________________
એક જમાનાના અંત
પેકિંગ પીપિંગ નામથી એળખાય છે અને હેમિયાનું પ્રાગ ચેકાસ્સાવાકિયાનું પ્રાહા બન્યું છે.
૧૯મી સદી અંગેના મારા પત્રામાં મારે ખડા તથા દેશાની હકીકત અલગ અલગ વર્ણવવી પડી છે. જુદી જુદી બાજુએ તથા જુદી જુદી ચળવળને પણ આપણે અલગ અલગ વિચાર કર્યાં છે. પરંતુ તને યાદ હશે કે એ બધું વત્તેઓછે અંશે એકી વખતે જ બનવા પામ્યું હતું અને ઇતિહાસે તેના હજારા પગથી સારી દુનિયામાં એકી સાથે આગેકૂચ કરી હતી. વિજ્ઞાન અને ઉદ્યોગો, રાજકારણ અને સંપત્તિશાસ્ત્ર, અઢળક સમૃદ્ધિ અને દારિદ્ર, મૂડીવાદ અને સામ્રાજ્યવાદ, લેાકરશાહી અને સમાજવાદ, ડાર્વિન અને માકર્સ, સ્વાતંત્ર્ય અને પરાધીનતા, દુકાળ અને મારામારી, યુદ્ધ અને શાંતિ, સ ંસ્કૃતિ ( સિવિલિઝેશન ) અને ખરતા (ખાએરીઝમ ) - આ ચિત્રવિચિત્ર પટમાં એ બધાયનું સ્થાન હતું અને એ દરેકે પરસ્પર એક્બીજા ઉપર ક્રિયા અને પ્રતિક્રિયા કરી હતી. એટલે આપણે એ જમાનાનું યા તો બીજા કાઈ પણ જમાનાનું ચિત્ર આપણા મનમાં ઊભું કરવા માગતાં હાઈએ તે એ ચિત્ર બહુબીનની ( વસ્તુને બહુવિધ દેખાડનારું એક યંત્ર) પેઠે બહુસૂત્રી, અનેકવિધ અને નિર ંતર ગતિમાન હોવાનું જ, જોકે એ ચિત્રના ધણા ભાગે આપણને આહ્લાદક લાગે એવા નહિ હોય.
૯૭૯
જળ, વરાળ
આપણે આગળ જોઈ ગયાં તેમ નૈસર્ગિક ખળની સહાયથી એટલે કે, વિદ્યુત જેવી યાંત્રિક શક્તિની મદદથી મોટા પાયા ઉપર ઉત્પાદન કરવાથી થયેલ મૂડીવાદના વિકાસ એ એ યુગ અથવા જમાનાનું પ્રધાન લક્ષણ હતું. દુનિયાના જુદા જુદા ભાગામાં એની જુદી જુદી અસર થવા પામી. વળી એ અસર પ્રત્યક્ષ તેમ જ પરાક્ષ પણ હતી. આ રીતે, લેંકેશાયરમાં નૈસર્ગિક શક્તિથી ચાલતી યાંત્રિક શાળામાં ઉત્પન્ન થતા કાપડે દૂર દૂરનાં હિંદનાં ગામડાંઓના ઘણાયે ઉદ્યોગધંધાઓના નાશ કર્યાં. મૂડીવાદી ઉદ્યોગા ક્રિયાશીલ હતા; તેમની પોતાની જ પ્રકૃતિવશાત્ તે દિનપ્રતિદિન વધારે ને વધારે વિશાળ થતા ગયા અને તેની ભૂખ કદી પણ શમી નહિ. પરિગ્રહપરાયણતા એ એનું વિશિષ્ટ લક્ષણ હતું, મેળવવું તેને સધરી રાખવું અને વળી પાછા મેળવવું, ખસ એમાં જ તે નિરંતર તત્પર રહે છે. વ્યક્તિઓએ એમ કરવા પ્રયત્ન કર્યાં, રાષ્ટ્રો તેમ જ પ્રજાએ પણ તેમ જ કયું. એ પતિ નીચે જે સમાજ નિર્માણ થયા તેને એથી કરીને સંગ્રાહક અથવા પરિગ્રહપરાયણ સમાજ કહેવામાં આવે છે. વધારે ને વધારે ઉત્પાદન કરતા જવું તથા એ રીતે પેદા થયેલી વધારાની સ ંપત્તિને ખીજા કારખાનાં ખાંધવામાં તથા રેલવે અને એવાં ખીજા કાર્યાંમાં રોકવી તથા અલબત, તેમના માલિકાને ધનાઢય બનાવવા એ - આ મૂડીવાદી ઉદ્યોગેાનું હંમેશાં ધ્યેય હોય છે. એ ધ્યેયની સિદ્ધિને અર્થે બીજી