SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન અથવા એ રીતે સરકાર તેના ટીકાકારો તથા વિરોધીઓની કામ કરવાની શકિત ઘટાડી દઈને તેમને પહોંચી વળે એવો સંભવ વધારે રહે છે. જીવશાસ્ત્ર પછી માનસશાસ્ત્ર આવે છે. એ શાસ્ત્ર મનુષ્યના મનનું –તેના વિચારે તથા આશયે તેના ભયે તથા કામનાઓ ઈત્યાદિનું અવલોકન કરે છે. વિજ્ઞાન આ રીતે નવા નવા ક્ષેત્રોમાં પ્રવેશ કરી રહ્યું છે અને આપણને આપણું પિતાને વિષે ઘણું ઘણું માહિતી આપી રહ્યું છે. અને એ રીતે તે ઘણુંખરું આપણને આપણી જાત ઉપર કાબૂ મેળવવામાં સહાય કરી રહ્યું છે. જીવશાસ્ત્ર પછી એક પગલું આગળ ચાલ્યાં એટલે પ્રજનનશાસ્ત્ર આવે છે. એ વંશ અથવા જાતિ સુધારણાનું શાસ્ત્ર છે. કેટલાંક પ્રાણીઓને અભ્યાસ વિજ્ઞાનના વિકાસમાં કેવી રીતે મદદરૂપ નીવડ્યો છે એ જાણવા જેવું છે. જ્ઞાનતંતુઓ અને સ્નાયુઓ પિતાપિતાનું કાર્ય કેવી રીતે કરે છે એ શોધી કાઢવાને ગરીબ બીચારા દેડકાને ચીરવામાં આવ્યું હતે. માખી એ એક નાનકડો અને ક્ષુલ્લક જીવ છે. એમાંની એક પ્રકારની માખી ઘણુંખરું વધારે પાકી ગયેલાં કેળાં ઉપર બેસે છે અને તેથી તેને કેળાં-માખી કહેવામાં આવે છે. એના અધ્યયનને પરિણામે આનુવંશિક સંસ્કારનું જેટલું જ્ઞાન પ્રાપ્ત થયું છે તેટલું બીજા કશાથી નથી પ્રાપ્ત થયું. એક પેઢીની વિશિષ્ટતાઓ અથવા સંસ્કારે બીજી પેઢીને કેવી રીતે વારસામાં મળે છે, એ વસ્તુ પ્રસ્તુત માખીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવાથી માલૂમ પડી છે. મનુષ્યમાં આનુવંશિક સંસ્કાર કેવી રીતે કાર્ય કરી રહ્યા છે એ સમજવામાં કંઈક અંશે એ વસ્તુ મદદરૂપ થાય છે. તીડ જેવા બીજા એથીયે વિશેષ ક્ષુલ્લક જંતુ મારફતે પણ આપણને ઘણું શીખવાનું મળે છે. અમેરિકન નિરીક્ષકોએ તીડેના લાંબા સમય સુધી અને ઝીણવટપૂર્વક કરેલા અવકન ઉપરથી પ્રાણીઓ તથા મનુષ્યની જાતિ (sex) કેવી રીતે નક્કી થાય છે તે જાણવા મળ્યું છે. એક નાનકડા પિંડ-ગર્ભ પિતાના જીવનની આરંભદશામાં જ કેવી રીતે નર કે માદા પ્રાણી અથવા બાળક કે બાળકી બને છે એ વિષે આજે આપણે ઘણું ઘણું જાણીએ છીએ. ચૂંથો દાખલે સામાન્ય ઘરગતુ કૂતરાને છે. આપણા જ સમયના પેલ્લેવ નામના એક મશહૂર રશિયન વૈજ્ઞાનિકે કૂતરાનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું. ખેરાક નજરે પડતાં કૂતરાઓના મેમાં પાણી આવે છે એ હકીકત ઉપર તેણે ખાસ લક્ષ આપ્યું. ખોરાક નજરે પડતાંવેંત કૂતરાઓના મેંમાં પેદા થતી લાળ એણે ખરેખર માપી સુધ્ધાં જોઈ ખોરાક નજરે પડતાં કૂતરાના મોંમાં પાણી આવવાની ક્રિયા આપોઆપ અથવા સહજ રીતે બને છે. એને “સહજ પ્રતિક્રિયા” કહેવામાં આવે છે. એ પહેલાંના અનુભવ વિના બાળક છીંક ખાય છે, બગાસું ખાય છે તથા આળસ મરડે છે તેને મળતી ક્રિયા છે.
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy