________________
૧૪૬૨
જગતના ઇતિહાસનું રેખાદર્શન રાષ્ટ્રીય અને આંતરખંડીય બળો તેમના ઉપર કેવી અસર કરી રહ્યાં હતાં તે આપણે જોઈ ગયાં છીએ. મહાન વ્યક્તિઓનું ઈતિહાસમાં સદાયે મહત્વ રહ્યું છે કેમ કે ભાવિની હરેક તડકીછાંયડીમાં માનવી તત્વ મહત્ત્વનું હોય છે. પરંતુ જગતમાં કાર્ય કરી રહેલાં પ્રચંડ બળોની અસર મોટામાં મોટી કઈ પણ
વ્યક્તિ કરતાંયે વિશેષ હોય છે. એ બળો લગભગ આંધળાં બનીને અને કેટલીક વાર તો નિષ્ફર બનીને પણ આપણને અહીંથી તહીં પાડે છે અને એ રીતે આપણને આગળ ધકેલે છે.
આજે આપણી એ જ સ્થિતિ છે. પ્રચંડ બળે કાર્ય કરી રહ્યાં છે અને તેઓ કરેડ માનવીઓને પ્રેરી રહ્યાં છે. ધરતીકંપ કે કુદરતના બીજા કોઈ ઉત્પાતની પેઠે તેઓ આગળ વધી રહ્યાં છે. આપણે આકાશપાતાળ એક કરીએ તોયે આપણે તેમને રોકી શકીએ એમ નથી. અને આમ છતાયે, દુનિયાના આપણું પિતપતાના ખૂણામાં રહ્યાં રહ્યાં આપણે તેમની ગતિ તેમ જ દિશામાં સહેજસાજ ફેરફાર કરી શકીએ છીએ. એ બળોને સામને સૌ કોઈ પિતપિતાની ભિન્ન ભિન્ન પ્રકૃતિ અનુસાર કરે છે. કેટલાક લે કે એનાથી ડરી જાય છે અને કંપી ઊઠે છે અને કેટલાક તેમને વધાવી લે છે. કેટલાક તેમની સામે ઝૂઝવા પ્રયત્ન કરે છે અને કેટલાક લાચાર બનીને અનિવાર્ય ભાવિને વશ થાય છે. જ્યારે બીજા કેટલાક તેફાનમાં ઝંપલાવીને થોડે અંશે તેને કાબૂમાં રાખવાને તેમ જ તેને રેગ્ય દિશામાં વાળવાનો પ્રયાસ કરે છે. એ પ્રચંડ ક્રિયામાં સક્રિયપણે મદદરૂપ થવાનો આનંદ લૂંટવાને ખાતર એમાં આવતાં બધાંયે જોખમે તેઓ સ્વેચ્છાપૂર્વક વધાવી લે છે.
આ ખળભળાટવાળી અને તેફાની ૨૦મી સદીમાં આપણને શાંતિ મળે એમ નથી. એ સદીને ત્રીજો ભાગ તે વીતી પણ ગમે છે અને એ દરમ્યાન યુદ્ધ તથા ક્રાંતિએ પણ પિતાનો હિસ્સો સારી પેઠે આપે છે. મહાન ફાસિસ્ટ મુસલિની કહે છે કે, “જગતભરમાં ક્રાંતિનું મોજું ફરી વળ્યું છે. ઘટનાઓનું બળ એટલું બધું જબરદસ્ત હોય છે કે તેઓ અટલ વિધિની પેઠે આપણને આગળ ધકેલી રહી છે.” વળી મહાન સામ્યવાદી ટેસ્કી પણ વર્તમાન સદીમાં શાંતિ, આરામ કે સુખચેનની ઝાઝી અપેક્ષા ન રાખવા આપણને ચેતવે છે. તે કહે છે કે, “માનવજાતની સ્મૃતિમાં ૨૦મી સદી એ સૌથી વિશેષ અશાંત છે એ સ્પષ્ટ છે. આપણે કોઈ પણ સમકાલીન આ કાળમાં બીજી બધી વસ્તુઓ કરતાં વિશેષ કરીને શાંતિ, આરામ અને સુખચેન માગતા હોય તે તેણે આ દુનિયામાં જન્મવા માટે ખોટો સમય પસંદ કર્યો છે એમ કહેવું જોઈએ.”
આખુયે જગત અથાક પરિશ્રમ કરી રહ્યું છે અને યુદ્ધ તથા ક્રાંતિનું જોખમ સર્વત્ર ઝઝૂમી રહ્યું છે. આ અટલ વિધિના સકંજામાંથી આપણે છટકી શકવાના નથી તે આપણે તેને સામને કેવી રીતે કરીશું? શાહમૃગની પેઠે,