________________
૭૩૭
હિંદમાં વિગ્રહે અને વિપ્લવ
થતી રહી. છેક ૧૮૩૯ની સાલમાં હિંદુના અંગ્રેજોએ અફધાનિસ્તાન ઉપર વિના કારણે હુમલા કર્યાં હતા. એ સમયે અધાનિસ્તાનની સરહદ બ્રિટિશ હિંદુથી બહુ દૂર હતી અને પ ંજાબનું સ્વતંત્ર શીખ રાજ્ય તેમાં વચ્ચે પડયું. આમ છતાંયે શીખાને પોતાના મિત્ર બનાવીને અંગ્રેજોએ કાબુલ ઉપર ચડાઈ કરી. પરંતુ અક્બાનાએ એનું કારનું વેર લીધું. ઘણી બાબતેમાં અફધાને ઘણા પછાત છે એ ખરું, પરંતુ તે પોતાની આઝાદી ચાહે છે અને તે ટકાવી રાખવા માટે છેવટ સુધી લડે છે. એથી કરીને જે જે વિદેશી સૈન્યાએ તેના ઉપર ચડાઈ કરી છે તેમને માટે અધ્ધાનિસ્તાન મધપૂડામાં હાથ નાખવા સમાન નીવડયું છે. અંગ્રેજોએ કાબુલ તેમ જ દેશના ખીજા ઘણા ભાગાના કબજો લીધા ખરે, પરંતુ ત્યાં આગળ એકાએક બડા ફાટી નીકળ્યાં. અંગ્રેજોને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા અને આખા બ્રિટિશ સૈન્યનું નિક ંદન કાઢવામાં આવ્યું. આ આપત્તિનું વેર વાળવા માટે અંગ્રેજોએ થાડા વખત પછી તેના ઉપર ફરીથી ચડાઈ કરી. તેમણે કાબુલ સર કર્યું અને તેના મેાટા બજારને ઉડાવી મૂકયુ. તથા બ્રિટિશ સૈનિકાએ શહેરના ઘણા ભાગાને લૂંટી લીધા અને તેને આગ લગાડી. પરંતુ નિરંતર લડાઈ ચાલુ રાખ્યા સિવાય અગ્રેજો અધાનિસ્તાન સહેલાઈથી પોતાના હાથમાં રાખી ન શકે એ સ્પષ્ટ હતું. એટલે તેઓ ત્યાંથી પાછા ફર્યાં.
લગભગ ૪૦ વરસ પછી ૧૮૭૮ની સાલમાં અમીરની એટલે કે અાનિસ્તાનના બાદશાહની રશિયા જોડે મૈત્રી થવાથી હિંદના અંગ્રેજો ફ્રી પાછા ગભરાઈ ઊઠયા. ઘણે અંશે કરી પાછું ઇતિહાસનું પુનરાવર્તન થયું. અધ્ધાનિસ્તાન જોડે ખીજો વિગ્રહ ફાટી નીકળ્યા અને અંગ્રેજોએ એ દેશ ઉપર ચડાઈ કરી. થોડી વાર તેા અંગ્રેજો જીતતા હોય એમ જણાયું, પરંતુ એવામાં અઘ્ધાને એ અંગ્રેજ એલચી તથા તેના સાથીઓની કતલ કરી અને બ્રિટિશ સૈન્યને હરાવ્યું. અંગ્રેજોએ એનું વેર લેવાનાં કેટલાંક પગલાં ભર્યાં પણ આ ‘ મધપૂડા 'માંથી ક્રીથી પોતાના હાથ કાઢી લીધો. એ પછીથી ઘણાં વરસે સુધી અફધાનિસ્તાનની સ્થિતિ વિશિષ્ટ પ્રકારની રહી. અંગ્રેજોએ અમીરને બહારના બીજા કાઈ પણ દેશ જોડે સીધા સંબધ રાખવા ન દીધો, પરંતુ સાથે સાથે તે તેને દર વરસે મોટી રકમ આપતા રહ્યા. ૧૭ વરસ પછી ૧૯૧૯ની સાલમાં ત્રીજો અધાન વિગ્રહ થયા જેને પરિણામે અફધાનિસ્તાન સંપૂર્ણ પણે સ્વતંત્ર થઈ ગયું. પરંતુ એ આપણે હાલ જે સમયની વાત કરી રહ્યાં છીએ તેની બહારની બિના છે. અહીં આગળ ખીજા પણ નાના નાના વિગ્રહેા થયા. ૧૮૪૩ની સાલમાં વિના કારણે સિંધ સાથે ઊભા કરેલા ખાસ કરીને નિર્લજ્જ વિગ્રહ એમાંના એક છે. ત્યાંના બ્રિટિશ એજન્ટે સિધીઓને દાટી આપીને હથિયાર ઉપાડવાને ઉશ્કેર્યા અને પછી તેમને ચગદી નાખીને એ પ્રાંત ખાલસા કર્યાં. અને જાણે