________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન બધી વસ્તુને ભેગ આપવામાં આવતું. એ ઉદ્યોગની સંપત્તિ પેદા કરનારા મજૂરને એને ઓછામાં ઓછો લાભ મળે અને તેમની દિશામાં સહેજસાજ સુધારે થવા પામ્યું તે પહેલાં સ્ત્રી અને બાળકેસહિત તેમને ભયંકર હાડમારીમાંથી પસાર થવું પડયું હતું. આ મૂડીવાદી ઉદ્યોગના તેમ જ તેની માલકી ધરાવનારાં રાષ્ટ્રના લાભને અર્થે સંસ્થાને તથા તાબા નીચેના દેશને પણ ભોગ આપવામાં આવ્યું તથા તેમનું શોષણ કરવામાં આવ્યું.
આમ મૂડીવાદ આંખે પાટા બાંધીને અને નિષ્ફર રીતે આગળ વધ્યો અને માર્ગમાં તેને ભોગ બનેલા અનેક શિકારને તે પિતાની પાછળ મૂકતા ગયે. આમ છતાંયે એની કૂચ વિજયી કૂચ હતી. વિજ્ઞાનની મદદ મળવાથી ઘણી બાબતમાં એને સફળતા મળી. એ સફળતાએ જગતને આંજી નાખ્યું અને તેણે પેદા કરેલાં અનેક દુઃખનાં પ્રાયશ્ચિત્તરૂપે તે હોય એમ લાગ્યું. આપોઆપ અને એને માટેની કોઈ પણ નિશ્ચિત યેજના વિના જીવનની કેટલીક સારી સારી ચીજો પણ તેણે પેદા કરી. પરંતુ તેની આ ઊજળી બાજુ અને સારપ નીચે પુષ્કળ પ્રમાણમાં બૂરાઈ રહેલી હતી. સાચે જ, તેણે ઊભા કરેલા ભેદે અથવા તફાવત એ તેની સૌથી વધારે નોંધપાત્ર વસ્તુ હતી. અને જેમ જેમ તેની વૃદ્ધિ થતી ગઈ તેમ તેમ આ ભેદ વધારે ને વધારે તીવ્ર થતા ગયા, દુનિયામાં એકી સાથે અતિશય દારિક્ય અને અઢળક સમૃદ્ધિ, મજૂરને રહેવાનાં કંગાળ ઘેલકાંઓ અને ગગનચુંબી આલેશાન ઈમારતે, સામ્રાજ્ય * અને પરાધીન શેષિત સંસ્થાને હસ્તીમાં આવ્યાં. યુરોપ આધિપત્ય ધરાવનારે
ખંડ હતા અને એશિયા તથા આફ્રિકા શેષિત ખડે હતા. ૧૯મી સદીના મેટા ભાગ દરમ્યાન અમેરિકા સમગ્ર જગતને સ્પર્શતા બનાવના પ્રવાહની બહાર હતું. પરંતુ તે ઝડપથી આગેકૂચ કરતું હતું અને અનહદ સાધનસામગ્રી ઊભી કરી રહ્યું હતું. ઈંગ્લેંડ યુરોપમાં મૂડીવાદ અને ખાસ કરીને તેની સામ્રાજ્યવાદી બાજુનું ધનાઢય, ગર્વિષ્ઠ અને કૃતકૃત્યતાનો આત્મસતિષ અનુભવતું અગ્રેસર હતું. મૂડીવાદી ઉદ્યોગેની ઝડપી ગતિ તથા પચાવી પાડવાની તેની પ્રકૃતિએ જ પરિસ્થિતિ વિષમ કરી મૂકી તથા પિતાની સામે વિરોધ અને આંદોલન ઊભાં કર્યા અને છેવટે મજૂરોની રક્ષાને અર્થે પિતાના ઉપરના કેટલાક અંકુશે પણ એ બે વસ્તુઓએ જ પેદા કર્યા. કારખાના પદ્ધતિના આરંભકાળમાં મજૂરેનું – ખાસ કરીને સ્ત્રી તથા બાળકનું – ભયંકર શેષણ કરવામાં આવ્યું હતું. તેમની મજૂરીના દર ઓછા હોવાથી કામે લગાડવામાં પુરુષો કરતાં સ્ત્રી તથા બાળકોને પ્રથમ પસંદગી આપવામાં આવતી અને અતિશય ગંદી તથા આરોગ્યને હાનિકારક પરિસ્થિતિમાં તેમની પાસેથી કેટલીક વાર દિવસના ૧૮ જેટલા કલાક કામ લેવામાં આવતું. આખરે રાજ્ય વચ્ચે પડ્યું અને દિવસના કામના કલાકે નક્કી કરતા તથા કામની જગ્યાઓની સ્થિતિ સુધારવાને આગ્રહ રાખનારા