________________
યુરેપને નવે નકશે
૧૦૭૫ રશિયન પ્રજા સેવિયેટથી છૂટી પડી ગઈ અને તેમણે પિતાની સ્વતંત્રતા જાહેર કરી. સેવિયેટ સરકારે તેમને આત્મનિર્ણયને હક માન્ય રાખ્યો અને કશી દખલ ન કરી. યુરેપના નવા નકશા તરફ નજર કર. ઐસ્ટ્રિયાહંગરીનું
એક મોટું રાજ્ય એમાંથી અદશ્ય થયું છે અને તેને બદલે નાનાં નાનાં અનેક રાજ્ય ઊભાં થયાં છે. એ રાજ્યને ઘણી વાર “ઓસ્ટ્રિયાનાં વારસ રાજ્ય પણ કહેવામાં આવે છે. તે આ છે: સ્ટ્રિયા તેના પહેલાંના વિસ્તારના એક નાનકડા ટુકડા જેટલું બની ગયું અને એમાં તેના મહાન પાટનગર વિયેનાને પણ સમાવેશ થાય છે. હંગરીને વિસ્તાર પણ ઘણે નાને થઈ ગયે. ત્રીજું ચેલૈવાકિયા છે. એમાં પ્રાચીન બેહેમિયાને પણ સમાવેશ થાય છે. યુગે
સ્લાવિયાને થેડે ભાગ જેને આપણે આગળ પરિચય કરી ગયા છીએ તે અળખામણું થઈ પડેલું સર્બિયા છે અને હવે તે આપણે તેને ઓળખી પણ શકીએ એમ નથી. ઓસ્ટ્રિયન સામ્રાજ્યના બીજા ભાગ રૂમાનિયા, પિલેંડ અને ઈટાલી સાથે જોડાઈ ગયા છે. આમ ઓસ્ટ્રિયન સામ્રાજ્યનું સારી પેઠે દેહછેદન કરવામાં આવ્યું.
એની જરા ઉત્તરે પિલેંડનું નવું રાજ્ય આવેલું છે અથવા કહે છે, એ જાનું રાજ્ય ફરી પાછું પ્રગટ થયું છે. પ્રશિયા, રશિયા અને એસ્ટ્રિાના પ્રદેશમાંથી આ રાજ્ય ઊભું કરવામાં આવ્યું હતું. પોલેંડને સમુદ્ર સુધી પહોંચવાને માર્ગ આપવાને માટે એક અસાધારણ યોજના કરવામાં આવી. જર્મનીના અથવા સાચું કહેતાં પ્રશિયાના બે ભાગ પાડવામાં આવ્યા અને સમુદ્ર સુધી પહોંચતા એક જમીનને પટ પિલેંડને તેમાંથી કાપી આપવામાં આવ્યું. આથી પશ્ચિમ પ્રશિયામાંથી પૂર્વ પ્રશિયામાં જવા માટે આ પિલેંડના તાબાને જમીનને પટે ઓળંગવો પડે છે. આ જમીનના પટા નજીક ડાન્ડિગનું મશહૂર શહેર આવેલું છે. એને સ્વતંત્ર શહેરમાં ફેરવી નાખવામાં આવ્યું એટલે કે એ જર્મની કે પોલેંડની હકૂમત નીચે નથી; એ શહેર એક અલગ રાજ્ય જ છે અને પ્રજાસંધ (લીગ ઓફ નેશન્સ)ને તેના ઉપર સીધે કાબૂ છે.
પિલેંડની ઉત્તરે લિથુઆનિયા, લેટવિયા, એસ્ટોનિયા અને ફિલેંડનાં બાલ્ટિક સમુદ્ર ઉપર આવેલાં રાજ્ય છે. એ બધાં ઝારના સામ્રાજ્યનાં વારસે છે. એ બધાં નાનકડાં રાજ્ય છે પરંતુ તે દરેક નિરાળો સાંસ્કૃતિક ઘટક છે અને દરેક પિતાની જુદી ભાષા બોલે છે. તને એ જાણીને રમૂજ પડશે કે, યુરોપની બીજી ઘણી પ્રજાઓની પેઠે લિથુનિયન લેકે આર્ય જાતિના છે અને તેમની ભાષા સંસ્કૃત ભાષા સાથે ઘણી મળતી આવે છે. આ એક નોંધપાત્ર બીના છે અને હિંદના ઘણાખરા લેકને એની ખબર નથી. વળી એ હકીક્ત દૂર દૂરની પ્રજાઓ સાથેના આપણા સંબંધની પણ આપણને પ્રતીતિ કરાવે છે.