________________
ઈરાનની પ્રાચીન પરંપરા ટકી રહે છે . ૮૧૫ કરી અને ખલીફને ડરાવ્યું. તેણે પિતાનું અલ્પજીવી સામ્રાજ્ય પણ ઊભું કર્યું. સેજુક નામની બીજી એક તુર્ક પ્રજાએ તેને અંત આણ્ય. સેજુક તુર્કોએ લાંબા વખત સુધી ખ્રિસ્તી ઝેડરને સામને કર્યો અને તેઓ તેમની સાથે લડયા. તેમનું સામ્રાજ્ય ૧૫૦ વરસ સુધી કર્યું. ૧૨મી સદીના અંતમાં વળી બીજી એક તુક પ્રજાએ સેજુક તકેને ઈરાનમાંથી હાંકી કાઢ્યા અને ખારઝમ કે પીવાનું રાજ્ય સ્થાપ્યું. પરંતુ એ રાજ્ય પણ અલ્પકાળ સુધી . ટયું. ખારઝમના શાહે પિતાના એલચીનું અપમાન ક્યું તેથી ચંગીઝખાન તેના ઉપર ક્રોધે ભરાયે અને પિતાના મંગલે સાથે આવીને તે દેશ તથા તેની પ્રજાને કચરી નાખ્યાં.
* એક નાના સરખા પેરેગ્રાફમાં હું તને અનેક ફેરફારો તથા અનેક સામ્રાજ્યોની વાત કહી ગયો. અને તેથી તું ઠીક ઠીક ગૂંચવણમાં પડી ગઈ હશે. મેં તને જાતિઓ તથા રાજવંશોની ચડતી પડતી વિષે કહ્યું એ તારા મનને એ બધી હકીકતોથી લાદવા માટે નહિ પણ આ બધા ફેરફાર અને ચડતી પડતી થવા છતાંયે ઈરાનની કળાવિષયક પરંપરા તથા તેનું જીવન કેવી રીતે ટકી રહ્યું એ તને ઠસાવવાને કહ્યું છે. પૂર્વમાંથી તુર્ક જાતિની એક પછી એક ટોળી આવતી ગઈ અને તે બધી બુખારાથી ઇરાક સુધી ફેલાયેલી ઈરાની-અરબી સંસ્કૃતિને વશ થઈ. જે તુક ઈરાનથી દૂર દૂર એશિયામાઈનર પહોંચ્યા તેમણે પિતાની રીતભાત ટકાવી રાખી અને તેઓ અરબી સંસ્કૃતિને વશ થયા નહિ. તેમણે એશિયામાઈનરને કંઈક અંશે પોતાના અસલ વતન તુર્કસ્તાન જેવું બનાવી દીધું. પરંતુ ઈરાન તેમ જ તેની આસપાસના મુલકમાં ઈરાની સંસ્કૃતિ એટલી બધી પ્રબળ હતી કે તેમણે તે ગ્રહણ કરી અને તેઓ તેને અનુકૂળ થયા. જુદા જુદા બધા જ તુર્ક રાજવંશના અમલ દરમ્યાન ઈરાની સાહિત્ય અને કળા ખીલતાં રહ્યાં. મહમૂદ ગઝનીના કાળમાં થઈ ગયેલા ફારસી કવિ ફિરદેશી વિષે મને લાગે છે કે મેં તને કહ્યું છે. મહમૂદની વિનંતિથી તેણે શાહનામા નામનું એક મહાન રાષ્ટ્રીય મહાકાવ્ય લખ્યું. એમાં વર્ણવાયેલા પ્રસંગે ઇસ્લામની પહેલાંના કાળના છે અને એ કાવ્યનો મહાન નાયક રૂસ્તમ છે. ઈરાનની કળા તથા સાહિત્ય રાષ્ટ્રીય અને પરંપરાગત ભૂતકાળ સાથે કેટલી બધી નિકટતાથી સંકળાયેલાં હતાં તે આ વસ્તુ દર્શાવી આપે છે. ઈરાનની ચિત્રકળાનું વસ્તુ મોટે ભાગે શાહનામામાંથી લેવામાં આવ્યું છે.
ફિરદોશીના જીવન દરમ્યાન ઈસવી સનની સદી બદલાઈ અને સહસ્ત્રાબ્દ પણ બદલાયે. તે ૯૩૨ની સાલમાં જન્મ્યા હતા અને ૧૦૨૧ ની સાલમાં મરણ પામે. એના પછી થોડા વખત બાદ ઈરાનમાં આવેલા વૈશપુરને
જ્યોતિષશાસ્ત્રી અને કવિ ઉમર ખયામ થયો. એનું નામ અંગ્રેજી તેમ જ ફારસી ઉભય ભાષામાં મશહૂર છે. ઉમર પછી શિરાઝને શેખ સાદી થયો. એ