________________
વિજ્ઞાનની પ્રગતિ
૧૩૪૩ પછીથી પેલ્લે “નૈમિત્તિક પ્રતિક્રિયા” (કંડિશન્ડ રિલેસ) ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કર્યો એટલે કે, કૂતરાને તેણે અમુક સૂચન અથવા સંકેત મળતાં ખેરાકની અપેક્ષા રાખતાં શીખવ્યું. એનું પરિણામ એ આવ્યું કે, કૂતરાના મનમાં એ સંકેતને ખોરાક સાથે સંબંધ જોડાઈ ગયે, અને ખોરાક મેજૂદ ન હોય તે સમયે પણ એ સંકેતથી કૂતરાના મોંમાં રાક નજરે પડતાં થાય એવી જ અસર પેદા થતી. એટલે કે એ સંકેત થતાંવેંત જ તેના મોંમાં પાણી આવતું.
કૂતરાઓ તથા તેમના મોંમાં પેદા થતી લાળના પ્રયોગના આધાર ઉપર માનવી માનસશાસ્ત્ર રચવામાં આવ્યું છે અને દર્શાવવામાં આવ્યું છે કે, મનુષ્યને બચપણમાં અનેક પ્રકારની “સહજ પ્રતિક્રિયાઓ” હોય છે અને ઉંમર વધતાં તેનામાં “નૈમિત્તિક પ્રતિક્રિયાઓ” પેદા થતી જાય છે. વાસ્તવમાં, આપણે જે કંઈ શીખીએ છીએ તે એને આધારે જ શીખીએ છીએ. એ જ રીતે આપણી ટેવ પડે છે તેમ જ આપણે ભાષા વગેરે પણ શીખીએ છીએ. આપણાં બધાયે કાર્યો એ જ રીતે થાય છે. ભય એ એક સર્વસાધારણ પ્રતિક્રિયા (રિફલેક્સ) છે. માણસ પોતાની પાસે પડેલો સાપ જુએ અથવા તે સાપ જેવો દેખાતે દેરડાને ટુકડે જુએ ત્યારે કશેયે વિચાર કર્યા વિના એકાએક કૂદીને ત્યાંથી ભાગી જવા માટે પેલ્લેવના આ પ્રયોગના જ્ઞાનની તેને જરૂર નથી હોતી.
પેલેવના પ્રયોગોએ આખાયે માનસશાસ્ત્રમાં ક્રાંતિ કરી નાખી છે. તેના કેટલાક પ્રયોગે તે બહુ જ મજાના છે. પરંતુ અહીંયાં હું એ પ્રશ્નમાં ઊંડે ઊતરી શકું એમ નથી. પરંતુ મારે સાથે સાથે જણાવવું જોઈએ કે, માનસ નિરીક્ષણની આ ઉપરાંત બીજી પણ મહત્ત્વની કેટલીક રીતે છે.
વૈજ્ઞાનિક પદ્ધતિઓનાં કાર્યને તને કંઈક ખ્યાલ આપવાને માટે જ મેં આ થેડા દાખલાઓ ટાંક્યા છે. સહેલાઈથી જેમનું પૃથક્કરણ ન કરી શકાય અથવા જેમનું પૃથક્કરણ કરવાનું શક્ય જ ન હોય કે જે પૂરેપૂરી રીતે સમજી શકાય એમ ન હોય એવી બાબતે વિષે અસ્પષ્ટપણે અથવા સંદિગ્ધ રીતે વાત કરવી એ પુરાણું દાર્શનિક રીત હતી. એ વિષેની ચર્ચા કરતાં કરતાં લેકે ગરમ થઈ જતા પરંતુ એમની દલીલની સત્યતા કે અસત્યતાની છેવટની કોઈ પણ કસોટી હતી જ નહિ એટલે એ બાબત હમેશાં હવામાં અધ્ધર જ રહેતી. પરલકની વાતો કરવામાં જ તેઓ એટલા બધા મચા રહેતા હતા કે આ દુનિયાની સામાન્ય વસ્તુનું અવલોકન કરવાની તેઓ પરવા કરતા જ નહોતા. વિજ્ઞાનની પદ્ધતિ એથી સાવ ઊલટી જ છે. એમાં ક્ષુલ્લક અને નજીવી લાગતી હકીકતનું અવલોકન કરવામાં આવે છે અને એમાંથી મહત્ત્વનાં પરિણામ નીપજે છે. એ પરિણામોને આધારે સિદ્ધાંતે તારવવામાં આવે છે. અને વળી