________________
૧૪૪૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન
આ ઉપરથી આપણને જણાય છે કે, પાર્લામેન્ટ તથા લેકશાહી વર્તમાન પરિસ્થિતિ ટકાવી રાખે ત્યાં સુધી જ મિલતદાર વર્ગો તેમને ઇચ્છવાયેગ્ય ગણે છે. એને, બેશક સાચી લેકશાહી ન જ કહી શકાય; એ તે ગેરલેકશાહી હેતુઓને માટે કરવામાં આવતે લેકશાહીના ખ્યાલને દુરપયોગ છે. સાચી લેકશાહીની હસ્તીને તે હજી સુધી તક મળી જ નથી કેમકે મૂડીવાદી વ્યવસ્થા અને લેકશાહી એ બે વચ્ચે તાત્ત્વિક વિરોધ છે. લેકશાહીને જે કંઈ પણ અર્થ હોય તો તે સમાનતા છે અને તે પણ કેવળ મતાધિકારની સમાનતા નહિ પણ આર્થિક અને રાજકીય સમાનતા. મૂડીવાદને અર્થ એથી સાવ ઊલટે જ છે; એટલે કે મૂડીવાદી વ્યવસ્થામાં મૂઠીભર લેકેના હાથમાં આર્થિક સત્તા હોય છે અને તેઓ તેને ઉપગ પિતાના ફાયદાને માટે કરે છે. તેઓ પિતાની વિશિષ્ટ અધિકારયુક્ત સ્થિતિ સલામત રાખવાને માટે કાયદા કરે છે અને એ કાયદાનો ભંગ કરનારને કાયદો અને વ્યવસ્થામાં વિક્ષેપ કરનાર લેખવામાં આવે છે તથા તેને સમાજે શિક્ષા કરવી જોઈએ એવું જણાવવામાં આવે છે. આ રીતે એ વ્યવસ્થામાં સમાનતા હોતી નથી અને મૂડીવાદી કાયદાઓની મર્યાદાની અંદર જે કંઈ સ્વતંત્રતા હોય છે તે મૂડીવાદ ટકાવી રાખવાને અર્થે જ હોય છે.
મૂડીવાદ અને લેકશાહી વચ્ચે સંઘર્ષ મૂલગત અને કાયમી છે. ભ્રામક પ્રચાર, પાર્લામેન્ટ જેવાં લેકશાહીનાં બહારનાં સ્વરૂપ તથા મિલકતદાર વર્ગો તેમને ડેઘણે અંશે સંતુષ્ટ રાખવાને માટે બીજા વર્ગો તરફ જે ટુકડાઓ ફેંકે છે એ બધાથી તેના ઉપર ઢાંકપિછોડો કરવામાં આવે છે. પછીથી એ સમય આવે છે કે, જ્યારે કશાયે ટુકડા ફેંકવાના રહેતા નથી અને એ બંને વર્ગો વચ્ચે સંઘર્ષ ઉગ્ર બને છે. કેમકે હવે સાચી વસ્તુ માટેની એટલે કે, રાજ્યની આર્થિક સત્તા હાથ કરવા માટેની ઝુંબેશ શરૂ થાય છે. જ્યારે એ સ્થિતિ પેદા થાય છે ત્યારે આજ સુધી બીજા પક્ષો જોડે રમત રમતા મૂડીવાદને ટેકે આપનારા સૌ પિતાનાં સ્થાપિત હિતો જોખમમાં મુકાવાને ભય પેદા થતાં તેને સામને કરવાને એકત્ર થઈ જાય છે. ઉદારમતવાદીઓ ( લિબરલે) અને એવા વિચારનાં બીજાં દળ અલેપ થઈ જાય છે અને લેકશાહીનાં બળોને બાજુએ મૂકી દેવામાં આવે છે. યુરોપ તથા અમેરિકામાં આજે એ સ્થિતિ પેદા થઈ છે અને ફાસીવાદ જે ઘણાખરા દેશમાં આજે પ્રભુત્વ ભેગવે છે તે એ સ્થિતિ અથવા અવરથા રજૂ કરે છે. મજૂર ચળવળે સર્વત્ર રક્ષણાત્મક વલણ અખત્યાર કર્યું છે કેમકે મૂડીવાદી બળોના આ નવા અને બળવાન સંગઠનનો સામનો કરવા જેટલું સામર્થ તેનામાં નથી. અને આમ છતાંયે વિચિત્ર વાત તે એ છે કે ખુદ મૂડીવાદી વ્યવસ્થા પણું ડગમગી રહી છે અને નવી દુનિયા સાથે તે પિતાને મેળ સાધી શકતી નથી. આ સ્થિતિમાં