________________
વિજ્ઞાનની પ્રગતિ
૧૩૪૧ છીએ તે ભૂતકાળની વસ્તુ છે. કારણ કે, આપણને એ વિષેનું જે કંઈ જ્ઞાન છે તે ઉપરથી કહી શકીએ કે તેના પ્રકાશનું કિરણ પિતાને પ્રવાસે નીકળ્યું ત્યાર પછી ઘણા લાંબા વખત ઉપર એ તારે કદાચ નાશ પામે પણ હેય.
હું ઉપર જણાવી ગયો કે આપણો સૂર્ય એ એક નછ અને નાનકડા તારે છે. આકાશમાં લગભગ એક લાખ જેટલા બીજા તારાઓ છે અને એ બધાને એક સમૂહ તરીકે તારામંડળ કહેવામાં આવે છે. જે તારાઓ આપણે રાત્રે જોઈએ છીએ તેમાંના મોટા ભાગના તારાઓનું એ તારામંડળ (ગેલેકસી) બનેલું છે. પરંતુ નરી આંખે તે આપણે બહુ ઓછા તારાઓ જોઈ શકીએ છીએ. શક્તિશાળી દૂરબીનની સહાયથી આપણે એથી ઘણું વધારે તારાઓ જોઈ શકીએ છીએ. એ શાસ્ત્રના નિષ્ણાતેએ એવી ગણતરી કાઢી છે કે વિશ્વમાં જુદાં જુદાં એવાં એક લાખ તારામંડળો છે!
આશ્ચર્યચકિત કરનારી બીજી એક હકીકત સાંભળ. આપણને કહેવામાં આવે છે કે આ વિશ્વ વધતું જ જાય છે. જેમ્સ જીન્સ નામને એક ગણિતશાસ્ત્રી એને મેટા ને મોટા થતા જતા સાબુના પરપોટાની સાથે સરખાવે છે; પરપોટાની સપાટી તે વિશ્વ અને પરપોટા જેવું આ વિશ્વ એટલું તે મેટું છે કે, એના , એક છેડાથી બીજા છેડા સુધી પહોંચતાં પ્રકાશને કરડે વરસ લાગે છે.
આશ્ચર્ય પામવાની તારી શકિત હજી ખૂટી ન ગઈ હોય તે સાચેસાચ આ અભુત વિશ્વ વિષે મારે હજી તને ઘણું કહેવાનું છે. કેમ્બ્રિજ વિદ્યાપીઠને સર આર્થર એડિટન નામને એક ખગોળશાસ્ત્રી આપણને જણાવે છે કે, ચાવી પૂરી થતાં ઘડિયાળ બંધ પડી જાય છે તેમ આપણું વિશ્વ ભંગાર થતું જાય છે અને કોઈ પણ રીતે ઘડિયાળની પેઠે એને ફરીથી ચાવી આપવામાં ન આવે તે એ છિન્નભિન્ન થઈ જશે. બેશક આવું બધું કરડે વરસને અંતે બનવા પામે છે એટલે આપણે એ વિષે ચિંતા કરવાની જરૂર નથી.
પદાર્થવિજ્ઞાન અને રસાયણ એ ૧૯મી સદીની વિજ્ઞાનની પ્રધાન શાખાઓ હતી. એમણે મનુષ્યને પ્રકૃતિ અથવા તે બહારની દુનિયા ઉપર પ્રભુત્વ મેળવવામાં મદદ કરી. પછીથી વિજ્ઞાનત્તાઓ પોતાની અંદર દૃષ્ટિ કરવા લાગ્યા અને ખુદ પોતાની જાતને અભ્યાસ કરવા લાગ્યા. જીવશાસ્ત્રનું મહત્ત્વ પણ વધ્યું. એ શાસ્ત્રમાં મનુષ્ય, પ્રાણીઓ તેમ જ વનસ્પતિના જીવનને અભ્યાસ કરવામાં આવે છે. આજ સુધીમાં એ શાઍ અપૂર્વ પ્રગતિ કરી છે અને જીવશાસ્ત્રીઓ કહે છે કે રસી આપીને અથવા તે કઈ બીજા ઉપાયથી મનુષ્યને સ્વભાવ તેમ જ ચારિત્ર્ય બદલવાનું થડા જ વખતમાં શક્ય બનશે. આ રીતે, બાયેલા માણસને હિંમતવાળો બનાવવાનું કદાચ શક્ય બને પણ ખરું