________________
૧૪૧૨
જગતના ઇતિહાસનું રેખાદર્શન નહિ પણ બધાંયે ઉદ્દામ દળેનું નિકંદન કાઢવાની આ ઝુંબેશ છે. યહૂદીઓને હરેક હોદ્દા ઉપરથી તેમ જ ધંધામાંથી કાઢી મૂકવા જોઈએ. આ રીતે યહૂદી જાતિના હજારે અધ્યાપકે, વકીલ, દાક્તરે, શિક્ષક, સંગીતકારે, ન્યાયાધીશે તથા બરદાસીઓ (નર્સ)ને કાઢી મૂકવામાં આવ્યા છે. યહૂદી જાતિના દુકાનદારોને બહિષ્કાર કરવામાં આવ્યો છે અને યહૂદી મજૂરને કારખાનાંઓમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. નાઝીઓને માન્ય ન હોય એવાં પુસ્તકોને એકસામટો નાશ કરવામાં આવ્યો છે; એવાં પુસ્તકની જાહેર રીતે હોળી પણ કરવામાં આવે છે. જરા સરખો પણ ભિન્ન અભિપ્રાય પ્રદર્શિત કરનાર કે જરા સરખી પણ ટીકા કરનાર છાપાંઓને નિર્દયતાથી દાબી દેવામાં આવ્યાં છે. નાઝીઓના અત્યાચારની જરા સરખી ખબર પણ છાપવા દેવામાં આવતી નથી અને એને આડકતરી રીતે પણ નિર્દેશ કરવામાં આવે તે તેને માટે ભારે શિક્ષા કરવામાં આવે છે.
નાઝી પક્ષ સિવાયના બીજા બધા પક્ષે તથા સંસ્થાઓને તે બેશક દાબી દેવામાં આવ્યાં છે. પહેલે વારે સામ્યવાદી પક્ષનો આ પછીથી સામાજિક લેકશાહીવાદી પક્ષને. તે પછી કૅથલિક મધ્યસ્થ પક્ષો અને છેવટે નાઝીઓના મળતિયા રાષ્ટ્રીય પક્ષને પણ દાબી દેવામાં આવ્યું. મજૂરોની અનેક પેઢીઓનાં બલિદાન, પરિશ્રમ અને બચતનાં સાક્ષીરૂપ બળવાન મજૂર મહાજનેને તેડી નાખવામાં આવ્યાં અને તેમની બધી માલમિલકત તથા નાણાં જપ્ત કરવામાં આવ્યાં. ફક્ત એક જ સંસ્થા, એક જ પક્ષને રાખવામાં આવ્યું. એ પક્ષ તે નાઝી પક્ષ
ચિત્રવિચિત્ર નાઝી ફિલસૂફી જબરદસ્તીથી દરેક પાસે માન્ય કરાવવામાં આવે છે અને નાઝીઓના ત્રાસને ડર એ ભારે છે કે કઈ પણ પિતાનું માથું ઊંચું કરવાની હિંમત કરી શકતું નથી. કેળવણી, રંગભૂમિ, કળા, વિજ્ઞાન ઈત્યાદિ બધુંયે નાઝી છાપનું બનાવી દેવામાં આવ્યું છે. હિટલરને એક મુખ્ય સાથી હરમન ગોરિંગ કહે છે કે, “સાચે જર્મને પિતાના રુધિરથી વિચાર કરે છે.'! બીજો એક નાઝી આગેવાન કહે છે કે, “કેવળ બુદ્ધિ તથા શુદ્ધ વિજ્ઞાનના દિવસો હવે વીતી ગયા છે. બાળકોને શીખવવામાં આવે છે કે, હિટલર એ બીજે ઈશુ છે પણ પહેલા ઈશું કરતાં તે મહાન છે. નાઝી સરકાર પ્રજામાં અને ખાસ કરીને સ્ત્રીઓમાં કેળવણીને બહાળે ફેલા થાય તેની તરફેણમાં નથી. સાચે જ, હિટલરવાદીઓના મત પ્રમાણે તે સ્ત્રીઓનું સ્થાન ઘર તથા રસોડામાં છે અને તેમનું પ્રધાન કાર્ય રાજ્યને ખાતર લડનાર અને પિતાની જિંદગીની આહુતિ આપનાર બાળકે પૂરાં પાડવાનું છે. ડૉ. જોસેફ ગેબેલ્સ નામના બીજા એક નાઝી આગેવાન અને પ્રચારખાતાના પ્રધાને કહ્યું હતું કે, “સ્ત્રીનું સ્થાન કુટુંબમાં છે, તેનું ખરું કાર્ય પિતાના દેશ તથા