________________
૧૩૬૮
જગતના ઇતિહાસનું રેખાદર્શન બંધ કર્યું. અને નાણાં પિતાની પાસે રાખી મૂક્યાં. એ નાણાં બેંકમાં બેકાર થઈને પડી રહ્યાં. અને એ રીતે બેકારી વ્યાપક બની અને મંદી જગવ્યાપી બની ગઈ આ રીતે, કટોકટી પેદા થવા માટે સૂચવવામાં આવેલાં ભિન્ન ભિન્ન કારણેની મેં અલગ અલગ ચર્ચા કરી છે પરંતુ, બેશક, એમાં એ બધાયે કારણે ભેગે ફાળો આપે હતું અને એ રીતે તેમણે વેપારની મંદી પહેલાંની કોઈ પણ મંદી કરતાં ઘણી વ્યાપક અને ઉત્કટ બનાવી મૂકી હતી. તત્વતઃ મૂડીવાદને કારણે પેદા થયેલી વધારાની આવકની અસમાન વહેંચણીને પરિણામે એ કટોકટી પેદા થઈ હતી. એ જ વસ્તુ બીજી રીતે કહું તે, આમજનતાને પિતાની મજૂરીથી તેમણે પેદા કરેલે માલ ખરીદવા માટે રોજી કે પગાર પેટે પૂરતાં નાણાં મળતાં નહોતાં. તેમની કુલ કમાણી કરતાં વસ્તુઓનું મૂલ્ય વધારે હતું. જે નાણાં મસમુદાયના હાથમાં હેત તે એ બધે માલ ખરીદવામાં વપરાત તે નાણું તેનું શું કરવું એની જેમને સમજ પડતી નહતી એવા પ્રમાણમાં ગણ્યાગાંડ્યા અતિશય ધનવાન લેકેના હાથમાં કેન્દ્રિત થયાં હતાં. આ વધારાનાં નાણાં ધિરાણ તરીકે જર્મની, મધ્ય યુરોપના દેશો તથા દક્ષિણ અમેરિકામાં પહોંચ્યાં. પરદેશને કરવામાં આવેલી નાણાંની એ ધીરે શેડ વસ સુધી યુદ્ધથી ક્ષીણ બનેલા યુરોપને વ્યવહાર તથા મૂડીવાદી તંત્રનું કાર્ય ચાલુ રાખ્યું. અને આમ છતાંયે પ્રસ્તુત કટોકટીનું એ એક કારણ હતું. અને પરદેશની એ ધીર બંધ થઈ એટલે કડાકાની સાથે બધી ગોઠવણ તૂટી પડી.
જે મૂડીવાદની કટોકટીનું આ નિદાન સાચું હોય તે પછી એના નિવારણનો ઉપાય પણ એક જ હોઈ શકે અને તે આવકને સમાન કરનારે અથવા કંઈ નહિ તે એ વસ્તુ લક્ષમાં રાખીને તે ધ્યેયની સિદ્ધિ તરફ આગળ પ્રગતિ કરનારે હવે જોઈએ. એ વસ્તુ સંપૂર્ણપણે પાર પાડવા માટે સમાજવાદી વ્યવસ્થાને અમલ કરવો જોઈએ, પણ સંજોગે તેમને એ પ્રમાણે , કરવાની ફરજ પાડે તે સિવાય મૂડીવાદીઓ એમ કરે એ સંભવ નથી. લેકે નિયજિત મૂડીવાદ તથા પછાત પ્રદેશનું શેષણ કરવાને માટે આંતરરાષ્ટ્રીય વેપારી મંડળે અથવા કંપનીઓ સ્થાપવાની વાત કરે છે પરંતુ એ વાતેની પાછળ રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની સ્પર્ધા તથા જગવ્યાપી બજાર મેળવવા માટેની સામ્રાજ્યવાદી સત્તાની સાઠમારી વધુ ને વધુ ઉગ્ર સ્વરૂપ પડતી જાય છે. અને એ નિજન પણ શાને માટે ? બીજાઓના ભોગે અમુક લેકેના ફાયદા માટે જ ને? મૂડીવાદની પાછળ રહેલે આશય અંગત અથવા
વ્યક્તિગત નફે છે અને હરીફાઈ એ હમેશાં તેને ધ્યાનમંત્ર રહ્યો છે. અને હરીફાઈ તથા નિયોજન એ બંને વસ્તુઓને પરસ્પર મેળ હતો નથી.
સમાજવાદી તથા સામ્યવાદી સિવાયના ઘણા વિચારવાન લેકે પણ આજની સ્થિતિમાં મૂડીવાદના અસરકારકપણે વિષે શંકા કરવા લાગ્યા છે.