________________
૧૦૪૨
જગતના ઇતિહાસનું રેખાદર્શીન
માસ્કામાં ભારે ખળભળાટ મચી રહ્યો અને સાવિયેટની હસ્તીના અંત અહુ નજીક આવેલા જણાયો. ખુદ માસ્કા પણ, જમના, ચેકા તથા ક્રાંતિવિરોધી સૈન્યથી ચારે બાજુથી ઘેરાયેલું હતું. માસ્કાની આસપાસનાં માત્ર થોડાં પરગણાં જ સેવિયેટના અમલ નીચે હતાં. અને મિત્રસૈન્ય ઊતરવાથી તા તેને અંત નિશ્ચિત છે એમ લાગવા માંડયુ. એલ્શેવિકા પાસે ઝાઝું લશ્કર નહતું; બ્રેસ્ટ લિટાવસ્યની સધિને હજી તે માંડ પાંચ માસ થયા હતા. અને મેટા ભાગનું નૂ નું લશ્કર વિખેરાઈ ગયું હતું અને તેના સૈનિકા પોતપોતાનાં ખેતરો ઉપર ચાલ્યા ગયા હતા. ખુદ માસ્કામાં અનેક કાવતરાં યોજાઈ રહ્યાં હતાં અને સેવિયેટનું પતન નજીક આવતું જોઇને ભૂવા એટલે કે બિનક અને મધ્યમવર્ગોના લોકા છડેચોક આનદોત્સવ કરી. રહ્યા હતા.
નવ માસ જેટલી ઉંમરના સાવિયેટ પ્રજાસત્તાકની આવી ભયંકર દા હતી. એક્શેવિકાને નિરાશા અને ભયે ઘેરી લીધા. અને ગમે તે રીતે પણ તેમને મરવાનું તો હતું જ એટલે લડતાં લડતાં મરવાનું તેમણે નક્કી કર્યું. સવા સદી પહેલાં તરુણુ ફ્રેંચ પ્રજાસત્તાકે કર્યું. હતું તેમ ચારે તરફથી ઘેરાઈ ગયેલા પ્રાણીની પેઠે તેઓ તેમના દુશ્મનો ઉપર તૂટી પડ્યા. હવે વધારે ખામેથી કે ધ્યાને માટે સ્થાન નહોતું. આખા દેશમાં લશ્કરી કાયદો પ્રવર્તાવવામાં આવ્યા અને સપ્ટેમ્બર માસના આરંભમાં મધ્યસ્થ સોવિયેટ સમિતિએ ‘ લાલ ત્રાસ 'ના ( રેડ ટેરર ) અમલની જાહેરાત કરી. “ બધાયે દેશદ્રોહીઓનું મૃત્યુ અને પરદેશી હુમલાખોરો સામે જીવલેણ યુદ્ધ આમ અંદરના તેમ જ બહારના એ અંતે દુશ્મનો સામે મરણિયા થઈ તે ઝૂઝવાના તેમણે નિર્ણય કર્યાં. સોવિયેટ આખી દુનિયાની સામે તથા પોતાને ત્યાંના પ્રત્યાધાતીઓની સામે છાતી કાઢીને ઊભું હતું. જેને ‘ લશ્કરી સામ્યવાદ' કહેવામાં આવે છે તેને યુગ પણ શરૂ થયા અને આખા દેશ એક પ્રકારની લશ્કરી છાવણીના રૂપમાં ફેરવાઈ ગયા. લાલ લશ્કર ઊભું કરવાના હરેક પ્રયાસા કરવામાં આવ્યા અને એ કાર્યાં ટ્રાટ્સને સાંપવામાં આવ્યું.
66
""
૧૯૧૮ની સાલના સપ્ટેમ્બર-આકટોબર માસ દરમ્યાન પશ્ચિમને માચે, જ્યારે જનીના યુદ્ધના સંચો પડી ભાગવા લાગ્યા હતા અને તહકૂખી માટેની વાત ચાલી રહી હતી ત્યારે આ બધું બનવા પામ્યું હતું. પ્રેસિડન્ટ વિલ્સને ચૌદ મુદ્દા રજૂ કર્યાં હતા અને એમાં મિત્રરાજ્યના ધ્યેયાના સમાવેશ થતો હતા એમ માનવામાં આવતું હતું. એ જાણવા જેવું છે કે, રશિયાને પ્રદેશ ખાલી કરવા અને તેને પેાતાના આત્મવિકાસ કરવાની સંપૂર્ણ તક આપવી તથા એમ કરવામાં મેટી સત્તાએ તેને સહાય કરવી એ એમાંના એક મુદ્દો હતા. મિત્રરાજ્યેાએ રશિયાના મામલામાં કરેલી દખલ તથા તેમણે ત્યાં આગળ ઉતારેલું પોતાનું લશ્કર એ બંને વસ્તુ એ મુદ્દાનું પોકળ તેના નગ્ન સ્વરૂપમાં