________________
૧૦૧૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન લશ્કરે રાખતા, ખાનગી કરી નાખતા અને પિતાનાં ખાનગી યુદ્ધો ચલાવ્યું રાખતા. આ બધાને બેજો લાંબા કાળથી યાતનાઓ સહેતી આવેલી ચીની પ્રજાને ઉઠાવવો પડત. આવા કેટલાક મહાતૂશનની પાછળ વિદેશી સત્તાઓની, ખાસ કરીને જાપાનની ઓથ હતી એમ કહેવાય છે. શાંઘાઈની મેટી મોટી પરદેશી વેપારી પેઢીઓ તરફથી પણ તેમને નાણાંની મદદ મળતી હતી.
દક્ષિણમાં, ડૉ. સુનયાત સેનની સરકાર કાર્ય કરતી હતી ત્યાં માત્ર એક ઊજળું સ્થાન હતું. એ સરકારને પિતાના આદર્શો હતા, પિતાની કકસ નીતિ હતી; ઉત્તરના કેટલાક તૂશનની સરકારની પેઠે એનું કેવળ લૂંટવાનું કાર્ય નહોતું. ૧૯૨૪ની સાલમાં કુ-મીન-ટાંગની અથવા પ્રજાપક્ષની રાષ્ટ્રીય મહાસભાની પહેલી બેઠક મળી અને ડૉ. સુનયાત સેને તેની આગળ એક જાહેરનામું રજૂ કર્યું, એ જાહેરનામામાં તેણે રાષ્ટ્રને દોરવણી આપનારા સિદ્ધાંત રજૂ ક્ય. એ જાહેરનામું તથા એના સિદ્ધાંત ત્યારથી કુ-મીન-ટાંગના આધારરૂપ બની ગયા. અને કહેવાતી રાષ્ટ્રીય સરકારની સામાન્ય નીતિ આજે પણ એ મુજબ ચાલે છે એમ મનાય છે.
૧૯૨૫ના માર્ચ માસમાં ડૉ. સુનયાત સેન મરણ પામે. ચીનની સેવામાં તેણે પિતાનું જીવન ઘસી નાખ્યું હતું. ચીની પ્રજાને એના ઉપર અપાર પ્રેમ હતે..
૧૫૪. યુદ્ધકાળનું હિંદુ
૧૬ એપ્રિલ, ૧૯૩૩ * બ્રિટિશ સામ્રાજ્યના એક ભાગ તરીકે, બેશક હિંદ પણ સીધી રીતે મહાયુદ્ધમાં સંડોવાયું હતું. પરંતુ હિંદની અંદર કે તેની પાસે ખરેખર લડાઈ થઈ નહોતી. આમ છતાં, હિંદ ઉપર મહાયુદ્ધની અનેક પ્રકારે પ્રત્યક્ષ તેમ જ પક્ષ અસર થઈ અને એ રીતે અહીં ભારે ફેરફાર થવા પામ્યા. મિત્રરાજ્યોને મદદ કરવાને અર્થે હિંદની સાધનસામગ્રીને પૂરેપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતે.
એ હિંદુસ્તાનનું યુદ્ધ નહોતું. જર્મની સામે કે તેના પક્ષનાં ઇતર રાજ્ય સામે હિંદને કશી ફરિયાદ નહોતી અને તુક માટે તે તેની ભારે સહાનુભૂતિ હતી. પરંતુ એ બાબતમાં હિંદને માટે પસંદગીને સવાલ નહોતો. તે તો કેવળ બ્રિટનના તાબા નીચેને દેશ હત અને પિતાના સામ્રાજ્યવાદી માલિકની સાથે એક કતારમાં ઊભા રહેવાની તેને ફરજ પાડવામાં આવી હતી. અને તેથી, દેશમાં ભારે વિરોધ હોવા છતાંયે હિંદી સૈનિકે તુકે, મિસરવાસીઓ તથા બીજાઓ સામે લડ્યા અને પશ્ચિમ એશિયામાં હિંદના નામને અકારું કરી મૂકવું.