________________
૭૪૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન શહેરોમાં ધીમે ધીમે અંગ્રેજી કેળવણી પામેલ વર્ગ વધતે ગયો અને એ જ અરસામાં વકીલ, દાક્તર વગેરે ધંધાદારીઓ તથા વેપારી અને સોદાગરને બનેલ નો મધ્યમ વર્ગ પણ ઊભો થયો. ભૂતકાળમાં પણ, બેશક, અહીંયાં મધ્યમ વર્ગ હતું, પરંતુ અંગ્રેજોની આરંભકાળની રાજનીતિથી તે મેટે ભાગે કચરાઈ ગયો હતે. ન “બૂઝેવા” અથવા મધ્યમ વર્ગ એ તે બ્રિટિશ હકૂમતની પેદાશ હતી અને એક રીતે તે એ હકૂમત ઉપર છવનાર આશ્રિત વર્ગ હતે. આમજનતાના શોષણમાં થોડે અંશે તેની ભાગીદારી હતી; અંગ્રેજ શાસકવર્ગના ઉમદા ખાનપાનથી ખીચોખીચ ભરેલા ટેબલ ઉપરથી નીચે પડતા ટુકડાઓ પણ તેને મળતા હતા. એમાં બ્રિટિશ રાજવહીવટ ચલાવવામાં મદદ કરનારા નાના નાના સરકારી અમલદારો હતા; અદાલતના કામમાં મદદ કરનારા અને કેરટબાજીથી તવંગર થનારા ઘણા વકીલ હતા તથા નફે કે કમિશનને ખાતર બ્રિટિશ માલ વેચનારા બ્રિટિશ વેપાર અને ઉદ્યોગોના આડતિયા બનેલા વેપારીઓ હતા.
આ નવા મધ્યમ વર્ગમાં મોટા ભાગના લે કે હિંદુઓ હતા. મુસલમાનોને મુકાબલે તેમની આર્થિક સ્થિતિ કંઈક સારી હતી તથા સરકારી નોકરી અને વકીલાતના અને એવા બીજા ધંધાઓને માટે પરવાના સમાન અંગ્રેજી કેળવણી તેમણે લીધી હતી એને લીધે આમ બનવા પામ્યું હતું. સામાન્ય રીતે મુસલમાને ગરીબ હતા. અંગ્રેજોએ હિંદના ઉદ્યોગને નાશ કર્યો એને લીધે જે વણકરો બેકાર બન્યા હતા તેમાંના ઘણાખરા મુસલમાન હતા. જ્યાં આગળ બીજા પ્રાંતે કરતાં તેમની વસતી વધારે છે તે બંગાળમાં તેઓ ગરીબ સાથિયાઓ અથવા તે બહુ થોડી જમીન ધરાવનારા ખેડૂત હતા. સામાન્ય રીતે જમીનદાર હિંદુ હતું તેમ જ ગામડાંમાં શાહુકારું કરનાર તથા દુકાન ચલાવનાર વાણિયો પણ હિંદુ હતું. આમ જમીનદાર તેમ જ વાણિયો સાંથિયા ખેડૂતોને પીડવા અને ચૂસવાની સ્થિતિમાં હતા અને તેમણે પોતાની એ સ્થિતિને પૂરેપૂરો લાભ ઉઠાવ્યો. આ હકીકત બરાબર લક્ષમાં રાખવા જેવી છે કેમકે હિંદુ અને મુસલમાને વચ્ચેના વૈમનસ્યનું મૂળ કારણ એ છે.
એ જ રીતે ઉચ્ચ વર્ણના હિંદુઓએ, ખાસ કરીને દક્ષિણ હિંદમાં જેઓ દલિત વર્ગ તરીકે ઓળખાતા હતા અને જેઓ મોટે ભાગે ખેતરોમાં મજૂરી કરનાર મજૂરે હતા તેમનું શોષણ કર્યું. હમણાં હમણું અને ખાસ કરીને બાપુજીના ઉપવાસ પછી દલિત વર્ગને પ્રશ્ન આપણી સામે ખાસ કરીને ખડો થયો છે. અસ્પૃશ્યતા ઉપર આજે ચારે બાજુથી હુમલો થઈ રહ્યો છે અને સેંકડે મંદિરનાં તથા બીજાં સ્થાનોનાં દ્વાર એ વર્ગને માટે ખુલ્લાં કરવામાં આવ્યાં છે. પણ એ પ્રશ્નના પાયામાં તે આ આર્થિક શેષણ રહેલું છે અને એનું નિવારણ જો ન કરવામાં આવે તે દલિત વર્ગ દલિત જ રહેવાને.