________________
૧૩૩૦ ' જગતના ઇતિહાસનું રેખાદર્શન હેય એ એકે દાખલે મળતું નથી. હરીફાઈતેમ જ બીજાઓને ભોગે હમેશાં
વ્યક્તિગત ન મેળવવું એ વસ્તુ મૂડીવાદના ખુદ પાયામાં જ રહેલી છે. સોવિયેટ રાજ્યમાં સામાજિક ઉન્નતિને આ આશય નફાના આશયનું સ્થાન લઈ રહ્યો છે. અને એક અમેરિકન લેખકના કહેવા મુજબ “પરસ્પરાવલંબનને સ્વીકાર કરવાથી દારિય અને ભયમાંથી મુક્તિ મળે છે.” એ વસ્તુ સોવિયેટના કામદારો શીખી રહ્યા છે. સર્વત્ર જનતાની પીઠ ઉપર સવારી કરી રહેલા દારિદ્ર તથા અસલામતીના ભયને સોવિયેટે રૂખસદ આપી એ તેની એક મહા મેટી સિદ્ધિ છે. એમ કહેવાય છે કે એ રાહતને કારણે સોવિયેટ રાજ્યમાંથી માનસિક રોગને અંત આવ્યો છે
આમ, આ ભારે પરિશ્રમનાં વરસ દરમ્યાન સોવિયેટ રાજ્યમાં સર્વત્ર અને સર્વાગી પ્રગતિ થઈ છે. હા, એ પ્રગતિ ભારે હાડમારી વેઠવાને પરિણામે થઈ અને તેમાં સપ્રમાણતા જળવાઈ નહોતી એ ખરું પરંતુ એમ છતાંયે એ વરસો દરમ્યાન શહેર વધ્યાં, ઉદ્યોગ વધ્યા, મોટા મોટા સામૂહિક ખેતીના બગીચાઓ ઊભા થયા તેમ જ જબરદસ્ત સહકારી સંસ્થાઓ ઊભી થઈ તથા વેપાર રોજગાર, વસતી, સંસ્કૃતિ, વિજ્ઞાન અને વિદ્યા એ બધાંની પણ વૃદ્ધિ થવા પામી. આ ઉપરાંત, એ વરસે દરમ્યાન, બાલ્ટિક સમુદ્રથી માંડીને પ્રશાન્ત મહાસાગર સુધી અને મધ્ય એશિયામાં પામીર અને હિંદુકુશ પર્વત સુધી વિસ્તરેલા સોવિયેટ રાજ્યની ભિન્ન ભિન્ન અસંખ્ય જાતિઓ અથવા પ્રજાઓમાં એકતા અને આત્મીયતાની ભાવના પ્રગટી.
સેવિયેટ રાજ્યમાં કેળવણી, વિજ્ઞાન અને સામાન્ય રીતે સંસ્કૃતિની થયેલી પ્રગતિ વિષે તને લખવાને મને લેભ થઈ આવે છે પરંતુ મારે મારા એ લેભ ઉપર કાબૂ રાખ જોઈએ. પરંતુ તેને મજા પડે એવી થોડી આડીતેડી હકીકતે તે મારે તેને કહેવી જ જોઈએ. અધિકારી નિરીક્ષકોની માન્યતા પ્રમાણે સેવિયેટની શિક્ષણ પદ્ધતિ આજે જગતભરમાં સર્વોત્તમ અને સૌથી વધારે આધુનિક ઢબની છે. નિરક્ષરતા તે ત્યાંથી લગભગ અદશ્ય થઈ ગઈ છે. મધ્ય એશિયામાં આવેલા ઉઝબેકિસ્તાન અને તુર્કમીનિસ્તાન જેવા પછાત પ્રદેશોમાં પણ એ દિશામાં થયેલી પ્રગતિ આશ્ચર્યકારક છે. મધ્ય એશિયાના આ પ્રદેશમાં ૧૯૧૩ની સાલમાં ૧૨૬ શાળાઓ હતી અને ૬ર૦૦ વિદ્યાથીઓ હતા. ૧૯૨ની સાલમાં ત્યાં આગળ ૬૯૭૫ શાળાઓ હતી અને ૭૦૦,૦૦૦ વિદ્યાર્થીઓ હતા, જેમાં ત્રીજા ભાગ કરતાંયે વધારે કન્યાઓ હતી. ત્યાં સામુદાયિક ફરજિયાત શિક્ષણ દાખલ કરવામાં આવ્યું છે. આ અસાધારણ પ્રગતિ બરાબર સમજવા માટે તારે એ હકીક્ત લક્ષમાં રાખવી જોઈએ કે દુનિયાના આ ભાગમાં છેક હમણાં સુધી કન્યાઓને પડદા પાછળ ગોંધી રાખવામાં આવતી હતી અને તેમને બહાર જાહેરમાં આવવા દેવામાં આવતી નહતી. આ પ્રગતિ