________________
૧૩૪૪
જગતના ઇતિહાસનુ` રેખાદર્શન
વધારે અવલાકન અને પ્રયાગો દ્વારા તેની સત્યતાની કીથી કસોટી કરવામાં આવે છે.
આના અર્થ એ નથી કે વિજ્ઞાન ભૂલ કરતું જ નથી. તે ધણી વાર ભૂલ કરે છે અને પરિણામે તેને પાછા હવું પડે છે. પરંતુ કાઈ પણ પ્રશ્ન સમજવાની સાચી રીત એક માત્ર વૈજ્ઞાનિક પદ્ધતિની જ હોય એમ લાગે છે. ૧૯મી સદીના વિજ્ઞાનના બધાયે ગર્વ અને સ્વયંપૂર્ણતાની ભાવના આજે ગળી ગયાં છે. પોતે મેળવેલી સિદ્ધિ માટે તે ગૌરવ લે છે ખરું. પરંતુ હજીયે અણુશાધ્યા રહેલા જ્ઞાનના વિશાળ અને નિરંતર વિસ્તરતા રહેતા મહાસાગર આગળ તે નમ્ર બન્યું છે. પોતાનું જ્ઞાન કેટલું અલ્પ છે તે ડાહ્યો માણસ બરાબર સમજે છે; એવકૂફ઼ જ માને છે કે પોતે સન છે. વિજ્ઞાનની બાબતમાં પણ એમ જ છે. એ જેમ જેમ આગળ વધતું જાય છે તેમ તેમ તે ઓછું મતાગ્રહી થતું જાય છે અને તેની સમક્ષ રજૂ કરવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવામાં તે વિશેષ ઢચુપચુ બનતું જાય છે. અડિંગ્ટન જણાવે છે કે, કેટલા પ્રશ્નોને આપણે જવાબ આપી શકીએ એ ઉપરથી નહિ પણ આપણે કેટલા પ્રશ્નો પૂછી શકીએ તે ઉપરથી આપણે વિજ્ઞાનની પ્રગતિનું માપ કાઢવું જોઈ એ.’ કદાચ એમ હોય પણ ખરું પરંતુ એમ છતાંયે વિજ્ઞાન દિનપ્રતિદિન આપણા વધુ ને વધુ પ્રશ્નોના જવા। આપતું જાય છે અને જીવનને મ સમજવામાં તે આપણને મદદ કરે છે. અને આપણે તેને લાભ ઉઠાવીએ તો, એ રીતે, ઉદાત્ત ધ્યેયને અનુલક્ષીને વધુ સારુ જીવન જીવવામાં પણ તે આપણને મદદરૂપ નીવડે છે. જીવનના અંધકારમય ખૂણાને તે અજવાળે છે અને અજ્ઞાનતાના ગોટાળામાંથી બહાર કાઢીને સત્યની ઝાંખી કરાવે છે.
૧૮૩, વિજ્ઞાનના સદુપયોગ અને દુરુપયોગ
૧૪ જુલાઈ, ૧૯૩૩
મારા આગલા પત્રમાં વિજ્ઞાનના અદ્ભુત ક્ષેત્રની છેલ્લામાં છેલ્લી શેાધે વિષે હું તને કંઈક ઝાંખી કરાવી ગયો છું. એમાં તને રસ પડશે કે કેમ તથા વિચારોનાં તેમ જ સિદ્ધિઓનાં એ ક્ષેત્રે તરફ તું આર્થાંશે કે નહિ તે હું નથી જાણતો. એ વિષયા વિષે તને વધારે જાણવાની ઇચ્છા હશે તે એને માટે જરૂરી અનેક પુસ્તકા તને સહેલાઈથી મળી રહેશે. પરંતુ એ વસ્તુ હમેશાં યાદ રાખજે કે મનુષ્યના વિચારમાં નિરંતર પ્રાંત થતી રહે છે અને તે પ્રકૃતિ તથા વિશ્વના ક્રાયડાઓ સમજવાની અવિરતપણે ગડમથલ કર્યા કરે છે. અને હું આજે તને જે કહી રહ્યો છું તે આવતી કાલે કદાચ અધૂ હું અને