએ નદી ખેલીવિયાને આટ્લાંટિક મહાસાગર સાથે જોડે છે. એ એ દેશોએ સમજૂતી પર આવવાને ઇન્કાર કર્યાં છે અને તે આજ સુધીમાં હજારો માણસની જિંદગીને ભોગ આપી ચૂકયા છે.
ખીજી અથડામણુ કાલખિયા અને પેરુ વચ્ચે ચાલી રહી છે. એમની વચ્ચે ઝઘડા લૅટીસિયા નામના એક નાનકડા ગામના મુદ્દા ઉપર થવા પામ્યા છે. પેરુએ એ ગામને બહુ અયેાગ્ય રીતે કબજો કર્યાં છે. હું ધારું છું કે પ્રજાસધે એને માટે પેરુને સખત ઠપકા આપ્યા હતા.
લૅટિન અમેરિકાના લૉકા ( એમાં મેકિસકેાના લેાકાનેા પણ સમાવેશ થાય છે. ) કૅથલિક સંપ્રદાયના છે. મેક્સિકામાં રાજ્ય અને કૅથલિક પાદરીઓ વચ્ચે ઝનૂની તકરાર થઈ હતી. સ્પેનની પેઠે, મેક્સિકેાની સરકાર પણ કેળવણી તેમ જ લગભગ બીજી બધી બાબતો ઉપરની રેશમન ચ ની ભારે સત્તા ઉપર કાપ મૂકવા ચહાતી હતી.
બ્રાઝિલ સિવાય આખાયે દક્ષિણ અમેરિકાની ભાષા સ્પેનિશ છે. બ્રાઝિલની રાજભાષા પોર્ટુગીઝ છે. આટલા મોટા વિસ્તારમાં એ ખેલાતી હાવાથી સ્પેનિશ ભાષા જગતની એક મોટામાં મોટી ભાષા છે. એ અતિશય મનારમ અને સંગીતમય ભાષા છે. એનું આધુનિક સાહિત્ય સુંદર છે અને દક્ષિણ અમેરિકાને લીધે આજે તે ભારે મહત્ત્વની વેપારની ભાષા પણ ખની ગઈ છે.