________________
સેવિયેટ રાજ્યની મુશ્કેલીઓ, તેની સફળતા અને નિષ્ફળતા ૧૩૩ ત્યાં લૅટિન લિપિ દાખલ કરવામાં આવી તેને આભારી હતી કેમ કે, જુદી જુદી સ્થાનિક લિપિઓના કરતાં એ લિપિએ પ્રાથમિક કેળવણીનું કામ ઘણું સુગમ કરી મૂકયું એમ કહેવામાં આવે છે. હું તને આગળ કહી ગયો છું કે કમાલ પાશાએ અરબી લિપિને બદલે લૅટિન લિપિ દાખલ કરી હતી એ હકીક્ત તને યાદ હશે. સેવિયેટના પ્રયોગ ઉપરથી તેને એ કલ્પના આવી હતી તથા બીજી ભાષાને બંધ બેસે એવા ફેરફારવાળી વર્ણમાળા પણ તેને સોવિયેટ પાસેથી જ મળી. ૧૯૨૪ની સાલમાં કોકેસસનાં પ્રજાસત્તાકોએ અરબી લિપિ છોડી દઈને લૅટિન લિપિને સ્વીકાર કર્યો. નિરક્ષરતા દૂર કરવામાં એને ભારે સફળતા મળી અને સેવિયેટ રાજ્યની ચીની, મંગલ, તુર્ક, તાતાર, બુરિયત, બક્કીર, તાજીક તેમ જ બીજી અનેક જાતિઓએ આ લેટિન લિપિને સ્વીકાર કર્યો. પ્રાથમિક કેળવણીને માટે ભાષા તે સ્થાનિક રાખવામાં આવી હતી માત્ર લિપિ જ બદલવામાં આવી હતી. તને એ જાણીને આનંદ થશે કે, સેવિયેટ રાજ્યમાં શાળામાં ભણતાં બેતૃતીયાંશ કરતાંયે વધારે બાળકોને શાળાઓમાં ગરમ ગરમ નાસ્તો આપવામાં આવે છે. બેશક એ નાસ્તો મફત જ આપવામાં આવે છે અને ખુદ કેળવણી પણ મફત આપવામાં આવે છે. મજૂરના રાજ્યમાં એમ હોવું જ જોઈએ. | અક્ષરજ્ઞાનને વિકાસ અને કેળવણીની પ્રગતિ થવાને કારણે વાંચનારાઓને
એક મેટે વર્ગ ઊભો થયો છે અને ઘણું કરીને બીજા દેશો કરતાં સેવિયેટ રાજ્યમાં વધારે પુસ્તક છપાય છે અને છાપાંઓ બહાર પડે છે. મોટે ભાગે એ પુસ્તકો ગંભીર પ્રકારનાં અને “ભારે” હોય છે. બીજા દેશોમાં બહાર પડતી હળવી નવલકથાઓ જેવાં તે નથી હોતાં. ઇજનેરી તેમ જ વીજળીની બાબતમાં રશિયાના કામદારને એટલે બધે રસ છે કે વાર્તાની ચોપડીઓ વાંચવા કરતાં તે એ વિષયનાં પુસ્તક વાંચવાનું પસંદ કરે છે. પરંતુ બાળકને માટે તે ત્યાં બહુ જ મજાની ચોપડીઓ હોય છે અને તેમાં પરીકથાઓને પણ સમાવેશ થાય છે. જોકે, ચુસ્ત બોવિકે પરીકથાઓને પસંદ કરતા નથી.
વિજ્ઞાનના ક્ષેત્રમાં –– શુદ્ધ વિજ્ઞાન તેમ જ અસંખ્ય રીતે તેને વ્યવહારમાં લાગુ પાડવાની બાબતમાં –– તે સેવિયેટ રશિયાએ ક્યારનું પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યાં આગળ વિજ્ઞાનની જુદી જુદી શાળાઓની સંસ્થાઓ તથા તેના પ્રયોગ માટેનાં મથકે ઊભાં થયાં છે. લેનિનગ્રાડમાં છેડવાઓના ઉદ્યોગની એક જબરદસ્ત સંસ્થા છે અને તેમાં જુદી જુદી ૨૮,૦૦૦ જાતના ઘઉં છે. એ સંસ્થા એરોપ્લેન દ્વારા ડાંગરનું વાવેતર કરવાના પ્રયોગ કરી રહી છે.
કાર તથા અમીરઉમરાના પુરાણા મહેલે હવે લેકને માટેનાં સંપ્રહસ્થાન, આરામગૃહે તથા સ્વાસ્થગૃહના રૂપમાં ફેરવાઈ ગયા છે. લેનિનગ્રાડની પાસે જ એક નાનકડો કસબ છે. પહેલાં લેકે એને “ઝારકે સેલ” એટલે કે ઝારનું ગામ” કહેતા હતા. ત્યાં આગળ ઝારના બે મહેલે હતા અને ઉનાળામાં