________________
માકર્સવાદ ખરીદી, વેચાણ અને વિનિમય વગેરે) સંબંધે ઉપસ્થિત થાય છે, અને એ સંબંધે તેમની ઉત્પાદનની પદ્ધતિ અનુસાર નક્કી થાય છે તથા તેને અનુરૂપ હોય છે. આ સંબંધે સમગ્રપણે સમાજનું અર્થતંત્ર અથવા અર્થવ્યવસ્થા બની રહે છે. અને આ અર્થતંત્રની ભૂમિકા અનુસાર કાયદાઓ, રાજકારણ, સામાજિક રૂઢિઓ, વિચારે અને બીજું બધું નિર્માણ થાય છે. એથી કરીને, માકર્સના આ દષ્ટિબિંદુ અનુસાર ઉત્પાદનની પદ્ધતિમાં ફેરફાર થાય તે પ્રમાણે સમાજનું અર્થતંત્ર ફેરવાય છે અને એમ થતાં એને પરિણામે લેકોના વિચારે, કાયદાઓ તથા રાજકારણમાં પણ ફેરફાર થાય છે.
વળી માકર્સ ઇતિહાસને ભિન્ન ભિન્ન વર્ગો વચ્ચેના સંઘર્ષ અથવા તે વિગ્રહની નોંધ તરીકે પણ લેખે છે. મનુષ્ય સમાજને ભૂતકાલીન તેમ જ સાંપ્રત ઈતિહાસ એ વર્ણવર્ગ વચ્ચેના વિચહેનો જ ઈતિહાસ છે. જેના હાથમાં ઉત્પાદનનાં સાધનને કાબૂ હોય તે વર્ગનું સમાજ ઉપર પ્રભુત્વ હોવાનું. તે બીજા વર્ગોની મજૂરીને પિતાને ખાતર ઉપયોગ કરે છે અને તેમાંથી ફાયદો ઉઠાવે છે. મજૂરી કરનારાઓને પિતાની મજૂરીનું પૂરેપૂરું મૂલ્ય અથવા વળતર મળતું નથી. એમાંને માંડ પિટિયા પૂરતો હિસ્સો તેમને મળે છે અને તેને બાકી રહેલે વધારાનો ભાગ મજૂરી કરાવનારા વર્ગને હાથ જાય છે. આ રીતે મજૂરી કરાવનાર અથવા તે શેષક વર્ગને મજૂરની મજૂરીનું ન ચૂકવાયેલું અથવા તે વધારાનું મૂલ્ય મળવાથી તે દિનપ્રતિદિન ધનિક થતું જાય છે. ઉત્પાદન ઉપર કાબૂ ધરાવનાર આ વર્ગને રાજ્ય તથા રાજ્યતંત્ર ઉપર પણ કાબૂ હેય છે અને આ શાસકવર્ગનું સંરક્ષણ કરવું એ રાજ્ય પ્રધાન હેતુ બની જાય છે. માકર્સ કહે છે કે, “રાજ્ય એ તે સમગ્ર શાસકવર્ગના બધાયે વ્યવસાયનું સંચાલન કરવા માટેની કારોબારી સમિતિ છે.” આ કાર્યને અર્થે જ કાયદાઓ ઘડવામાં આવે છે અને કેળવણી, ધર્મ તેમ જ એવી બીજી અનેક રીતે દ્વારા લેકના મગજ ઉપર એવું ઠસાવવામાં આવે છે કે પ્રસ્તુત વર્ગનું આધિપત્ય ન્યા અને વાસ્તવિક છે. જે વર્ગોનું શોષણ કરવામાં આવે તેમને ખરી વસ્તુસ્થિતિની જાણું ન થાય તથા એ રીતે તેઓ અસંતુષ્ટ ન બને એટલા ખાતર એ વસ્તુઓ દ્વારા રાજ્યતંત્ર તથા કાયદાઓનું વર્ગીય સ્વરૂપ ઢાંકવાના હરેક પ્રયત્ન કરવામાં આવે છે. આમ છતાંયે જે કઈ પુરુષ અસંતુષ્ટ થાય અને પ્રચલિત રાજ્યતંત્રની સામે હોય તો તેને સમાજ તથા નીતિમત્તાનો શત્રુ અને પુરાણી સ્થાપિત વ્યવસ્થાને ઉથલાવી નાખનાર કહેવામાં આવે છે અને રાજ્ય તેને ચગદી નાખે છે.
પરંતુ ગમે એટલે પ્રયાસ કરવા છતાંયે કોઈ એક વર્ગનું આધિપત્ય કાયમને માટે ટકી શકતું નથી. એને સત્તાધીશ બનાવનાર બળો જ હવે એની વિરુદ્ધ કાર્ય કરવા માંડે છે. તે સમયનાં પ્રચલિત ઉત્પાદનનાં સાધને ઉપર તેને કાબૂ