________________
૧૦૭
જગતના ઇતિહાસનું રેખાદર્શન આલ્સાસ તથા ઑરેનના પ્રાંતે ફ્રાંસને આપી દેવામાં આવ્યા તે યુરોપમાં થયેલ બીજો એક મહત્ત્વને પ્રાદેશિક ફેરફાર છે. બીજા પણ કેટલાક પ્રાદેશિક ફેરફારે ત્યાં થયા હતા પણ એમાં ઊતરવાની તકલીફ હું તને નહિ આપું. તે જોયું કે, અનેક નવાં રાજ્ય ઊભાં કરવાને કારણે આ બધા ફેરફાર થયા હતા; એમાંનાં કેટલાંક રાજ્ય તે બહુ જ નાનાં છે. પૂર્વ યુરોપ હવે બાલ્કન દ્વીપકલ્પના જેવો નાના નાના દેશોને પ્રદેશ (બાલ્કનમાં અનેક નાના નાના દેશો આવેલા છે.) થઈ ગયો છે. આથી, સુલેહના કરારે યુરોપનું “બાલકનીકરણ” કર્યું છે એટલે કે તેને નાના નાના દેશોમાં વહેંચી નાખે છે એમ ઘણી વાર કહેવામાં આવે છે. ત્યાં આગળ હવે ઘણી સરહદો થઈ ગઈ છે અને આ નાનાં નાનાં રાજ્યો વચ્ચે વારંવાર ઝઘડાઓ થયા કરે છે. એ રાજ્યને એકબીજા પ્રત્યેને હડહડતે દ્વેષ જોઈને આપણને નવાઈ લાગે છે, ખાસ કરીને ડાન્યુબ નદીની ખીણમાં આ દશા વિશેષે કરીને છે. એને માટે મોટે ભાગે મિત્રરા જવાબદાર છે. તેમણે બેટી રીતે યુરોપના ભાગલા પાડ્યા અને એ રીતે તેમણે આ નવા કેયડાઓ ઊભા કર્યા. ઘણી રાષ્ટ્રીય લઘુમતીઓ એટલે કે પરરાષ્ટ્રની પ્રજાએ વિદેશી સરકારની હકૂમત નીચે આવી પડી અને એ સરકારે તેમનું દમન કરી રહી છે. પોલેંડને મળેલ ઘણોખરે પ્રદેશ ખરી રીતે યુક્રેનને ભાગ છે. અને પિલ લેકની સંસ્કૃતિ તેમના ઉપર ઠેકી બેસાડીને તેમને પરાણે પિલ લેકના જેવા બનાવવાનો પ્રયત્ન કરતાં તેમના ઉપર જાતજાતના અત્યાચારો ગુજારવામાં આવે છે. આ રીતે, યુગોસ્લાવિયા, રમાનિયા તથા ઇટાલીમાં આવી વિદેશી લઘુમતી કેમ છે અને તેઓ તેમના પ્રત્યે ગેરવર્તાવ ચલાવે છે. એથી ઊલટું ઓસ્ટ્રિયા હંગરીને નિર્દયતાપૂર્વક અંગવિચ્છેદ કરવામાં આવ્યું છે અને તેમની મોટા ભાગની પ્રજાઓને તેમની પાસેથી છીનવી લેવામાં આવી છે. પરદેશી હકુમત નીચેના આ બધા પ્રદેશ સ્વાભાવિક રીતે જ રાષ્ટ્રીય ચળવળે તથા નિરંતર ઘર્ષણ પેદા કરે છે.
ફરીથી નકશા તરફ નજર કર. ફિલૅન્ડ, એસ્ટોનિયા, લેન્દ્રિયા, લિથુઆનિયા, પિલેંડ અને રૂમાનિયા વગેરે રાજ્યની એક સળંગ હારદ્વારા રશિયાને પશ્ચિમ યુરોપથી બિલકુલ અળગું પાડી દેવામાં આવ્યું છે. આગળ હું તને કહી ગયો છું તેમ, એમાંનાં ઘણાંખરાં રાજ્ય વસઈની સંધિઓને કારણે નહિ પણ સેવિયેટ ક્રાંતિને પરિણામે ઊભાં થયાં હતાં. આમ છતાંયે, મિત્રરાએ તેમને વધાવી લીધાં કેમ કે રશિયાને અ શેવિક યુરોપથી અળગું પાડનારી એક દીવાલ ઊભી કસ્તાં હતાં. બોલ્શવિઝમના ચેપને આવતે રોકી રાખનારી એ રેગરક્ષક દીવાલ હતી! બાલ્ટિક સમુદ્ર ઉપરનાં બધાયે રાજ્ય અબોલ્સેવિક છે. આમ ન હતા તે બેશક તેઓ સોવિયેટ સમવાયતંત્રમાં જોડાઈ ગયાં હેત.