________________
૧૩૩૨
જગતના ઇતિહાસનું રેખાદર્શન ઝાર ત્યાં રહેતો હતો. એનું નામ બદલીને હવે “દેસ્ક સેલે” એટલે કે બાળકનું ગામ' રાખવામાં આવ્યું છે અને મારા ધારવા પ્રમાણે એ પુરાણ મહેલનો ઉપયોગ બાળકે તેમ જ તરણ માટે કરવામાં આવે છે. સેવિયેટમાં આજે બાળકો તથા તરૂણેનાં બહુ માન છે અને બીજાઓને ભલે તંગી વેઠવી પડે પણ તેમને તે દરેક વસ્તુ ઉત્તમોત્તમ મળે છે. આજની પેઢી તેમને અથે જ પરિશ્રમ કરી રહી છે, કેમકે, પિતાના જીવનકાળ દરમ્યાન એ પેઢી તેને છેવટનું સ્વરૂપ આપવામાં સફળ નીવડે તે એ સમાજવાદી અને વૈજ્ઞાનિક પદ્ધતિના રાજ્યના તેઓ જ વારસ બનવાના છે. મેસ્કોમાં “માતા અને બાળકના સંરક્ષણ માટેની મધ્યસ્થ સંસ્થા' છે.
મારા ધારવા પ્રમાણે બીજા કોઈ પણ દેશ કરતાં ત્યાં આગળ સ્ત્રીઓને વધારે સ્વતંત્રતા છે. એ ઉપરાંત, રાજ્ય તરફથી તેમને ખાસ સંરક્ષણ મળે છે. ત્યાં આગળ સ્ત્રીઓ કઈ પણ ધંધામાં દાખલ થઈ શકે છે અને ઘણી મેટી સંખ્યામાં સ્ત્રી ઇજનેરે પણ છે. પણ સરકાર તરફથી એલચીના હોદ્દા ઉપર નિમાનાર પહેલવહેલી સ્ત્રી જૂની બશેવિક, મૅડમ કોલન્તાઈ હતી. લેનિનની વિધવા ફરૂકાયા સોવિયેટના કેળવણીખાતાની એક શાખાની અધ્યક્ષ છે.
રોજે રોજ અને કલાકે કલાકે આ બધા ફેરફારો ત્યાં થતા હોવાને કારણે સેવિયેટ રાજ્ય એ રોમાંચકારી મુલક બની ગયું છે. પરંતુ સાઇબેરિયાનાં વેરાન સ્ટેપેઝ એટલે કે ભેજવાળાં મેદાન અને મધ્ય એશિયાની પ્રાચીન ખીણે સૌથી વિશેષ રે માંચકારી અને આકર્ષક છે. એ બંને પ્રદેશ અનેક પેઢીઓથી માનવી પરિવર્તન અને પ્રગતિથી અળગા પડી ગયા હતા પરંતુ આજે તે એ બંને કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યા છે, સોવિયેટ રાજ્યમાં થયેલા એ ઝડપી ફેરફારને તને કંઈક ખ્યાલ આપવા માટે તાજીકિસ્તાન વિષે હું તને કંઈક કહીશ. ઘણું કરીને સોવિયેટ રાજ્યને એ સૌથી પછાત મુલક છે.
- તાજીકિસ્તાન અક્ષ નદીની ઉત્તરે પામીર પર્વતમાળાની ખીણમાં આવેલું છે. તેની એક બાજુ અફઘાનિસ્તાન અને બીજી બાજુએ ચિનાઈ તુર્કસ્તાન આવેલું છે અને હિંદની સરહદથી તે બહુ દૂર નથી. એ બુખારાના અમીરોની હકૂમત નીચે હતા. એ અમીરે રશિયાના ઝારના ખંડિયા રાજા હતા. ૧૯૨૦ની સાલમાં બુખારામાં સ્થાનિક ક્રાંતિ થઈ અને અમીરને હાંકી મૂકવામાં આવ્યું તથા બુખારાના લેકેએ ત્યાં સેવિયેટ પ્રજાસત્તાકની સ્થાપના કરી. એ પછી ત્યાં આંતરવિગ્રહ થયો અને આ અંધાધૂંધી દરમ્યાન જ તુર્કીના એક વખતના નેતા અનવર પાશાનું મૃત્યુ થયું હતું. બુખારાના પ્રજાસત્તાકનું નામ “ઉઝબેકનું સમાજવાદી સેવિયેટ પ્રજાસત્તાક રાખવામાં આવ્યું અને તે સેવિયેટ રાજ્યનું એક અંગભૂત સ્વાયત્ત અથવા