________________
નેતત્વ માટે ઈંગ્લેંડ અને અમેરિકા વચ્ચે શુંબેશ ૧૩૭૫ આ શાંતિમય બળવાની ઈંગ્લંડ તથા યુરોપ ઉપર ભારે અસર થવા પામી.
શેવિક ક્રાંતિની તેમ જ ત્યાંના ખલાસીઓએ કરેલા બંડની સ્મૃતિઓ લેકેના મનમાં તાજી થઈ અને તેમણે નજીક આવતા બોલશેવિઝમને ભય તેમના મનમાં પેદા કર્યો. કોઈ પણ આપત્તિ આવી પડે તે પહેલાં પિતાની મૂડી બચાવી લેવાનું બ્રિટિશ મૂડીદારોએ નક્કી કર્યું અને તેમણે બહોળા પ્રમાણમાં પિતાની મૂડી પરદેશમાં મોકલી દીધી. પિતાનાં નાણાં અથવા સ્થાપિત હિતે જોખમમાં આવી પડે તે વખતે ધનિક લેકેને દેશપ્રેમ ટકી શકતા નથી. •
બ્રિટિશ મૂડી પરદેશોમાં ગઈ એટલે પાઉંડનું મૂલ્ય વળી વધુ ઘટવા પામ્યું અને આખરે ૧૯૩૧ની સાલના સપ્ટેમ્બરની ૨૩મી તારીખે ઇંગ્લંડને સેનાનું ચલણ છોડી દેવાની ફરજ પડી. એટલે કે, પિતાનું સેનું બચાવવા માટે પાઉન્ડને સેના સાથે સંબંધ તેને નાબૂદ કરવો પડ્યો. હવે પછી પાઉન્ડની નોટ ધરાવનાર કોઈ પણ વ્યક્તિ પહેલાંની પેઠે તેના બદલામાં એટલું સોનું માગવાને દા કરી શકતી નહિ.
બ્રિટિશ સામ્રાજ્ય તથા દુનિયામાં ઈંગ્લેંડના સ્થાનની દૃષ્ટિએ પાઉન્ડના મૂલ્યમાં થયેલે ઘટાડે એ એક જબરદસ્ત બનાવ હતે. એને લીધે, નાણાની બાબતમાં લંડનને દુનિયાનું કેન્દ્ર અને પાટનગર બનાવનાર નાણાંકીય નેતૃત્વ કંઈ નહિ તે થોડા સમય માટે પણ ઇંગ્લંડને છોડી દેવું પડયું. પિતાનું એ નેતૃત્વ ટકાવી રાખવાને માટે તેના ઉદ્યોગોને ભોગે પણ સેનાનું ચલણ ફરી પાછું તેણે અખત્યાર કર્યું હતું અને બેકારી તથા કોલસાની ખાણના મજૂરોની હડતાલ વગેરે જોખમ વહેર્યા હતાં. પરંતુ એ બધાયે પ્રયાસ એળે ગયા અને બીજા દેશનાં કાર્યોને પરિણામે તેને પાઉન્ડને સેનાથી અલગ પાડવાની ફરજ પડી. એ વખતથી બ્રિટિશ સામ્રાજ્યના અંતની શરૂઆત થઈ એમ લાગવા માંડયું અને દુનિયાભરમાં એને એ જ અર્થ કરવામાં આવ્યું. ૧૯૩૧ની સાલના સપ્ટેમ્બરની ૨૬મી તારીખે એ ઐતિહાસિક બનાવ બન્યું એટલા માટે એ તારીખ મહત્ત્વની બની ગઈ છે.
પણ ઈગ્લેંડ તે ખડતલ લડનાર હતું. અને હજીયે તે પરાધીન અને અસહાય સામ્રાજ્યની સાધનસામગ્રીનો ઉપયોગ કરી શકવાની સ્થિતિમાં હતું. મુખ્યત્વે કરીને, સંપૂર્ણપણે પિતાના કાબૂ નીચેના બે દેશે – હિંદુસ્તાન અને મિસર – માંથી સોનું ખેંચી લઈને આ કટોકટીમાંથી તે ફરી પાછું બેઠું થયું. પાઉન્ડની કિંમતમાં ઘટાડો થવાથી તેના ઉદ્યોગોને ફાયદો થયે કેમ કે પરદેશમાં તે પિતાને માલ સાંધે ભાવે વેચી શક્યું. એ કટોકટીમાંથી આ રીતે તે , આશ્ચર્યકારક રીતે ફરી પાછું બેઠું થયું.
યુદ્ધની નુકસાનીની રકમો તથા દેવાને પ્રશ્ન તે હજી ઊભે જ હતે. જર્મની યુદ્ધની નુકસાનીની રકમ આપી શકે એમ નહતું એ તે દેખીતું જ હતું અને